યાત્રીઓએ રનવે પર બેસીને ખાધું, IndiGo અને મુંબઈ એરપોર્ટને થયો આટલો દંડ

PC: hindustantimes.com

ફ્લાઇટમાં મોડું થયા બાદ કેટલાક યાત્રીઓએ મુંબઈ એરપોર્ટ પર રનવે પાસે બેસીને ખાવાનું ખાધું હતું. તેને લઈને હવે મોટી કાર્યવાહી થઈ છે. હવે IndiGoએ 1.2 કરોડ અને મુંબઈ એરપોર્ટને દંડ તરીકે 90 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આ દંડ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાંલય (DGCA) અને નાગરિક ઉદ્દયન સુરક્ષા બ્યૂરો (BCAS)એ ફટકાર્યો છે. BCASએ IndiGoને 1.2 કરોડ રૂપિયા અને મુંબઈ એરપોર્ટને 60 લાખ રૂપિયા ચૂકવવા કહ્યું છે. મુંબઈ એરપોર્ટ પર DGCAએ પણ 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ પ્રકારે મુંબઈ એરપોર્ટે બંને બોડીઝને કુલ મળીને 90 લાખ રૂપિયા આપશે.

સોશિયલ મીડિયા પર ગત દિવસોમાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં મુંબઈ એરપોર્ટ પર IndiGoની ફ્લાઇટ બહાર રનવે પર કેટલાક યાત્રી જમીન પર બેસીને ભોજન કરી રહ્યા હતા. આરોપ હતો કે ધુમ્મસના કારણે ફ્લાઇટમાં મોડું થઈ ગયું હતું અને ત્યારબાદ યાત્રીઓને રનવે પર બેસીને ખાવાનું ખવડાવવામાં આવ્યું. આ અંગે પછી IndiGoએ માફી માગી હતી. IndiGoએ કહ્યું હતું કે, યાત્રી ફ્લાઇટથી દૂર જવા માગતા નહોતા, આ કારણે તેમને ત્યાં જ ખાવાનું સર્વ કરવામાં આવ્યું.

બંનેને કારણ બતાવો નોટિસ પહેલા જ જાહેર કરી દેવામાં આવી હતી. IndiGoએ પોતાના જવાબમાં જણાવ્યું હતું કે એરલાઇન્સને આ બાબતે ખબર હતી, પરંતુ તેણે કોઈ ઉચિત કાર્યવાહી ન કરી. તો DGCAએ માન્યું કે મુંબઈ એરપોર્ટ રનવેની આસપાસ અનુશાસન બનાવી રાખવામાં નિષ્ફળ રહ્યું. માનવામાં આવ્યું કે એરપોર્ટે યાત્રીઓની સુરક્ષા પ્રત્યે યોગ્ય વલણ ન અપનાવ્યું. એ સિવાય DGCAએ સ્પાઇસજેટ અને એર ઈન્ડિયા પર પણ દંડ ફટકારવામાંઆવ્યો છે.

બંનેને 30-30 લાખ રૂપિયા ભરવા કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં ધુમ્મસના કારણે ફ્લાઇટ્સ લેટ થઈ હતી. ધુમ્મસને લઈને તેની તૈયાર નહોતી. આ કારણે DGCAએ તેના પર દંડ ફટકાર્યો આ એરલાઇન્સ પર આરોપ છે કે તેણે ધુમ્મસના દિવસોમાં CAT III પ્રશિક્ષિત પાયલટસને ડ્યૂટી પર લગાવ્યા નહોતા. જેમને ઓછી રોશનીમાં પણ ફ્લાઇટ ઉડાવવાની ટ્રેનિંગ હોય છે. ધુમ્મસના કારણે સોમવારે દિલ્હી એરપોર્ટ પર પણ ખૂબ હોબાળો થયો હતો.

IndiGoની ફ્લાઇટ ગોવા જઇરહી હતી, તે ઘણા કલાક લેટ થઈ ગઈ હતી. તેના પર એક યાત્રીએ ધીરજ ગુમાવી દીધી અને તેણે પાયલટને મુક્કો મારી દીધો હતો આ દરમિયાન તેણે પાયલટને કહ્યું કે, પ્લેન ચલાવવો હોય તો ચલાવ નહીં તો નીચે ઉતારી દે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. યાત્રીનું નામ સાહિલ કટારિયા હતું. તે પત્ની સાથે હનીમૂન પર ગોવા જઇ રહ્યો હતો, પરંતુ પછી તેની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી. હવે તેને નો ફ્લાઇટ લિસ્ટમાં નાખવાની પણ તૈયારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp