2014મા ગરીબોની એક સંવેદનશીલ સરકાર સત્તામાં આવી, જેણે તેમની પીડા સમજીઃ PM

PC: PIB

PM નરેન્દ્ર મોદીએ કર્ણાટકનાં માંડ્યામાં મુખ્ય વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં બેંગલુરુ-મૈસુરુ એક્સપ્રેસવેને રાષ્ટ્રને સમર્પિત કરવા અને મૈસુરુ-કુશલનગર 4-લેન હાઇવેનો શિલાન્યાસ સામેલ છે.

જનમેદનીને સંબોધતા PMએ દેવી ભુવનેશ્વરી અને આદિચુંચનાગિરી તથા મેલુકોટેના ગુરુઓને નમન કરીને શરૂઆત કરી હતી. PMએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કર્ણાટકના લોકો વચ્ચે ઉપસ્થિત રહેવાની તક મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી તથા તેમના પર આ આશીર્વાદ વરસાવવા બદલ તમામનો આભાર માન્યો હતો. PMએ ખાસ કરીને માંડ્યાના લોકો દ્વારા સ્વાગત પ્રસંગે ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, તેમનાં આશીર્વાદ મીઠાશમાં ભીંજાયેલા છે. રાજ્યના લોકોના પ્રેમ અને લાગણી પર ભાર મૂકીને PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડબલ એન્જિન ધરાવતી સરકાર ઝડપી વિકાસ સાથે દરેક નાગરિકની માગણીઓ પૂર્ણ કરવા આતુર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે હજારો કરોડનાં મૂલ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ડબલ એન્જિન ધરાવતી સરકાર દ્વારા કર્ણાટકના લોકો પ્રત્યેનાં આ પ્રકારનાં પ્રયાસોનો એક ભાગ છે.

બેંગાલુરુ-મૈસુરુ એક્સપ્રેસવેને લઈને રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી ચર્ચાની નોંધ લઈને PMએ કહ્યું હતું કે, દેશના યુવાનો આ પ્રકારના આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત એક્સપ્રેસવે પર ગર્વની લાગણી અનુભવી રહ્યાં છે. તેમણે માહિતી આપી કે આ એક્સપ્રેસ વેથી મૈસુરુ અને બેંગલુરુ વચ્ચેનો મુસાફરીનો સમય અડધો ઓછો થઈ ગયો છે. તેમણે મૈસૂર-કુશલનગર 4-લેન હાઇવે માટે શિલારોપણ પર પણ પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટ્સ 'સબ કા વિકાસ'ની ભાવનાને વધારશે અને સમૃદ્ધિના દ્વાર ખોલશે. PMએ આ યોજનાઓ માટે કર્ણાટકના લોકોને અભિનંદન આપ્યાં હતાં.

PMએ ભારતમાં માળખાગત વિકાસના સંદર્ભમાં બે મહાન વિભૂતિઓને યાદ કરી હતી. PMએ કહ્યું હતું કે, કર્ણાટકના મહાન સપૂત કૃષ્ણરાજા વાડિયાર અને સર એમ. વિશ્વેશ્વરૈયાએ દેશને એક નવું વિઝન અને શક્તિ આપી. આ મહાનુભાવોએ આપત્તિને અવસરમાં પરિવર્તિત કરી દીધી અને માળખાગત સુવિધાનું મહત્ત્વ સમજ્યું અને વર્તમાન પેઢી તેમના પ્રયાસોનો લાભ લેવા માટે ભાગ્યશાળી છે, એમ PMએ કહ્યું. PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં અત્યાધુનિક માળખાગત પ્રોજેક્ટ્સનો વિકાસ તેમનાં પગલે ચાલીને થઈ રહ્યો છે. PMએ કહ્યું હતું કે, ભારતમાલા અને સાગરમાલા યોજના આજે ભારત અને કર્ણાટકનાં પરિદ્રશ્યની કાયાપલટ કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું હતું, ત્યારે પણ દેશમાં માળખાગત બજેટમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે આ વર્ષનાં બજેટમાં દેશમાં માળખાગત વિકાસ માટે 10 લાખ કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે. સરળતા ઉપરાંત, PMએ ઉમેર્યું હતું કે, માળખાગત સુવિધા રોજગારી, રોકાણ અને આવકની તકો પણ સાથે લાવે છે. તેમણે માહિતી આપી હતી કે, એકલાં કર્ણાટકમાં સરકારે તાજેતરનાં વર્ષોમાં રાજમાર્ગ સાથે સંબંધિત પ્રોજેક્ટ્સમાં 1 લાખ કરોડથી વધારેનું રોકાણ કર્યું છે.

કર્ણાટકનાં મુખ્ય શહેરો તરીકે બેંગલુરુ અને મૈસુરુનાં મહત્ત્વ પર ભાર મૂકીને PMએ કહ્યું હતું કે, ટેક્નૉલોજી અને પરંપરાનાં આ બે કેન્દ્રો વચ્ચેનું જોડાણ ઘણાં દ્રષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે આ બંને શહેરો વચ્ચે મુસાફરી કરતી વખતે લોકો અવારનવાર ભારે ટ્રાફિક અંગે ફરિયાદ કરતા હતા અને તેમણે માહિતી આપી હતી કે એક્સપ્રેસવેથી આ બંને શહેરો વચ્ચેનો સમય ઘટીને દોઢ કલાક થઈ જશે અને આ ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિને વેગ મળશે.

બેંગલુરુ-મૈસુરુ એક્સપ્રેસવે રામનગર અને માંડ્યા જેવાં હેરિટેજ નગરોમાંથી પસાર થાય છે તેની નોંધ લઈને PMએ જણાવ્યું હતું કે, પ્રવાસનની સંભવિતતાને પ્રોત્સાહન મળવાની સાથે-સાથે મા કાવેરીનાં જન્મસ્થળ સુધી પહોંચવાની ક્ષમતા પણ શક્ય બનશે. PMએ ધ્યાન દોર્યું હતું કે, બેંગલુરુ-મેંગલુરુ હાઇવે જે ચોમાસા દરમિયાન હંમેશા ભૂસ્ખલનથી અસરગ્રસ્ત રહ્યો છે, જે આ વિસ્તારમાં બંદર જોડાણને અસર કરે છે, તેને બેંગલુરુ-મેંગલુરુ હાઇવેને પહોળો કરવાથી સંબોધિત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આ ક્ષેત્રના ઉદ્યોગો પણ વધેલી કનેક્ટિવિટી સાથે વિકસિત થવા લાગશે.

PMએ અગાઉની સરકારોના ઉદાસીન અભિગમની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, ગરીબોના વિકાસ માટે ફાળવવામાં આવેલાં મોટા ભાગનાં નાણાંની ચોરી થઈ ગઈ. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2014માં ગરીબોની એક સંવેદનશીલ સરકાર સત્તામાં આવી હતી, જેણે ગરીબ વર્ગોની પીડાને સમજી હતી. સરકારે ગરીબોની સેવા કરવા માટે સતત કામ કર્યું છે અને આવાસ, પાઇપ દ્વારા પાણી, ઉજ્જવલા ગેસ કનેક્શન, વીજળી, રસ્તાઓ, હૉસ્પિટલો અને ગરીબોની તબીબી સારવારની ચિંતામાં ઘટાડો કરવાની અગ્રતા સુનિશ્ચિત કરી છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષમાં સરકારે ગરીબોનાં ઘરઆંગણે જઈને તેમનાં ઈઝ ઑફ લિવિંગ- જીવનને સરળ બનાવવાનું સુનિશ્ચિત કર્યું છે અને મિશન મોડમાં સંતૃપ્તિ હાંસલ થઈ રહી છે.

લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવાના સરકારના અભિગમ પર ભાર મૂકીને PMએ માહિતી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં 3 કરોડથી વધારે ઘરોનું નિર્માણ થયું છે, જેમાંથી કર્ણાટકમાં લાખો મકાનોનું નિર્માણ થયું છે અને 40 લાખ નવાં કુટુંબોને જળ જીવન મિશન હેઠળ પાઇપ મારફતે પાણી મળ્યું છે. PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વર્ષે બજેટમાં અપર ભદ્રા પ્રોજેક્ટ માટે રૂ. 5,300 કરોડની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે દાયકાઓથી અટવાયેલી સિંચાઈ યોજનાઓ પણ ઝડપથી પૂર્ણ થઈ રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકો જે સિંચાઈની સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે, તેનું સમાધાન આ સાથે થશે. કર્ણાટકના ખેડૂતોની નાની-નાની સમસ્યાઓનું સમાધાન કરવા ઉપરાંત PMએ જાણકારી આપી હતી કે, સરકારે PM કિસાન સન્માન નિધિ યોજના મારફતે કર્ણાટકના ખેડૂતોનાં બૅન્ક ખાતાઓમાં 12,000 કરોડ રૂપિયા સીધા હસ્તાંતરિત કર્યા છે, જેમાં માંડ્યા ક્ષેત્રના 2.75 લાખથી વધારે ખેડૂતોને માત્ર કેન્દ્ર સરકાર દ્વારા જ 600 કરોડ પ્રદાન કરવામાં આવ્યા છે. PMએ PM કિસાન સમ્માન નિધિના 6000 રૂપિયાનાં હપ્તામાં 4000 રૂપિયા ઉમેરવા માટે કર્ણાટક સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ડબલ એન્જિન સરકારમાં કિસાનને બમણો લાભ મળી રહ્યો છે.

PMએ જણાવ્યું હતું કે, પાકની અનિશ્ચિતતાને કારણે શેરડીના ખેડૂતોની સુગર મિલોમાં લાંબા સમયથી બાકી નીકળતી રકમ બાકી હતી. PMએ જણાવ્યું હતું કે, ઇથેનોલની રજૂઆતથી આ સમસ્યાનું સમાધાન મહદ્ અંશે થશે. બમ્પર પાકના કિસ્સામાં, વધારાની શેરડી ઇથેનોલનું ઉત્પાદન કરશે જે ખેડૂતો માટે સ્થિર આવકની ખાતરી આપશે. તેમણે માહિતી આપી હતી કે, ગયાં વર્ષે દેશની ખાંડ મિલોએ ઓઇલ કંપનીઓને 20 હજાર કરોડ રૂપિયાનું ઇથેનોલ વેચ્યું છે, જેણે શેરડીના ખેડૂતોને સમયસર ચુકવણી કરવામાં મદદ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2013-14થી અત્યાર સુધીમાં ખાંડની મિલો પાસેથી 70 હજાર કરોડનાં મૂલ્યનાં ઇથેનોલની ખરીદી થઈ છે અને ખેડૂતો સુધી આ નાણાં પહોંચ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, આ વખતનાં બજેટમાં પણ શેરડીનાં ખેડૂતો માટે ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે, જેમ કે ખાંડ સહકારી મંડળીઓ માટે રૂ. 10,000 કરોડની સહાય અને કરવેરામાં છૂટથી આ ખેડૂતોને લાભ થશે.

PMએ ટિપ્પણી કરી હતી કે, ભારત તકોની ભૂમિ છે અને સમગ્ર વિશ્વના લોકો દેશમાં રસ દાખવી રહ્યાં છે. તેમણે માહિતી આપી હતી કે, ભારતને વર્ષ 2022માં વિક્રમજનક વિદેશી રોકાણ મળ્યું હતું અને કર્ણાટકને સૌથી વધુ લાભ થયો હતો, જેને 4 લાખ કરોડથી વધારેનું રોકાણ મળ્યું હતું. PMએ કહ્યું હતું કે, આ વિક્રમી રોકાણ ડબલ એન્જિન ધરાવતી સરકારના પ્રયાસોને પ્રદર્શિત કરે છે. આઇટી ઉપરાંત PMએ જણાવ્યું હતું કે, બાયોટેક્નોલોજી, સંરક્ષણ ઉત્પાદન અને ઇવી ઉત્પાદન જેવા ઉદ્યોગોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ત્યારે એરોસ્પેસ અને સ્પેસ જેવા ઉદ્યોગોમાં અભૂતપૂર્વ રોકાણ જોવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp