લોકોને વોટ નાખતા રોક્યા, નારાજ ગ્રામજનોએ EVM પાણીમાં ફેકી દીધું

PC: businesstoday.in

પશ્ચિમ બંગાળમાં સાતમા અને અંતિમ ચરણના મતદાન દરમિયાન ઘણી જગ્યાએ ઘર્ષણના સમાચાર સામે આવી રહ્યા છે. જયનગર લોકસભા સીટના કુલટાલીમાં વોટ નાખતા રોકવા પર નારાજ ગ્રામજનોએ મતદાન કેન્દ્રથી EVM લઈ જઈને તળાવમાં ફેકી દીધું. આ ઘટના કુલતાલીબે મેરીગંજ નંબર-2 ઝોનના બૂથ નંબર 40 અને 41માં થઈ. આ દરમિયાન ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી, જો કે, ટીમને રસ્તામાં જ રોકી દેવામાં આવી.

આરોપ છે કે રોડ વચ્ચે ઝાડની ડાળીઓ ફેકીને પોલીસની ગાડી રોકી દેવામાં આવી. ભાજપના ઉમેદવાર અશોક કંડારીએ આરોપ લગાવ્યો ક, તૃણમૂલ કોંગ્રેસ (TMC) વિપક્ષી એજન્ટોને બેસવા દઈ રહી નથી. તેમણે ચૂંટણી પંચ અને કેન્દ્રીય બળો પર પણ આંગળી ઉઠાવી. ભાજપે દાવો કર્યો કે, સવારે જ ભાજપ કાર્યકર્તાઓના એક વર્ગને બેસવા પણ ન દીધો. તેમને એ હદ સુધી માર્યા કે તેઓ ઉઠી ન શક્યા. પોલીસ આવી અને કંઇ ન કરી શકી. ગ્રામજનોએ પણ ફરિયાદ કરી કે, તૃણમૂલના સમર્થિત બદમાશોએ તેમને વોટ નાખતા રોક્યા.

આ આખા તણાવ વચ્ચે એક ભાજપના કાર્યકર્તા ઇજાગ્રસ્તની માતાએ જણાવ્યું કે, તેનો પુત્ર આ વખત ભાજપનો બૂથ એજન્ટ બની ગયો છે, પરંતુ જ્યારે તે બૂથમાં બેસવા ગયો તો તેને પકડીને મારવામાં આવ્યો. આ દરમિયાન ઘટનાની જાણકારી મળતા ચૂંટણી અધિકારી ત્યાં પહોંચ્યા. પંચે ઘટનાને ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરી દીધી છે. સવારે 7:00 વાગ્યાથી મતદાન શરૂ થવાનું હતું, પરંતુ મેરીગંજ ઝોન 2ના બૂથ 40 અને 41 પર મતદાન બાધિત થઈ ગયા. ત્યારબાદ વૈકલ્પિક EVM લાવીને ત્યાં મતદાન શરૂ કરાવ્યું.

ઉલ્લેખનીય છે કે, પંચાયત ચૂંટણીમાં રાજ્યની ઘણી જગ્યાઓ પર એવો નજારો જોવા મળ્યો હતો. જ્યાં મતપેટીઓને પાણીમાં ફેંકી દેવામાં આવી હતી. ભાજપના ઉમેદવારે મીડિયાને કહ્યું કે, બૂથ નંબર 40 અને 41 પર એજન્ટોને બેસતા રોકવા પર ગામની મહિલાઓ ભેગી થઈ ગઇ. તેમના ક્લેમ એજન્ટોને બેસવાની મંજૂરી ન આપી, પરંતુ સત્તા પક્ષે રોકી દીધા. તેઓ એજન્ટોને બેસવા દેવા માગતા નથી. એટલે બધી મહિલાઓએ એકજૂથ થઈને EVM પાણીમાં ફેકી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp