સેનાના અધિકારીઓ માટે આવ્યા ફિટનેસના નવા નિયમ, દોડનું સાંભળીને ઊડી જશે હોશ

PC: indiatoday.in

ભારતીય સેનાના અધિકારીઓનું શારીરિક સ્તર ઘટી રહ્યું છે. જીવન શૈલી સાથે જોડાયેલી બીમારીઓ વધી રહી છે. તેને ધ્યાનમાં લઈને સેનામાં એક નવી પોલિસી લાવવામાં આવી રહી છે. એ હેઠળ જો વધુ વજનવાળા અધિકારી 30 દિવસની અંદર પોતાનામાં કોઈ સુધાર કરતા નથી, તો તેમના પર કાર્યવાહી થઈ શકે છે. માસિક કે ત્રિમાસિક જે ટેસ્ટ્સ કરાવવાની હોય છે તેને વધારી દેવામાં આવી છે અને હવેથી બધાએ એક આર્મી ફિઝિકલ ઍસેસમેન્ટ કાર્ડ (APAC) બનાવવો પડશે. તેનું અપડેટ કરતું રહેવું પડશે.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, બધા કમાન્ડ્સને એન ચિઠ્ઠી મોકલવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે નવી નીતિનું ઉદ્દેશ્ય ટેસ્ટિંગની પ્રક્રિયામાં એકરૂપતા લાવવાનું, અધિકારીઓને શારીરિક રૂપે યોગ્ય અને મોટાપાથી દૂર કરવાનું અને જીવનશૈલી સાથે જોડાયેલી બીમારીઓ ઓછી કરવાનું છે.

શું શું છે નવું?

હાલના માપદંડોમાં દર 3 મહિનામાં 2 ટેસ્ટ્સ આપવાની હોય છે. બેટલ ફિઝિકલ એફિશિએન્સી ટેસ્ટ (BPET) અને ફિઝિકલ પ્રોફિશીએન્સી (PPT). અલગ અલગ શારીરિક ગતિવિધિઓ હોય છે. BPETમાં જવાનો/અધિકારીઓએ ઉંમરના આધાર પર નક્કી સમયની અંદર 5 કિલોમીટરની દોડ, 60 મીટરની દોડ, દોરડા પર લટકવુ, પુશઅપ્સ, ચીન અપ્સ, સીટ અપ્સ અને 100 મીટર સ્પ્રિન્ટ એક્ટિવિટીઝ કરાવવામાં આવી છે.

સ્વિમિંગની ટેસ્ટ માત્ર ત્યાં જ થાય છે જ્યાં પુલ હોય. તેના પરિણામે દર વર્ષે જવાનો/અધિકારીઓનો વાર્ષિક રિપોર્ટ (ACR)માં સામેલ કરવામાં આવે છે, જે કમાન્ડિંગ અધિકારીની દેખરેખમાં થાય છે. નવા દિશા-નિર્દેશો મુજબ બ્રિગેડિયર રેંક સુધીના અધિકારી બોર્ડની અધ્યક્ષતા કરશે. દર 3 મહિનામાં મૂલ્યાંકન થશે. BPET અને PPT સિવાય દર વર્ષે એક સ્વિમિંગ ટેસ્ટ અને દર 6 મહિને 10 કિલોમીટર સ્પીડ માર્ચ અને 32 કિલોમીટર રુટ માર્ચ જોડવામાં આવી છે.

બધા કર્મીઓએ એક શારીરિક ફિટનેસ કાર્ડ રાખવો પડશે અને પ્રોગ્રેસ ટ્રેક કરવા માટે ટેસ્ટના પરિણામ 24 કલાકની અંદર આપવા પડશે. જે લોકો શારીરિક માનાંકો પૂરા કરવામાં સફળ થતા નથી અને વધુ વજનની શ્રેણીમાં આવે છે તેમને પહેલા એક લેખિત પરામર્શ આપવામાં આવશે. પછી 30 દિવસની સુધાર અવધિ આપવામાં આવશે અને 30 દિવસમાં સુધાર ન થયો તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp