Ph.D પ્રોફેસર, 4 માસ્ટર ડિગ્રી છે છતા શાકભાજી વેચે છે

PC: ndtv.com

ભલે આપણો દેશ આર્થિક વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. પરંતુ કદાચ યુવાનોને હજુ પણ નોકરીની શોધમાં આમ તેમ ભટકવું પડે છે. તેનું જીવંત ઉદાહરણ 'ડોક્ટર સંદીપ, અમૃતસરના રહેવાસી' છે. PHD અને 4 માસ્ટર્સ ડિગ્રી મેળવ્યા પછી પણ સંદીપ પોતાના માટે યોગ્ય નોકરી મેળવી શક્યો ન હતો. તેથી જ કદાચ તેને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે શેરીઓમાં શાકભાજી વેચવાની ફરજ પડી હતી.

ચાર વિષયોમાં માસ્ટર ડિગ્રી અને કાયદામાં PHD કર્યા પછી, કોઈપણ વ્યક્તિ પોતાને સરકારી કે શાનદાર નોકરીમાં જોવા માંગે છે, પરંતુ તેમ છતાં, જ્યારે તેને નોકરીમાં પરિવારનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની જાય છે, ત્યારે તે વ્યક્તિ કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે. આવું જ કંઈક પંજાબના ડૉ.સંદીપ સિંહ સાથે થયું. જાણકારી માટે તમને જણાવી દઈએ કે, 39 વર્ષીય ડૉ. સંદીપ સિંહ પંજાબી યુનિવર્સિટી, પટિયાલામાં કોન્ટ્રાક્ટ આધારિત પ્રોફેસર હતા. જો કે, સંજોગોને કારણે તેણે પૈસા કમાવવા માટે નોકરી છોડીને શાકભાજી વેચવાનું શરૂ કરવું પડ્યું હતું.

ડૉ. સંદીપ સિંહ પંજાબી યુનિવર્સિટીના કાયદા વિભાગમાં 11 વર્ષ સુધી કરાર આધારિત પ્રોફેસર હતા. તેમણે પંજાબી, પત્રકારત્વ અને રાજકીય વિજ્ઞાન સહિત ચાર માસ્ટર ડિગ્રી સાથે કાયદામાં PHD કર્યું છે અને હજુ પણ તેમનો અભ્યાસ ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પગારમાં કાપ અને અનિયમિત પગાર જેવા અવરોધોનો સામનો કરવાને કારણે ડૉક્ટર સંદીપ સિંહે નોકરી છોડી દીધી. તેણે કહ્યું, 'મારે નોકરી છોડવી પડી, કારણ કે મને મારો પગાર સમયસર ન મળ્યો અને વારંવાર પગારમાં કાપ મૂકવામાં આવ્યો. મારા માટે તે નોકરીમાંથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું, તેથી મેં મારી અને મારા પરિવારનું ભરણપોષણ કરવા માટે શાકભાજી વેચવાનું શરૂ કર્યું.'

તેમની શાકભાજીની ગાડી અને તેના પર 'PHD શાકભાજીવાળો' બોર્ડ સાથે, ડૉ. સંદીપ સિંહ દરરોજ ઘરે-ઘરે શાકભાજી વેચે છે. ઘરે-ઘરે શાકભાજી વેચતા ડો. સંદીપ સિંહ કહે છે કે, શાકભાજી વેચીને તેઓ કોન્ટ્રાક્ટ પરના પ્રોફેસર તરીકે જે વેતન મેળવતા હતા તેના કરતાં વધુ કમાણી કરે છે. શાકભાજી વેચ્યા પછી, તે ઘરે જાય છે અને પછી પરીક્ષાની તૈયારી માટે અભ્યાસ કરે છે. ડૉ.સંદીપ સિંહે ભલે ભણવામાંથી બ્રેક લીધો હોય, પણ તેમણે પોતાનો જુસ્સો છોડ્યો નથી. તે આ ધંધામાંથી પૈસા બચાવીને એક દિવસ પોતાનું ટ્યુશન સેન્ટર ખોલવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp