બિહારમાં વધુ એક બ્રિજ તૂટ્યો, 1600 કરોડના ખર્ચે બની રહેલા પુલનો ભાગ ધરાશાયી
હવે બિહારમાં વધુ એક પુલ ધરાશાયી થયો છે. રાજધાની પટનામાં નિર્માણાધીન પુલનો એક ભાગ ધરાશાયી થયો છે. આ અંગે અધિકારીએ જણાવ્યું કે, રવિવારે રાત્રે બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, બિહારના ઘણા જિલ્લાઓમાં તાજેતરના દિવસોમાં એક ડઝનથી વધુ પુલ ધરાશાયી થયા પછી આ ઘટના પ્રકાશમાં આવી છે. બાંધકામ હેઠળના પુલનો જે ભાગ તૂટી પડ્યો તે 'બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુ'નો એક ભાગ છે જેની જાળવણી બિહાર રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ (BSRDCL) દ્વારા કરવામાં આવે છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગર્ડરના બેરિંગ બદલતી વખતે આ દુર્ઘટના થઈ અને પિલર પર ગર્ડર મૂકતી વખતે એક ભાગ નીચે પડી ગયો.
BSRDCLના ચીફ જનરલ મેનેજર પ્રવીણ ચંદ્ર ગુપ્તાએ ન્યૂઝ એજન્સીને કહ્યું, 'બેરિંગ બદલવું એ નિયમિત કામની એક પ્રક્રિયા છે, કોઈ જાનહાનિના સમાચાર નથી. અમે ચાલી રહેલા કામનું નિરીક્ષણ કરવા સ્થળ પર જઈ રહ્યા છીએ.' રિપોર્ટ અનુસાર આ બ્રિજનું નિર્માણ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે.
અહીં તમને જણાવી દઈએ કે, બિહારના CM નીતિશ કુમારે જૂન 2011માં 5.57 કિલોમીટર લાંબા બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો. તે સમયે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 1,602.74 કરોડ અંદાજવામાં આવ્યો હતો.
પટના જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્રશેખર સિંહે કહ્યું, 'નિયમિત કામ દરમિયાન, બખ્તિયારપુર તરફના નિર્માણાધીન પુલનો એક ગર્ડર તૂટી પડ્યો', આ પ્રોજેક્ટ પૂરો થયા પછી, સમસ્તીપુરમાં નેશનલ હાઈવે 28 અને પટનામાં નેશનલ હાઈવે 31ને જોડી શકાશે.
આ પુલનો મુખ્ય ઉદ્દેશ્ય પટનામાં મહાત્મા ગાંધી સેતુ અને મોકામામાં રાજેન્દ્ર સેતુ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવાનો છે. પુલ પૂર્ણ થયા પછી, તે ઉત્તર અને દક્ષિણ બિહાર વચ્ચે અન્ય મહત્વપૂર્ણ માર્ગ લિંક તરીકે પણ કામ કરશે.
પુલનો એક ભાગ પડી જવાની ઘટના અંગે વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ટ્વિટર પર એક પોસ્ટમાં કટાક્ષ કરતા લખ્યું કે, 'આ ઘટના સાબિત કરે છે કે, NDA સરકારનો પાયો કમિશન, લાંચ, સંસ્થાકીય ભ્રષ્ટાચાર, નાણાકીય અનિયમિતતાઓ, ગેરકાયદે ખંડણી અને ગુનેગારો દ્વારા સંગઠિત લૂંટ પર આધારિત છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp