કાશ્મીરમાં મોદી સરકારનો પ્લાન શું છે, LGને આપી દીધો એવો પાવર કે હોબાળો મચી ગયો

PC: facebook.com/manojsinhagzp

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કરાવવાને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019માં સંશોધન કર્યું છે. તેની સાથે જ અખિલ ભારતીય સેવાઓના અધિકારીઓ, પોલીસના ટ્રાન્સફર અને પોસ્ટિંગ સાથે સાથે ન્યાયિક અધિકારીઓની નિમણૂકની બાબતે ઉપરાજ્યપાલને વધુ અધિકાર મળી ગયા છે. કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે એક અધિસૂચના જાહેર કરવામાં આવી છે. અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે, જમ્મુ-કશ્મીરના ઉપરાજ્યપાલને IAS અને IPS જેવા અખિલ ભારતીય સેવાના અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ, પોલીસ, કાયદા અને વ્યવસ્થા સાથે સાથે ન્યાયિક અધિકારીઓની નિમણૂકની બાબતે વધારે અધિકાર મળશે.

મુખ્ય નિયમોમાં નિયમ 42 બાદ 42A જોડવામાં આવ્યા છે. નિયમ 42A હેઠળ ઉપરાજ્યપાલને રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનેલા રાજ્ય માટે એડવોકેટ જનરલ અને વિધિ અધિકારીઓની નિમણૂક કરવાનો અધિકાર મળી ગયો છે. 42B એ પણ સ્પષ્ટ કરે છે કે અભિયોજન સ્વીકૃતિ આપવા કે અસ્વીકાર કરવા કે અપીલ દાખલ કરવાના પ્રસ્તાવ પણ ઉપરાજ્યપાલ (LG) દ્વારા જ આપવામાં આવશે. સંશોધન વિરુદ્ધ સૌથી પહેલાઆ પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું કે, સંશોધન એક સંકેત છે કે ચૂંટણી નજીક છે. તેમણે લખ્યું કે, વધુ એક સંકેત છે કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી નજીક છે. આ જ કારણ છે કે જમ્મુ-કાશ્મીર માટે પૂર્ણ, અવિભાજ્ય રાજ્યનો દરજ્જો લાગૂ કરવા માટે સમય સીમા નિર્ધારિત કરવાની દૃઢ પ્રતિબદ્ધતા આ ચૂંટણીઓ માટે એક શરત છે. જમ્મુ-કશ્મીરના લોકો શક્તિહીન, રબર સ્ટેમ્પથી સારા મુખ્યમંત્રીના હકદાર છે. તેમણે પોતાના પટાવાળાની નિમણૂક માટે પણ LG પાસે ભીખ માગવી પડશે.

આમ આ શક્તિઓને વર્ષ 2019માં જ ગૃહ મંત્રાલયે નોટિફાઈ કરી હતી, જેને નવેસરથી અધિસૂચિત કરી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા મનોજ સિંહા ઑગસ્ટ 2020થી જ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે 30 સપ્ટેમ્બરની સમયસીમા નક્કી કરી છે. ઉલ્લેખનીય છે કે 5 ઑગસ્ટ 2019ના રોજ જમ્મુ-કશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370ને રદ્દ કરી દેવામાં આવ્યું હતું અને રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દેવામાં આવ્યું હતું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp