લોકો કોર્ટના કેસોમાં એટલા ત્રસ્ત થઇ જાય છે કે બસ.., CJIએ એમ શા માટે કહ્યું?

PC: ndtv.com

મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડે વિશેષ લોક અદાલતના સ્મરણોત્સવ સમારોહને સંબોધિત કર્યો હતો. તેમણે લોક અદાલતના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે, ન્યાયિક પ્રક્રિયા વાદીઓ માટે સજા બની જાય છે. આ કારણે તેઓ મોટા ભાગે પોતાના કાયદાકીય અધિકારોથી પણ ઓછી કિંમત પર સમજૂતી કરવા તૈયાર થઇ જાય છે. લોકો થકાઉ કેસોને ખતમ કરીને સમજૂતીની શોધ કરે છે.

CJIએ લોક અદાલતોમાં નિપટાવવામાં આવેલા ઘણા કેસનો સંદર્ભ પણ આપ્યો. તેમણે એક મોટર દુર્ઘટનાના કેસનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે દાવેદાર વધેલા વળતરનો હકદાર હોવા છતા ઓછા વળતર પર કેસ નિપટાવવા તૈયાર હતો. ડી.વાઇ. ચંદ્રચૂડે કહ્યું કે, પક્ષકાર કોઇ પણ પ્રકારની સમજૂતી સ્વીકારવા તૈયાર હોય છે કેમ કે તેઓ આ કેસથી બહાર નીકળવા માગે છે. લોક અદાલતોના માધ્યમથી ન્યાય આપવાની પ્રક્રિયાને સંસ્થાગત બનાવવાની જરૂરિયાત છે.

મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડે કહ્યું કે, લોકો કોર્ટના કેસોથી એટલા તંગ આવી ચૂક્યા છે કે તેઓ બસ સમજૂતી ઇચ્છે છે. એ પણ એક સમસ્યા છે, જેમાં અમે ન્યાયાધીશના રૂપમાં જોઇએ છીએ. આ પ્રક્રિયા સજા છે અને એ આપણા બધા ન્યાયાધીશો માટે ચિંતાનું કારણ છે. CJIએ એમ પણ કહ્યું કે, ઘણા લોકો એ વાતથી વંચિત રહી જાય છે કે સુપ્રીમ કોર્ટમાં અમે કયા પ્રકારના નાના-નાના કામ કરીએ છીએ.

જ્યારે બી.આર. આંબેડકર જેવા દિગ્ગજોએ સંવિધાન બનાવ્યું હતું તો તેમણે તેને એક મિશન સાથે બનાવ્યું હતું. આ એક એવી કોર્ટ હતી, જેની સ્થાપના એક ગરીબ સમાજમાં કરવામાં આવી રહી હતી, જ્યાં ન્યાય સુધી પહોંચનો અભાવ હતો. આ સંસ્થાની સ્થાપના પાછળ વિચાર એ હતો. આ એક એવી કોર્ટ હશે જે સામન્ય નાગરિકોના જીવન સુધી પહોંચશે. લોક અદાલતનું ઉદ્દેશ્ય લોકોના ઘરો સુધી પહોંચવાનું છે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે પણ હિસ્સો લીધો હતો. તેમણે કહ્યું કે, મધ્યસ્થતા ભારતીય સંસ્કૃતિનો હિસ્સો છે. ભગવાન કૃષ્ણને મહાભારતમાં કૌરવો અને પાંડવો વચ્ચે મધ્યસ્થતા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે વિશેષ લોક અદાલત સપ્તાહના ઉપલક્ષ્યમાં શનિવારે સ્મરણોત્સવ સમારોહનું આયોજન કર્યું હતું. 29 જુલાઇથી 2 ઑગસ્ટ સુધી વિશેષ કોર્ટોનું આયોજન કરવામાં આવ્યું. વિશેષ લોક અદાલતમાં સુનાવણી માટે 14045 કેસ પસંદ કરવામાં આવ્યા હતા. તો લોક અદાલત પીઠો સમક્ષ 4884 કેસો લિસ્ટેડ કરવામાં આવ્યા હતા. તેમાંથી 920 કેસો પર સુનાવણી પૂરી કરવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp