'લોકો મારા ચરિત્ર પર આંગળી ચીંધે છે, ખોટી વાતો...' અયોધ્યા જતી શબનમનું દર્દ
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થવા જઈ રહી છે. આના સાક્ષી બનવા માટે, મુસ્લિમ પરિવારની શબનમ શેખ મુંબઈથી અયોધ્યા માટે પગપાળા નીકળી છે. શબનમ શેખ, હિજાબ પહેરીને અને બજરંગબલીનો ધ્વજ લઈને MPના સિહોર-ભોપાલ હાઈવે પરથી પસાર થઈ હતી. 'જય શ્રી રામ' ના નારા લગાવતા શબનમ તેના સાથીઓ સાથે આગળ વધી. શબનમે કહ્યું કે, રામ જી દરેકના છે. તે 17 દિવસથી ચાલી રહી છે. દરરોજ 37 કિલોમીટરની મુસાફરી કરે છે. કોઈપણ સમસ્યા વિના યાત્રા પૂર્ણ થઈ રહી છે...
મીડિયા સાથે ચર્ચા કરતા શબનમ શેખે કહ્યું કે, અમે બાળપણથી જ રામજીમાં માનીએ છીએ. અમે મુસ્લિમ પરિવારમાંથી છીએ, પરંતુ અમે દરેકનું સન્માન કરીએ છીએ. અયોધ્યા જવાનો એટલો ઉત્સાહ છે કે, અમે આટલી કડકડતી ઠંડીમાં રામજીનું નામ લઈને આગળ વધી રહ્યા છીએ. અમારી અંદર ઘણો ઉત્સાહ છે. અમે મુસાફરી શરૂ કર્યાને 17 દિવસ થઈ ગયા છે. અમે અયોધ્યા પહોંચીશું અને ભગવાન રામના દર્શન કરીને જ પરત ફરીશું.
સંદેશ આપતા શબનમ શેખે કહ્યું કે, રામજી દરેકના છે અને રામની ધૂન માત્ર શબનમ શેખમાં જ નહીં પરંતુ મૌલાનાઓમાં પણ આવી રહી છે. મૌલાનાઓ પણ રામની ભક્તિમાં તલ્લીન બની રહ્યા છે અને આ નવા ભારતનું ચિત્ર છે.
શબનમે જણાવ્યું કે તે B.Com.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. હું બાળપણથી હિન્દુ વિસ્તારમાં રહું છું. જેવો દેશ, તેવો જ વેશ હોવો જોઈએ. મારી અંદર તમામ ગુણો છે. બોલવા-ચાલવાનું અને જીવનશૈલી હિંદુઓ જેવી છે, કારણ કે હું બાળપણથી તેમની સાથે રહું છું.
અયોધ્યાની યાત્રાએ બહાર નીકળેલી શબનમ એ વાતથી દુખી છે કે, સોશિયલ મીડિયા પર તેની આ યાત્રાનો વિરોધ થઈ રહ્યો છે. લોકો મારા ચરિત્ર તરફ આંગળી ચીંધી રહ્યા છે. ખોટી વાતો કહી રહ્યા છે.
જોકે, આ અંગે શબનમે કહ્યું કે, તેનાથી મને કોઈ ફરક નથી પડતો. પ્રશાસનને અપીલ છે કે, એવા લોકો કે જે મહિલાઓ પર અત્યાચાર કરી રહ્યા છે, તેમને જેલમાં ધકેલી દેવામાં આવે. પ્રવાસમાં મને ખૂબ સારું લાગે છે. મારા બંને મિત્રો ખૂબ કાળજી રાખી રહ્યા છે.
મુંબઈથી અયોધ્યાની યાત્રા પર નીકળેલી શબનમ કહે છે, 'મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. હું પ્રચાર માટે ઘરેથી નીકળી હતી. અમે વિચાર્યું હતું કે, મંદિર સુધી પગપાળા યાત્રા કરીશ પણ અમને આટલું રક્ષણ મળશે એવું અમે વિચાર્યું ન હતું. અને ઘણા લોકો મારી સાથે જોડાશે અને ઘણા લોકો અમારી પ્રશંસા કરશે. રામ મંદિર સુધી પગપાળા પ્રવાસ કરતા ઘણા છોકરાઓને જોઈને મારા મનમાં પણ અયોધ્યા જવાનો વિચાર આવ્યો. લોકો જુદી જુદી જગ્યાએથી જઈ રહ્યા છે. પણ મેં કોઈ છોકરીને જતી જોઈ નહીં. શક્ય છે કે તે નીકળી હશે. પરંતુ મેં કોઈ વિડિયો જોયો નથી. પણ મેં એવું નથી વિચાર્યું કે હું મુસ્લિમ છું તો કેવી રીતે જઈશ. મને લાગ્યું કે હું ભારતની સ્ત્રી છું. 'એક નારી સબ પે ભારી', તેથી જ હું ભગવાન શ્રી રામજીનું નામ લઈને અયોધ્યા જવા નીકળી છું.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp