26th January selfie contest

કારગિલની આ તસવીરો જે કદાચ આજથી પહેલા નહીં જોઈ હોય

PC: zeenews.india.com

કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિકાસ કાર્યોમાં ઝડપ આવી છે. કારગિલ, દ્રાસ અને લેહના વિસ્તારોમાં સરકાર ટુરિઝ્મ અને સ્પોર્ટસને પ્રોત્સાહન આપવાના સતત પ્રયત્ન કરી રહી છે. એ પ્રયત્નો હેઠળ કેન્દ્રીય પર્યટન અને કલ્ચર મિનિસ્ટર પ્રહલાદ સિંહ પટેલે નેશનલ ટુરિઝ્મ ડેના અવસર પર કારગિલ પહોંચ્યા હતા. આ અવસર પર પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘કારગિલને લઈને દુનિયાની ધારણા હવે બદલાવી જોઈએ. મુનખેબના મૈત્રેયી બૌદ્ધ તમારો વારસો છે. વિશ્વને ખબર પડવી જોઈએ કે કારગિલ યુદ્ધ ભૂમિ નહીં, પરંતુ બુદ્ધ ભૂમિ અને શાંતિ તેમજ પર્યટનની જગ્યા છે.

તેમણે આગળ કહ્યું હતું કે, આજે કારગિલ માટે મોટો દિવસ છે. અહીં દેશના અલગ અલગ રાજ્યોમાંથી આઈસ હોકી ટીમ આવી છે, જેમાં કારગિલ અને લેહની ટીમ પણ ભાગ લઈ રહી છે. આ સ્પર્ધા કારગિલ શહેર વચ્ચે સ્થિત એક સ્ટેડિયમમાં રમવામાં આવી રહી છે. અહીં આવેલા લોકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. કારગિલની આ તસવીરો કદાચ જ તમે આ પહેલા જોઈ હશે. આજે કારગિલના લોકો કલમ 370 હટવાના કારણે ઘણાં ખુશ છે. કેન્દ્ર સરકાર આ વિસ્તારોમાં વિકાસ માટે ઘણી યોજનાઓ લઈને આવી રહી છે, જેથી જલદી જ તસવીરો બદલાઈ જશે.

તેમણે કહ્યું કે, કારગિલના યુવાનો પણ દેશના બાકી યુવાનોની જેમ સારી કૉલેજથી લઈને, સ્પોર્ટસની સારી ફેસિલિટી ઈચ્છે છે, જેથી અભ્યાસ સાથે સાથે રમત-ગમતમાં નામ રોશન કરી શકે. ઉલ્લેખનીય છે કે કારગિલ મોટાભાગે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધના કારણે ઓળખવામાં આવે છે. કારગિલની એજ ટોચ પર પાકિસ્તાની સેના ઘૂસણખોરી કરી બેઠી હતી. ત્યારબાદ ભારતીય સેનાએ દુશ્મનોને તગેડવા અહીં એક મોટું ઓપરેશન ચલાવ્યું હતું, પરંતુ કારગિલની માત્ર એજ ઓળખ નથી.

કારગિલના વિસ્તાર સ્વિટઝરલેન્ડની જેવાં ખૂબ જ સુંદર છે અને અહીં જૂની બુદ્ધમઠ આવી છે, જે શિયાળામાં તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. કારગિલની મૂળબેખ બૌધમઠ લગભગ 1200 વર્ષ જૂની છે અને બામયાનમાં સ્થિત બૌદ્ધ પ્રતિમા બાદ સૌથી ઊંચી બુદ્ધ પ્રતિમા માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2019મા જમ્મુ-કશ્મીર રાજ્યને આપવામાં આવેલા વિશેષ દરજ્જાને સમાપ્ત કરીને તેને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત રાજ્યોમાં વહેંચી દેવામાં આવ્યું હતું.

ત્યારે જમ્મુ કશ્મીરના કેટલાક નેતાઓને નજરકેદ પણ કરવામાં આવ્યા હતા, તો વિપક્ષે હોબાળો પણ મચાવ્યો હતો. જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ફરીથી લાગુ કરવામાં નહીં આવે ત્યાં સુધી ભારતીય ધ્વજ નહીં ઉઠાવે. એ વાત પર રાજકારણ પણ ગરમાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp