કર્ણાટક કોટા બિલ પર Phonepeના સંસ્થાપક બોલ્યા-‘શું મારા બાળકો નોકરી લાયક નથી?’

PC: hindi.moneycontrol.com

Phonepeના CEO અને સહ સંસ્થાપક સમીર નિગમે કર્ણાટક સરકારના ખાનગી નોકરી કોટા બિલનો વિરોધ કર્યો છે, જેનું ઉદ્દેશ્ય ખાનગી ક્ષેત્રમાં નોકરીઓનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો સ્થાનિક લોકો માટે અનામત કરવાનું છે. X પર એક પોસ્ટમાં સમીર નિગમે તર્ક આપ્યો કે, આ બિલ તેમના જેવા લોકો માટે અનુચિત હતું, જે પોતાના માતા-પિતાના કામના કારણે ઘણા રાજ્યોમાં રહે છે.

તેમણે X પર લખ્યું કે, ‘હું 46 વર્ષનો છું. હું 15 વર્ષ કરતા વધુ સમય સુધી કોઇ રાજ્યમાં રહ્યો નથી. મારા પિતા નૌકાદળમાં કામ કરતા હતા. તેમને આખા દેશમાં તૈનાત કરવામાં આવ્યા.’ સમીર નિગમે બિલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, શું તેમના બાળકો, જે કર્ણાટકમાં મોટા થયા છે, પોતાના ગૃહ શહેરમાં નોકરી લાયક નથી? એ છતા કે તેમણે આખા દેશમાં રોજગારના અવસર ઉત્પન્ન કર્યા છે.

શું છે કર્ણાટક જોબ કોટા બિલ?

ઉદ્યોગો, કારખાના અને અન્ય પ્રતિષ્ઠાનોમાં સ્થાનિક ઉમેદવારો માટે કર્ણાટક રાજ્ય રોજગાર બિલ 2024, 16 જુલાઇએ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. બિલમાં મેનેજમેન્ટ સ્તરની નોકરીઓમાં 50 ટકા અને નોન મેનેજમેન્ટ સ્તરની નોકરીઓમાં 70 ટકા સ્થાનિક લોકો માટે અનામત કરવું અનિવાર્ય છે. રાજ્ય ઉદ્યોગ મંત્રી MB પાટીલે કહ્યું કે, નીતિનું ઉદ્દેશ્ય ઉદ્યોગોની જરૂરિયાતો પર વિચાર કરતા કન્નડ લોકોના હિતોની રક્ષા કરવાનું છે.

કર્ણાટક જોબ કોટા બિલનો વિરોધ કેમ થઇ રહ્યો છે?

ઉદ્યોગ હિતધારકોનું માનવું છે કે આ બિલના રાજ્યની અર્થવ્યવસ્થા, સ્ટાર્ટઅપ અને IT કંપનીઓ પર દૂરગામી પરિણામ થઇ શકે છે. ઉદ્યોગ સંસ્થા NASSCOMએ કહ્યું કે, પ્રતિબંધોથી સ્ટાર્ટઅપ અને IT કંપનીઓ રાજ્યથી બહાર જઇ શકે છે. જેથી રોકાણ અને નોકરીઓનું નુકસાન થઇ શકે છે. બાયોકૉનના ચેરપર્સન કિરણ મજૂમદાર શૉએ કહ્યું કે, આ બિલ ટેક હબના રૂપમાં રાજ્યની અગ્રણી સ્થિતિને નુકસાન પહોંચાડે છે. સાથે જ તે કુશળ પ્રતિભાની ઉપલબ્ધતાને પણ પ્રભાવિત કરી શકે છે. જ્યારે IT દિગ્ગજો પાસે પાડોશી રાજ્યોમાં સ્થળાંતર કરવા માટે સંસાધન હોય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp