પંડિતે વરને પૂછ્યુ-સૌથી મોટો નશો કોનો હોય છે? મળ્યો એવો જવાબ હસી પડશો

PC: instagram.com

સોશિયલ મીડિયા પર રોજ અવનવા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે એવામાં ઈન્ટરનેટ પર લગ્નના મજાના વીડિયોની ભરમાર હોય છે. લગ્નમાં ઘણા રીત-રિવાજ હોય છે. જો લગ્નમાં કંઈક ખાસ, અલગ કે મજેદાર થાય છે તો તેનો વીડિયો ઈન્ટરનેટ પર જરૂર વાયરલ થાઈ જાય છે. પછી તે વરમાળા હોય, વિદાઇ હોય કે પછી બૂટ સંતાડવાની રીત જ કેમ ન હોય. એવામાં કંઈક ને કંઈક એવું થાય છે જે આપણા બધા માટે મજેદાર થઈ જાય છે.

હાલમાં એક એવો જ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પંડિતે મંડપમાં બેઠા વરને એક એવો સવાલ પૂછી લીધો જેનો જવાબ સાંભળીને દરેક હેરાન રહી ગયું. સામાન્ય રીતે લગ્નમાં પંડિત લગ્નના સમયે મંડપમાં બેસાડીને વર-વધુને બધા રીત રિવાજો અને પૂજાની વિધિ બતાવે છે સમજાવે છે. તો કેટલાક પંડિત એવા પણ હોય છે જે આ ખુશીના અવસરને હજુ વધારે મજાકિયો અને ખુશનુમા બનાવવા માટે વર-વધુ અને ત્યાં બેઠા લોકો સાથે મજાક-મસ્તી પણ કરે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Kalyani sinha (@kalyani_life)

એવું જ કંઈક આ વીડિયોમાં પણ દેખાડવામાં આવ્યું છે જેમાં પંડિત વરને એક અજીબ સવાલ પૂછી લે છે જેનો જવાબ વરરાજાએ કંઈક એવો આપી દીધો કે લોકો સાંભળીને પોતાને હસતા રોકી ન શક્યા અને કેટલાક લોકો તો જવાબ સાંભળીને પણ હેરાન છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વર-વધુ મંડપમાં બેઠા છે. આ દરમિયાન પંડિત વરને પૂછી નાખે છે કે બતાવો સૌથી મોટો નશો કોનો હોય છે? જવાબમાં વર કહે છે ભોજન. એ સાંભળીને પંડિત કહે છે કે શું વાત કરો છો સાહેબ. હવે પેટ ભરાય ગયું હોય તો નશો સમાપ્ત થઈ જશે.

વરનો જવાબ સાંભળીને દુલ્હન પણ હસવા લાગે છે. એ સાંભળતા જ બધા હસતા હસતા લોટપોત થઈ જાય છે. વરનો આ જવાબ સાંભળીને દરેક હેરાન રહી ગયું. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર kalyani_life નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી લગભગ 9 હજાર લોકોએ લાઇક કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp