30 રૂપિયામાં બુક કરી OLA કેબ, બિલ બન્યું 5000 રૂપિયાથી વધુ, તમે પણ રહો સાવધાન
કોઈ પણ શહેરમાં ઓનલાઇન ટેક્સી કે બાઇક બુક કરવાનો વિકલ્પ મળે તો સફર કરવાનું સરળ થઈ જાય છે. સારી વાત એ છે કે OLA અને Uber જેવી એપ્સ પર રાઇડ બુક કરવા પહેલા જ સંભવિત ભાડું દેખાડવામાં આવે છે. જો કે, એક અજીબો-ગરીબ ઘટના સામે આવી છે. જેમાં એક કોલેજના વિદ્યાર્થી પાસે એપ પર દેખાયેલા ભાડાથી 7 ગણા વધુ પૈસાની ચૂકવણી કરવા કહેવામાં આવ્યું. બેંગ્લોરના અનુરાગ સિંહ નામના એક વિદ્યાર્થીએ કોલકાતા એરપોર્ટ પર ઉતર્યા બાદ OLA એપના માધ્યમથી કેબ બુક કરી હતી.
યુઝરે OLA એપ પર મિની ટેક્સી બુક કરાવી હતી અને બુકિંગના સમયે તેને ભાડું 730 રૂપિયા દેખાડી રહ્યું હતું. જો કે, રાઈડ પૂરી થયા બાદ જ્યારે તેણે ફાઇનલ બિલ માગ્યું તો તે બિલ 5,000 રૂપિયાથી વધુનું બન્યું હતું. અનુરાગે કોલકાતા કેમ્પેગોડા એરપોર્ટથી મથિકેરે ક્ષેત્ર માટે OLA એપની મદદથી કેબ બુક કરી હતી. બુકિંગના સમયે અહી સુધી માટે ભાડું 730 રૂપિયા દેખાડવામાં આવ્યું હતું. જો કે, ડ્રાઇવરે અંતે 5,000 રૂપિયાથી વધુની માગ કરી. અનુરાગે પોતાનો અનુભવ એક મીડિયા સંસ્થા સાથે શેર કર્યો અને જણાવ્યું કે જો તે આખું બેંગ્લોર ફરતો તો પણ એટલું ભાડું ન બનતું.
વિદ્યાર્થીએ જણાવ્યું કે, ડ્રાઇવરે તેને કેબમાં બેસ્યા બાદ OTP પૂછ્યો, જેને એન્ટર કર્યા બાદ ડ્રાઇવરને તેનું નામ દેખાયું. ટ્રીપ પૂરી થયા બાદ ડ્રાઇવરે તેને પોતાનો ફોનની સ્ક્રીન દેખાડી, જેના પર ફાઇનલ બિલ 5,194 રૂપિયા લખેલું હતું. પોતાનો ફોન ચેક કરવા પર વિદ્યાર્થીએ જોયું કે તેની રાઈડ પહેલા જ કેન્સલ થઈ ચૂકી છે અને OLAની રાઇડ પર હતો જ નહીં. સારી વાત એ હતી કે રાઈડ બુક કરતી વખત અનુરાગને દેખાડવામાં આવેલા ભાડાનો સ્ક્રીનશૉટ લીધો હતો.
કન્નડ ભાષાના કારણે પરેશાનીની સ્થિતિમાં અનુરાગે આસપાસ ઉપસ્થિત લોકો પાસેથી મદદ લીધી. અંતે બહેસ બાદ ડ્રાઇવરને 1,600 રૂપિયાની ચૂકવણી કરી, જે એપમાં દેખાડવામાં આવેલા ભાડાથી બેગણા છે. તમે પણ એપ પર કેબ બુક કર્યા બાદ તરત જ સ્ક્રીનશૉટ લઈ લેજો, જેથી ભાડામાં કોઈ પ્રકારની પરેશાની થવા પર તેને રિપોર્ટ કરી શકો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp