સંવિધાનમાં DyCM જેવું પદ જ નથી, હાઇકોર્ટમાં ફાઈલ થઈ રાજસ્થાના બંને DyCM સામે PIL

PC: rajasthantak.com

રાજસ્થાનમાં બે DyCMના શપથ લીધા પછી એક નવી સમસ્યા સામે આવી છે. રાજસ્થાન હાઈકોર્ટમાં શનિવારે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાના DyCM તરીકે શપથ લેવા અંગે જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી.

અરજદારે DyCM પદ માટે લીધેલા શપથને 'ગેરબંધારણીય' ગણાવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારતના બંધારણમાં DyCMના કોઈ પદનો ઉલ્લેખ નથી. આ ભારતના બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. બંધારણમાં DyCM જેવું કોઈ પદ નથી. આ એક રાજકીય પોસ્ટ છે અને તે ગેરબંધારણીય છે. અરજદારે DyCMની નિમણૂક રદ કરવાની અપીલ કરી છે.

રાજસ્થાન હાઈકોર્ટના વકીલ ઓમ પ્રકાશ સોલંકીએ શનિવારે આ અરજી દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે, દિયા કુમારી અને પ્રેમ ચંદ બૈરવાના DyCM તરીકે શપથ ગ્રહણ અને નિમણૂક ગેરબંધારણીય અને કાયદાની વિરુદ્ધ છે. એડવોકેટ ઓમ પ્રકાશ સોલંકીએ પોતાની અરજીમાં રાજ્યપાલ, CM, કેન્દ્ર સરકારના સચિવ, મુખ્ય સચિવ, DyCM દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને પક્ષકાર બનાવ્યા છે.

હાઈકોર્ટના વકીલ સોલંકીએ તેમની અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે, 'ભારતના બંધારણમાં ક્યાંય પણ DyCMનું પદ નથી અને ન તો આ પદ પર નિમણૂકની કોઈ જોગવાઈ છે. બંધારણના અનુચ્છેદ 163 અને 164 હેઠળ, રાજ્યપાલની મંત્રી પરિષદની નિમણૂક ફક્ત CMની ભલામણ પર જ કરવામાં આવે છે. શપથ માત્ર કલમ 163 હેઠળ લેવામાં આવે છે અને આમાં રાજ્યપાલ CM અને તેમના મંત્રીઓને શપથ લેવડાવે છે.'

ઓમ પ્રકાશ સોલંકીએ કહ્યું કે, જો કે, શુક્રવારે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ DyCM તરીકે શપથ લીધા હતા, જ્યારે બંધારણ હેઠળ માત્ર મંત્રીઓ જ શપથ લઈ શકે છે. આવી સ્થિતિમાં DyCMનું પદ કાલ્પનિક છે અને બંને DyCM દ્વારા લીધેલા શપથ ગેરબંધારણીય છે. તેથી, અમે અપીલ કરી છે કે આ બંને પદો અને નિમણૂકોને ગેરબંધારણીય જાહેર કરીને રદ કરવામાં આવે.

સોલંકીએ કહ્યું કે સચિન પાયલટે પણ DyCM પદના નહીં પરંતુ મંત્રી તરીકે શપથ લીધા હતા. આ દરમિયાન રાજસ્થાનના DyCM પ્રેમચંદ બૈરવાએ અગાઉની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું હતું. બૈરવાએ કહ્યું કે, તેમણે કેન્દ્રની યોજનાઓને છેલ્લા માઈલ સુધી લઈ જવાની પ્રતિજ્ઞા લીધી. દયકમ બૈરવાએ કહ્યું કે, કોંગ્રેસ સરકાર નથી ઈચ્છતી કે PM નરેન્દ્ર મોદીનું કામ જનતા સુધી પહોંચે. તેમણે દાવો કર્યો હતો કે, તેમણે ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલી યોજનાઓના નામ બદલ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવી સરકાર યોજનાઓને પાયાના સ્તરે લાગુ કરવાને પ્રાથમિકતા આપશે. DyCM બૈરવાએ અગાઉની સરકાર દરમિયાન દલિતો પર વધી રહેલા અત્યાચાર અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, શુક્રવારે જયપુરમાં આલ્બર્ટ હોલની સામે આયોજિત શપથ ગ્રહણ કાર્યક્રમમાં રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ભજનલાલ શર્માને CM અને દિયા કુમારી-પ્રેમચંદ બૈરવાને DyCM પદના શપથ લેવડાવ્યા હતા. ત્યાર પછી CM અને બંને DyCMએ એક જ દિવસે ચાર્જ સંભાળ્યો હતો. દિયા કુમારીએ શુક્રવારે સાંજે ઔપચારિક પૂજા બાદ સચિવાલય કાર્યાલયમાં ચાર્જ સંભાળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp