ઈન્ડિયન એર ફોર્સનું નામ કેમ બદલવાની તૈયારી થઈ રહી છે?

PC: twitter.com

ઈન્ડિયન એર ફોર્સ(IAF) એટલે કે ભારતીય વાયુ સેનાનું નામ બદલાવવા જઇ રહ્યું છે. જાણવા મળેલી માહિતી મુજબ IAFનું નવું નામ ઈન્ડિયન એર એન્ડ સ્પેસ ફોર્સ કરવા માટેની તજવીજ ચાલી રહી છે.

ઈન્ડિયન એર ફોર્સ એવું ઇચ્છે છે કે, IAFને માત્ર દુનિયાની તાકાતવર સેના જ નહીં, પરંતુ એક વિશ્વાસ પાત્ર એરો સ્પેસ પાવર તરીકે પણ ઓળખવામાં આવે.આના માટે ભારતીય વાયુસેનાએ એક ડોકટ્રીન પણ તૈયાર કર્યું છે. જેનું નામ ‘સ્પેસ વિઝન 2047’ રાખવામાં આવ્યું છે.

એર ફોર્સ ISRO, DRDO, ઇન-સ્પેસ જેવી એજન્સીઓ સાથે મળીને કામ કરશે. આના દ્વારા સ્પેસ ટેક્નોલોજીને આગળ વધારવાનું વાતાવરણ ઉભું કરવામાં આવશે.

ભારતીય વાયુ સેના અત્યારે સ્પેસ કમાન્ડર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જે સંપૂર્ણ ક્ષમતા અને સ્વતંત્ર નિર્ણય લઇ શકે. જેમાં 100 ઉપગ્રહો તરતા હશે. દુશ્મનની હિલચાલ પર નજર રહેશે.

ચીન આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને અંતરિક્ષમાં મિસાઇલ છોડી શકાય તેવું હથિયાર બનાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp