પેટ્રોલ ભરાવતા ભરાવતા ફાટી ગયા 800 લોકોના લાખો રૂપિયાના મેમો, જાણો કેવી રીતે?

PC: sundayguardianlive.com

કદાચ જ એવું કોઈએ વિચાર્યું હશે કે, એક તરફ તમે ગાડીમાં 500 રૂપિયાનું પેટ્રોલ ભરાવી રહ્યા હોવ અને બીજી તરફ કેમેરાની મહેરબાનીથી 10 હજાર રૂપિયાનો મેમો ફાટી જોય, પરંતુ દિલ્હી સરકારના પરિવહન વિભાગની અનોખી પહેલાથી છેલ્લા એક મહિનામાં એવું થયું છે. CCTV કેમેરાની મદદથી પ્રદૂષણ ફેલાવનારી ગાડીઓ પર લગામ કસવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરિવહન વિભાગે રાજધાની દિલ્હીના 4 પેટ્રોલપંપથી એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો.

લોકો પોતાની ગાડીમાં પેટ્રોલ ભરાવે ત્યાં સુધી કેમેરા તેમના નંબર પ્લેટનો ફોટો ખેચી લેતા. નંબર પ્લેટનો ફોટો આવવા સાથે જ ગાડીની કુંડળી પણ ખૂલી જતી અને ખબર પડી જતી કે ગાડીનું પોલ્યુશન અંડર ચેક સર્ટિફિકેટ એટલે કે PUC છે કે નહીં. આ પાયલટ પ્રોજેક્ટ નાના સ્તર પર શરૂ કરવામાં આવ્યો, જેથી સારી રીતે તે અસરકારક હોવાની જાણકારી મળી શકે. એક ન્યૂઝ ચેનલે એ જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો કે દલ્હીના કયા કયા વિસ્તાર એવા છે જ્યાં આ કેમેરાવાળા મેમો ફાડવામાં આવી રહ્યા છે, પરંતુ પરિવહન વિભાગે આ જાણકારી આપવા કે કહેવાની ના પાડી દીધી. તે એટલા માટે કેમ કે એમ કરવાથી લોકો એવા પેટ્રોલ પંપ તરફ નહીં જાય અને નુકસાન પેટ્રોલ પંપ માલિકોનું થઈ જશે.

આ આખી સ્કીમમાં પરિવહન વિભાગનો વધારે ખર્ચ પણ થઈ રહ્યો નથી. કેમેરા તો પેટ્રોલ પંપ પર પહેલાથી હોય જ છે જેના માધ્યમથી નંબર પ્લેટની તસવીરમાં સ્પષ્ટ નજરે પડી જાય છે. આ તસવીરને પેટ્રોલ પંપના સર્વર સિવાય દિલ્હી સરકારના પરિવહન વિભાગના અતિરિક્ત CPUમાં રુટ કરી દેવામાં આવે છે. બાકી કામ કમ્પ્યુટર પોતાની જાતે જ કરી લે છે એટલે કે કોઈ કર્મચારીને પણ લગાવવાની જરૂરિયાત પડતી નથી. સરકારનું એમ કહેવું છે કે પેટ્રોલ પંપની ઓળખ એટલે ગોપનીય રાખવામાં આવી રહી છે જેથી લોકોને એ વાત માટે સજાગ કરી શકાય કે તેમનો મેમો કોઈ અજાણ્યા પેટ્રોલ પંપ પર કપાઈ શકે છે.

પરિવહન વિભાગના અધિકારીઓના કહેવા મુજબ દેશભરમાં એવો પ્રયોગ કરનાર દિલ્હી જ છે. પરિણામ પણ ચોંકાવનારું આવ્યું છે, જ્યારે એક મહિનાની અંદર જ 800 કરતા વધુ મેમો ફાડી દેવામાં આવ્યા. પાયલટ પ્રોજેક્ટ સફળ થયો છે તો હવે દિલ્હી પરિવહન વિભાગે નિર્ણય લીધો છે કે 4 થી વધારીને 25 પેટ્રોલ પંપ પર હવે આ અનોખા મેમો ફાડવામાં આવશે અને એટલું જ નહીં આગામી દિવસોમાં એવા પંપોનો સંખ્યા વધારીને 500 કરવાની યોજના છે જેથી દિલ્હીના કોઈ પણ હિસ્સામાં PUC વિના પહોંચે તો ઓટોમેટિક મેમો ફાટી જાય. દિલ્હીમાં ગાડીઓના માધ્યમથી નીકળતો ધુમાડો વધારા પ્રદૂષણના સૌથી મોટા કારણોમાંથી એક છે. એટલે સરકાર નિયમોનું ઉલ્લંઘન કરનારી ગાડીઓ વિરુદ્ધ પગલાં ઉઠાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp