બેથી વધુ બાળક ધરાવનારને સરકારી નોકરી ન મળી શકે,સુપ્રીમ કોર્ટે રાજ્યના નિર્ણયને..

PC: amarujala.com

સર્વોચ્ચ અદાલતે જાહેર નોકરી મેળવવા માટે રાજસ્થાન સરકારના બે બાળકોની યોગ્યતાના માપદંડને સમર્થન આપ્યું છે અને ચુકાદો આપ્યો છે કે, તે ભેદભાવપૂર્ણ નથી અને બંધારણનું ઉલ્લંઘન કરતું નથી. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, આ જોગવાઈ પાછળ રાજસ્થાન સરકારનો ઉદ્દેશ્ય કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપવાનો છે. ન્યાયમૂર્તિ સૂર્યકાન્ત, દીપાંકર દત્તા અને KV વિશ્વનાથનની બેન્ચે જણાવ્યું હતું કે, સમાન જોગવાઈ (જે પંચાયત ચૂંટણી લડવા માટે યોગ્યતાની શરત તરીકે રજૂ કરવામાં આવી હતી) આ અદાલત દ્વારા 2003માં એક કેસમાં માન્ય રાખવામાં આવી હતી.

સુપ્રિમ કોર્ટે રાજસ્થાન સરકારના એ નિર્ણયને માન્ય રાખ્યો હતો, જેમાં બે બાળકો સરકારી નોકરી માટે યોગ્યતા માપદંડ હતા. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે, રાજસ્થાન સરકારનો આ નિર્ણય ભેદભાવપૂર્ણ નથી અને બંધારણનું ઉલ્લંઘન પણ કરતું નથી.

રાજસ્થાન વિભિન્ન સેવાઓ (સુધારા) નિયમો (2001) બે કરતાં વધુ બાળકો ધરાવતા ઉમેદવારોને સરકારી નોકરી મેળવવાથી અટકાવે છે. સર્વોચ્ચ અદાલતે, બે બાળકના ધોરણને જાળવી રાખતા, ભૂતપૂર્વ સૈનિક રામજી લાલ જાટ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી, જેમણે 2017માં આર્મીમાંથી તેમની નિવૃત્તિ પછી, 25 મે, 2018ના રોજ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલની નોકરી માટે અરજી કરી હતી.

જસ્ટિસ સૂર્યકાન્તની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે, રાજસ્થાન પોલીસ સબઓર્ડિનેટ સર્વિસીસ રૂલ્સ, 1989ના નિયમ 24 (4)માં જણાવાયું છે કે, એક ઉમેદવાર સરકારી નોકરીમાં નિમણૂક માટે લાયક રહેશે નહીં, જેમને 1 જૂન 2002 અથવા તે પછી બે કરતાં વધુ બાળકો હોય. આ નિર્ણય બિન-ભેદભાવપૂર્ણ છે અને બંધારણનું ઉલ્લંઘન કરતું નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ જોગવાઈ પાછળનો હેતુ પરિવાર નિયોજનને પ્રોત્સાહન આપવાનો છે. રાજસ્થાન પોલીસ સબઓર્ડિનેટ સર્વિસ રૂલ્સ 1989ના નિયમ 24(4)ના અંતર્ગત જાટની ઉમેદવારી નકારી કાઢવામાં આવી હતી, કારણ કે તેઓ જૂન 1, 2002 પછી બે કરતાં વધુ બાળકો હોવાને કારણે તે રાજ્ય હેઠળની સરકારી સેવા માટે અયોગ્ય હતા.

31 જાન્યુઆરી, 2017ના રોજ સંરક્ષણ સેવાઓમાંથી નિવૃત્ત થયા પછી, જાટે 25 મે, 2018ના રોજ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલની પોસ્ટ માટે અરજી કરી હતી. રાજસ્થાન પોલીસ સબઓર્ડિનેટ સર્વિસ રૂલ્સ, 1989ના નિયમ 24(4)ના અંતર્ગત તેમની ઉમેદવારી નકારી કાઢવામાં આવી હતી, કારણ કે 1 જૂન 2002 પછી તેમને બે કરતાં વધુ બાળકો હયાત હતા, તેઓ રાજસ્થાન વિવિધ સેવાઓના પદ માટે લાયક ન હતા. નિયમો મુજબ, 1 જૂન 2002ના રોજ અથવા તે પછી બે કરતાં વધુ બાળકો ધરાવતા કોઈપણ ઉમેદવાર સરકારી સેવામાં નિમણૂક માટે પાત્ર રહેશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp