બાબરી મસ્જિદ પર ધીરજ રાખી,જ્ઞાનવાપી પર નહીં રાખીએ, દયા નહીં, હિસ્સો જોઇએઃ મૌલાના

PC: livehindustan.com

હાલમાં ઉત્તર પ્રદેશમાં કાશી-મથુરાનો મુદ્દો ગરમ છે. આ બંને મુદ્દાઓને લઈને કોર્ટમાં સતત કાનૂની લડાઈ ચાલી રહી છે. દરમિયાન, ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IMC)ના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના તૌકીર રઝાનું એક ઉશ્કેરણીજનક નિવેદન સામે આવ્યું છે. તેમણે આ સમગ્ર મામલે દેશની સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.

લોકોમાં ધર્મની ખાઈ પહોળી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે મૌલાના તૌકીર રઝાએ કહ્યું છે કે, દેશમાં ભાગલા પાડો અને રાજ કરોનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે જ્ઞાનવાપી પરના અધિકારો માટે રસ્તા પર લડાઈ લડવામાં આવશે.

મૌલાના તૌકીર રઝાએ વર્તમાન સરકાર અને અગાઉની સરકારની ટીકા કરતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા. મુસ્લિમોને લઈને તેમણે કહ્યું કે, અમને દયાની જરૂર નથી, અમને હિસ્સો જોઈએ છે. તૌકીર રઝાના આ નિવેદન પર રાજકારણ ગરમાઈ શકે છે. તેમણે કેન્દ્રની નરેન્દ્ર મોદી અને UPની યોગી સરકાર પર સીધો નિશાન સાધ્યું છે.

મૌલાના તૌકીર રઝાએ કહ્યું કે, અંગ્રેજોએ 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ અપનાવી હતી. દેશ પર શાસન કર્યું. તૌકીર રઝાએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, આજે અંગ્રેજોની સ્ટાઈલથી જ કાળા અંગ્રેજો દેશ પર રાજ કરી રહ્યા છે. જો આપણે તેમની પદ્ધતિને ઓળખી લીધી હોય તો તમામ ગરીબ અને પછાત લોકોએ એક થવું જોઈએ.

મૌલાના રઝાએ કહ્યું કે, આજે ભારતમાં કાયદાને નાબૂદ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે સરકાર તરફથી નિર્ણય લેવામાં આવશે. જ્યારે પોલીસ ખુલ્લેઆમ એન્કાઉન્ટર કરશે. જ્યારે મામલો કોર્ટ સુધી પહોંચી જ નહીં શકે, ત્યારે કાયદાના શાસન પર સવાલ ઉઠે છે. હકીકતમાં, તૌકીર રઝા દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેનો વીડિયો સામે આવ્યા પછી આ મામલો ગરમાયો છે.

તૌકીર રઝાએ કહ્યું કે, આજે કાયદાકીય સંસ્થાઓના મહત્વ પર સવાલ ઉઠી રહ્યા છે. અમે કોર્ટના રક્ષણ માટે ઊભા છીએ. અમે કાયદાના રક્ષણ માટે ઊભા છીએ. જ્ઞાનવાપી મસ્જિદ અંગે મૌલાના તૌકીર રઝાએ કહ્યું કે, આપણું ઈમાન પણ મહત્વનું છે. અમે બાબરી મસ્જિદ પર ધીરજ રાખી છે.

જ્ઞાનવાપી પર ધીરજ નહીં રહેશે. આ લડાઈ શેરીઓમાં લડવામાં આવશે. અમારા વકીલો કોર્ટમાં આ અંગે લડશે. પરંતુ, અમે મુસ્લિમો આ અંગે રસ્તા પર ઉતરીશું. મૌલાના રઝાએ કહ્યું કે, અમને દયાની જરૂર નથી, અમને હિસ્સો જોઈએ છે. અમે અમારા લોકોનું કામ જાતે કરવા માંગીએ છીએ. અમે તમારી દયા પર રહેવા માંગતા નથી.

મીડિયા સૂત્રો સાથે વાત કરતાં તૌકીર રઝાએ કહ્યું કે, તે જ્ઞાનવાપી મસ્જિદ હોય કે મથુરાની શાહી ઇદગાહ, જેનો સર્વે કરવાની જરૂર છે, તે કરાવી લો. તેઓ લાખો મસ્જિદોની યાદી લઈને બેસી જશે. અમે આ માટે સંમત થવાના નથી. જ્ઞાનવાપી સર્વે પર મૌલાના તૌકીર રઝાએ કહ્યું કે, તમે જેટલા સર્વે કરવા ઈચ્છો છો તે કરાવી લો.

પરંતુ, હવે તેને સ્વીકારવામાં આવશે નહીં. ધર્મનો જે નશો આપવામાં આવ્યો છે, ચરસ પીવા માટે આપવામાં આવે છે, તે સહન કરવામાં આવશે નહીં. તેમણે ફરી એકવાર કહ્યું કે, બાબરી મસ્જિદ પર અમે ધીરજ રાખી હતી. જ્ઞાનવાપી અંગે ચાલી રહેલા ષડયંત્ર સામે રસ્તા પર ઉતરીને લડત આપવામાં આવશે. હવે અમે વધુ મસ્જિદ આપવાના નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp