Zomatoએ પ્યોર વેજ ગ્રાહકોને ગિફ્ટ આપી તો લોકો ગુસ્સે થયા, તરત નિર્ણય બદલવો પડ્યો

PC: news.jan-manthan.com

જાણીતી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Zomatoએ ગયા મંગળવારે તેના વેજ ગ્રાહકો માટે એક ખાસ સેવાની જાહેરાત કરી હતી. આ વિશેષ સેવા એવા લોકો માટે હતી જે શુદ્ધ શાકાહારી છે. કંપનીના સ્થાપક અને CEO દીપેન્દ્ર ગોયલે આ પ્યોર વેજ મોડ સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી.

આ નવી સેવા વિશે માહિતી આપતાં ગોયલે કહ્યું કે, કંપની ભારતમાં શુદ્ધ શાકાહારી ગ્રાહકો માટે પ્યોર વેજ ફ્લીટ શરૂ કરી રહી છે. આ સાથે, કંપનીના CEOએ તે લોકોનો પણ ઉલ્લેખ કર્યો, કે જેઓ ભારતમાં આ પ્રકારની નવી સેવા પ્રદાન કરવા માંગતા હતા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતી વખતે, દીપેન્દ્ર ગોયલે લખ્યું કે, ભારતમાં વિશ્વમાં સૌથી વધુ શાકાહારી લોકો છે. અમે લોકોના ફીડબેકના આધારે જ આ નવી સેવા શરૂ કરી છે. તેમણે એ પણ જણાવ્યું કે Zomatoના વેજ ગ્રાહકો માટે લાલ રંગના બોક્સને બદલે લીલા રંગના બોક્સનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે, ડિલિવરી બોય માત્ર ગ્રીન શર્ટ પહેરશે. આ ખાવાનું શુદ્ધ શાકાહારી રેસ્ટોરાંમાંથી જ મળશે. આ સાથે તેણે એમ પણ લખ્યું કે, જો આ જાહેરાતનો ખરાબ પ્રતિસાદ મળશે તો અમે તેને પછી બદલી લઈશું.

મંગળવારે ગોયલની ઘોષણા પછી, લોકોની પ્રતિક્રિયા ઝડપથી આવી. ઝોમેટોના આ નિર્ણયનો મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો હતો. ઘણા લોકોએ તો એવું પણ કહ્યું છે કે, આપણે આપણા સમાજને એ ન બતાવવું જોઈએ કે, આજે આપણે વેજ ખાઈએ છીએ કે નોનવેજ. બીજાએ કહ્યું, તો તમારે એવા લોકો માટે પણ ફ્લીટ ચલાવવી જોઈએ, કે જેઓ ડુંગળી અને લસણ નથી ખાતા. આ નિર્ણયથી ઘણા લોકો ગુસ્સે થયા હતા. આવી સ્થિતિમાં, બુધવારે વહેલી સવારે ગોયલે કોઈપણ વિલંબ કર્યા વિના જાહેરાત ને બદલી નાખી.

તેણે એક નવું ટ્વિટ કર્યું. તેમાં લખ્યું હતું, અમારા પ્યોર વેજ ફ્લીટ પર અપડેટ, અમે શાકાહારીઓ માટે આ ફ્લીટ ચાલુ રાખીશું, પરંતુ આ માટે અમે ગ્રીન બોક્સ અને ડિલિવરી પાર્ટનર્સના ગ્રીન ટી-શર્ટનો નિર્ણય પાછો ખેંચી રહ્યા છીએ. અમારા તમામ રાઇડર્સ લાલ રંગના વસ્ત્રો પહેરશે. આનો અર્થ એ છે કે, શાકાહારી ઓર્ડર માટેની ફ્લીટ ઓળખવામાં આવશે નહીં (પરંતુ તે એપ્લિકેશન પર દેખાશે કે, તમારા વેજનો ઓર્ડર ફક્ત શાકાહારી કાફલા દ્વારા જ વહન કરવામાં આવે છે). અમે સમજીએ છીએ કે, અમારા કેટલાક નોન-વેજ ગ્રાહકો તેમના મકાનમાલિકો સાથે મુશ્કેલીમાં આવી શકે છે, અને જો અમારા કારણે આવું થાય તો તે સારી વાત નહીં હોય.

પાછલી રાત્રે આ વિશે વાત કરવા બદલ દરેકનો આભાર. તમે અમને આ રોલઆઉટના પરિણામ વિશે સમજાવ્યું. આ ખૂબ અસરકારક હતું. અમે હંમેશા અહંકાર કે અભિમાન વગર તમારી વાત સાંભળીશું. અમે તમારી સેવા કરવાનું ચાલુ રાખવા માટે આતુર છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp