પંકજાને વિધાન પરિષદની ઉમેદવારી, BJPએ આ કારણે આપી મોટી જવાબદારી
ભાજપના નેતા પંકજા મુંડેને ભાજપે વિધાન પરિષદની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે પંકજા મુંડેને વિધાન પરિષદમાં લાવીને તેમને પણ મંત્રી બનાવી શકાય છે. સોમવારે તેમના સિવાય ભાજપે 4 અન્ય નેતાઓ સદાભાઉ ખોત, પરિણય ફુકે, અમિત બોરખે અને યોગેશ ટિલેકરની ઉમેદવારી પણ જાહેર કરી છે. મહારાષ્ટ્રમાં ઉચ્ચ સદનની ખાલી થઈ રહેલી 11 સીટો માટે 12 જુલાઈએ ચૂંટણી થવાની છે. નામાંકનની છેલ્લી તારીખ 2 જુલાઇ છે.
તેનાથી એક દિવસ અગાઉ કેન્દ્રીય નેતૃત્વએ પંકજા મુંડેની ઉમેદવારી જાહેર કરીને તેમના રાજનીતિક પુનર્વાસના સંકેત આપી દીધા છે. તેઓ ગત વિધાનસભાની ચૂંટણીમાં પરલી વિધાનસભા સીટ પરથી પોતાના જ પિતરાઇ ભાઈ અને NCPના ઉમેદવાર ધનંજય મુંડે સામે હારી ગયા હતા. ત્યારથી તેઓ પોતાની હારનો ઠીકરો ભાજપના નેતાઓ, ખાસ કરીને નામ લીધા વિના દેવેન્દ્ર ફડણવીસ પર ફોડતા આવી રહ્યા છે. હાલની લોકસભાની ચૂંટણી જ્યારે તેમને બીડ લોકસભા ક્ષેત્રથી ઉમેદવાર બનાવવામાં આવ્યા તો માનવામાં આવ્યું કે, પાર્ટી તેમને કેન્દ્રની રાજનીતિમાં બોલાવીને ફડણવીસ સાથે ટકરાવ ટાળવા માગે છે, પરંતુ દુર્ભાગ્યથી તેઓ લોકસભાની ચૂંટણી પણ લગભગ 6000 વૉટથી હારી ગયા.
ત્યારબાદ તેમના સમર્થકોમાં નિરાશા હતી. તેમની હારથી હતાશ 4 કાર્યકર્તા તો આત્મહત્યા કરી ચૂક્યા છે. તેમની હારને મરાઠા અને OBC વચ્ચે અનામતના મુદ્દે ચાલી રહેલા ટકરાવનું પરિણામ માનવામાં આવ્યું. ગત લોકસભાની ચૂંટણીમાં અનામતના મુદ્દા પર ભાજપને મરાઠા સમાજની નારાજગીનો સામનો કરવો પડ્યો અને પોતાના જૂના વૉટબેંક OBCને તે સમજાવવામાં નિષ્ફળ રહી કે તેના કોટાથી અનામત સાથે કોઈ છેડછાડ નહીં કરવામાં આવે.
પંકજાના સ્વર્ગીય પિતા ગોપીનાથ મુંડે ન માત્ર મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા હતા, પરંતુ તેઓ મહારાષ્ટ્રમાં અન્ય પછાત વર્ગ (OBC) સમાજના પ્રમુખ ચહેરો હતા. વણજારા સમાજથી આવતા મુંડે ભાજપના માધવ સમીકરણની મહત્ત્વપૂર્ણ કડી હતા. 1980માં મુંબઇમાં જ ભાજપની રચના બાદ જ મહારાષ્ટ્ર ભાજપે માળી, ધનગર અને વણજારા (માધવ) વગેરે જાતિઓને સાથે લઈને એક એવું વૉટબેંક તૈયાર કર્યું, જે કોંગ્રેસના મજબૂત મરાઠા વૉટબેંકની ટક્કર લઈ શકતું હતું, પરંતુ હાલની લોકસભાની ચૂંટણીમાં તેનું આ જ સમીકરણ ધ્વસ્ત થતું નજરે પડ્યું. ભાજપ એ જ સમીકરણને ફરીથી સંભાળવાનો પ્રયાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp