25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યાં છે: PM મોદી

PC: PIB

PM નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના હુગલીના આરામબાગમાં 7,200 કરોડ રૂપિયાની કિંમતની અનેક વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને શિલાન્યાસ કર્યો હતો. આજની વિકાસલક્ષી પરિયોજનાઓ રેલવે, બંદરો, ઓઇલ પાઇપલાઇન, એલપીજી પુરવઠો અને ગંદાપાણીના શુદ્ધિકરણ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલી છે.

PMએ 21મી સદીના ભારતની ઝડપી વૃદ્ધિ અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાના સંકલ્પની નોંધ લીધી હતી. તેમણે યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોનાં સશક્તીકરણની પ્રાથમિકતાઓનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે ગરીબોનાં કલ્યાણ માટે હંમેશા પ્રયાસરત રહ્યાં છીએ અને તેનાં પરિણામો હવે દુનિયાને દેખાય છે. તેમણે એ હકીકત પર ભાર મૂક્યો હતો કે, 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યાં છે, જે સરકારની દિશા, નીતિઓ અને નિર્ણયોની સચ્ચાઈ સૂચવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ બધાનું મુખ્ય કારણ યોગ્ય ઇરાદાઓ છે.

PMએ જણાવ્યું હતું કે, રૂ. 7,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને પશ્ચિમ બંગાળનાં વિકાસ માટે શિલારોપણ કરવામાં આવ્યું છે, જેમાં રેલવે, બંદરો, પેટ્રોલિયમ અને જલ શક્તિનાં ક્ષેત્રો સામેલ છે. PMએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળમાં રેલવેને અન્ય દેશોની જેમ જ આધુનિક બનાવવા આતુર છે. PMએ ઝારગ્રામ-સલગાઝરીને જોડતી ત્રીજી રેલ લાઇનનો ઉલ્લેખ કર્યો હતો, જેનો ઉદ્દેશ રેલવે કનેક્ટિવિટીમાં સુધારો કરવાનો છે, ત્યારે આ વિસ્તારમાં પ્રવાસન અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે રેલવે કનેક્ટિવિટીમાં સુધારો કરવાનો છે. તેમણે સોંડાલિયા – ચંપાપુકુર અને દાનકુની – ભટ્ટાનગર– બાલ્તિકુરી રેલવે લાઇનને બમણી કરવા વિશે પણ વાત કરી હતી. PMએ કોલકાતાનાં શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર માળખાગત સુવિધાને મજબૂત કરવા માટેનાં વિકાસલક્ષી પ્રોજેક્ટ અને રૂ. 1,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં ત્રણ અન્ય પ્રોજેક્ટ વિશે પણ વાત કરી હતી.

હલ્દિયા બરૌની ક્રૂડ પાઇપલાઇનનું ઉદાહરણ આપતા પીએમ મોદીએ કહ્યું, ભારતે દુનિયાને બતાવ્યું કે પર્યાવરણ સાથે સુમેળમાં વિકાસ કેવી રીતે કરી શકાય છે. ક્રૂડ ઓઇલને ચાર રાજ્યો - બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાંથી પાઇપલાઇન મારફતે ત્રણ રિફાઇનરીઓમાં પરિવહન કરવામાં આવે છે, જેના પરિણામે બચત અને પર્યાવરણીય સંરક્ષણ થાય છે. તેમણે કહ્યું કે એલપીજી બોટલિંગ પ્લાન્ટથી 7 રાજ્યોને ફાયદો થશે અને આ વિસ્તારમાં એલપીજીની માંગને પહોંચી વળશે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પણ ઘણા જિલ્લાઓમાં લાખો લોકોને લાભ થશે.

PMએ જણાવ્યું હતું કે, રાજ્યમાં માળખાગત પ્રોજેક્ટની શરૂઆત રોજગારી માટેનાં વિવિધ માર્ગો ખોલે છે. PMએ આ વર્ષે પશ્ચિમ બંગાળમાં રેલવેનાં વિકાસ માટે રૂ. 13,000 કરોડથી વધારેનાં બજેટની ફાળવણી વિશે માહિતી આપી હતી, જે વર્ષ 2014 અગાઉની સરખામણીએ ત્રણ ગણી વધારે છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર રેલવે લાઇનોનાં ઇલેક્ટ્રિફિકેશન, પેસેન્જર સુવિધાઓમાં સુધારો અને રેલવે સ્ટેશનોનાં પુનર્વિકાસને પ્રાથમિકતા આપે છે. છેલ્લાં 10 વર્ષમાં પૂર્ણ થયેલા વિલંબિત પ્રોજેક્ટ્સ પર પ્રકાશ ફેંકતા PMએ જાણકારી આપી હતી કે, પશ્ચિમ બંગાળમાં 3,000 કિલોમીટરથી વધારે રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે, અમૃત સ્ટેશન યોજના હેઠળ તારકેશ્વર રેલવે સ્ટેશનનાં પુનર્વિકાસ, 150થી વધારે નવી ટ્રેન સેવાઓ શરૂ કરવી, સહિત આશરે 100 રેલવે સ્ટેશનોનું પુનઃવિકાસ કરવામાં આવી રહ્યું છે. અને 5 નવી વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp