ક્વાલિટી ટેસ્ટમાં ફેલ થઈ પતંજલિની સોન પાપડી, આસિસ્ટન્ટ મેનેજર સહિત 3 જેલ ભેગા

PC: navbharattimes.indiatimes.com

સુપ્રિમ કોર્ટ દ્વારા સખ્તાઇ અપનાવાયા બાદ બાબા રામદેવની કંપની પતંજલિની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. ઉત્તરખંડના પિથોરાગઢના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટે સોન પાપડી પરીક્ષણમાં ફેલ થવા પર પતંજલિ આયુર્વેદ લિમિટેડના એક સહાયક મેનેજર સહિત 3 લોકોને 6 મહિનાની જેલની સજા સંભળાવી છે. 3ને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 17 ઓક્ટોબર 2019ના રોજ ખાદ્ય સુરક્ષા નિરીક્ષણે પિથોરાગઢના બેરીનાગના મુખ્ય બજારમાં લીલાધર પાઠકની દુકાનની વિઝિટ કરી હતી, જ્યા પતંજલિ નવરત્ન ઇલાઇચી સોનપાપડી બાબતે ચિંતાઓ વ્યક્ત કરી હતી.

સેમ્પલ લેવામાં આવ્યા અને રામનગર કાન્હાજી વિતરક સાથે સાથે પતંજલિ આયુર્વેદ લિમિટેડને નોટિસ આપવમા આવી. ત્યારબાદ ઉત્તરાખંડના જ રુદ્રપુર, ઉધમ સિંહ નગરમા રાજ્ય ખાદ્ય અને ઔષધિ પરિક્ષણ પ્રયોગશાળામા ફોરેન્સિક તપાસ આયોજિત કરવામાં આવી હતી. ડિસેમ્બર 2020માં ખાદ્યા સુરક્ષા વિભાગને લેબથી એક રિપોર્ટ મળ્યો, જેમાં મિઠાઇની ખરાબ ગુણવત્તાના સંકેત આપવમા આવ્યા હતા. ત્યારબાદ વેપારી લીલાધર પાઠક, વિતરક અજય જોશી અને પતંજલિના આસિસ્ટેન્ટ મેનેજર અભિષેક કુમાર વિરુદ્વ કેસ નોંધવમા આવ્યો.

સુનાવણી બાદ કોર્ટે ખાદ્ય સુરક્ષા અને માનાક અધિનિયમ 2006ની કલમ 59 હેઠળ ત્રણેયને ક્રમશ: 6 મહિનાની કેદ અને 5 હજાર રુપિયા, 10 હજાર રુપિયા અને 25 હજાર રુપિયાના દંડની સજા સંભળાવી. કોર્ટે પોતાનો નિર્ણય ખાદ્ય સુરક્ષા અને માનાક અધિનિયમ 2006 હેઠળ સંભળાવ્યો છે. ખાદ્ય સુરક્ષા અધિકારીએ કહ્યું કે, કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પુરાવા સ્પષ્ટ રુપે ઉત્પાદનની ખરાબ ગુણવત્તા બબતે બતાવે છે.

ઉલ્લેખનિય છે કે, પતંજલિ આયુર્વેદ અને દિવ્ય ફાર્મસીની 14 પ્રોડક્ટ્સના લાઇસન્સ પર લાગેલું બેન હટાવી દેવામાં આવ્યુ છે. ઉત્તરાખંડ સરકરે એક હાઇ લેવલ કમિટીની શરુઆતી તપાસ રિપોર્ટ મળ્યા બાદ બેન લગાવવાના પોતાના પહેલા આદેશા પર સ્ટે આપી દીધું. 30 એપ્રિલના રોજ પતંજલિ આયુર્વેદ અને દિવ્ય ફાર્મસીની 14 પ્રોડક્ટ્સના મેન્યુફેક્ચરિંગ લાઇસન્સને ઉત્તરાખંડ સરકરની લાઇસન્સ ઓથોરિટીએ સસ્પેન્ડ કરી દીધા હતા. હાઇ લેવલ કમિટીએ તર્ક આપતા કહ્યું કે જે રીતે લાઇસન્સિંગ ઓથોરિટીએ આદેશ પાસ કર્યો હતો, એ ખોટો હતો, જે 14 પ્રોડક્ટના લાઇસન્સ પર બેન લગાવવામાં આવ્યું હતું, તેમાં શ્વાસારિ ગોલ્ડ, શ્વાસારિ વટી, શ્વાસારિ પ્રવાહી, શ્વાસારિ અવલેહ, મુક્તા વટી વગેરે સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp