ઘરે રહી મત ન આપતા લોકો શું જાણે 1 વોટની કિંમત શું છે, કપલ વિદેશથી મત આપવા આવ્યું
આખી દુનિયામાં ભારત દેશ એક મજબૂત લોકશાહીનો દેશ કહેવાય છે. મજબૂત લોકશાહી માટે મતનું શું મહત્વ હોય છે? જો તમારે આ સવાલનો જવાબ જાણવો હોય તો તમારે બિહારના એક ખાસ કપલની વાર્તા જરૂર વાંચવી જોઈએ. બિહારના વૈશાલી જિલ્લાના કુતુબપુર, હાજીપુરના રહેવાસી આશુતોષ અને રીમા કુમારીની વાર્તા ઘણી પ્રેરણા આપે તેવી છે. હકીકતમાં, લોકશાહીના આ મહાન તહેવારની ઉજવણી કરવા માટે, કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં રહેતું આ યુગલ ખાસ કરીને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જ ભારત પરત ફર્યું છે.
વિદેશથી મતદાન કરવા હાજીપુર પહોંચેલા આ દંપતીનું માનવું છે કે, વૈશાલી લોકશાહીની માતા છે અને આવી સ્થિતિમાં દેશને મજબૂત કરવા માટે મતદાન કરવું ખુબ જ જરૂરી છે. આ દંપતીનું કહેવું છે કે, જે રીતે વિદેશમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના દેશને મજબૂત બનાવે છે, એ જ રીતે આપણે પણ આપણા દેશની લોકશાહીના સૌથી મોટા તહેવારમાં પોતાના મતનો ઉપયોગ જરૂર કરવો જોઈએ.
હકીકતમાં, આશુતોષ સિંહ સોફ્ટવેર એન્જિનિયર છે અને તેના પરિવાર સાથે કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં રહે છે. આશુતોષે જણાવ્યું કે, પહેલા તે 19 એપ્રિલે કેલિફોર્નિયાથી દુબઈ થઈને ભારત આવવાનો હતો, પરંતુ ત્યાં ભારે વરસાદ શરૂ થયો હતો. તેથી તે 29મી એપ્રિલે ત્યાંથી ફ્લાઇટ લઈને ભારતમાં પોતાના ઘરે પહોંચ્યો હતો. આશુતોષ અને તેમની પત્ની રીમા કુમારીનું માનવું છે કે, PM મોદીજીએ દેશ-વિદેશમાં ઘણું નામ કમાયું છે. PM નરેન્દ્ર મોદીના કામની ચર્ચા દરેક જગ્યાએ થાય છે. PM નરેન્દ્ર મોદી જ્યારે વિદેશમાં આવે છે ત્યારે એવું લાગે છે કે, જાણે પરિવારનો કોઈ સભ્ય મળવા આવ્યો હોય.
દંપતી જ્યારે મતદાન કરવા તેમના ગામ પહોંચ્યું ત્યારે પરિવારના સભ્યોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આશુતોષના પિતા અવધેશ સિંહ અને માતા સુધા કુમારીનું કહેવું છે કે, વિદેશમાં રહેતા ભારતીય લોકો ફક્ત તહેવારોમાં જ તેમના ઘરે આવે છે. પરંતુ, આ પણ એક મોટો તહેવાર જ છે, જેને ઉજવવા માટે પુત્રવધૂ અને પુત્ર ગામ પહોંચ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp