PM મોદી બાંગ્લાદેશના PMને મળ્યા તો CM મમતા બેનર્જી નારાજ કેમ થયા?
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મોદી સરકારથી ફરીએકવાર નારાજ જોવા મળી રહ્યા છે. દિલ્હીમાં બાંગ્લાદેશના PM શેખ હસીના સાથે થયેલી દ્વિપક્ષીય બેઠકમાં તીસ્તા મુદ્દે ચર્ચામાં મમતા બેનર્જીને સામેલ ન કરાતા તેઓ PM નરેન્દ્ર મોદીથી નારાજ છે. શેખ હસીના અને PM મોદીએ શનિવારે ફરક્કા કરારના નવીનીકરણ પર ફેસલો લીધો હતો. ફરક્કામાં ગંગાના પાણીની વહેંચણી પર બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ફરક્કા કરાર 2026મા પૂરો થશે.
CM મમતા બેનર્જીએ એવો મુદ્દો ઉઠાવ્યો છે કે વાતચીત દરમિયાન પશ્ચિમ બંગાળને કેમ છોડી દેવામાં આવ્યું. મમતા આના માટે જલદી જ PMને વિરોધ પત્ર મોકલી શકે છે. TMC સાંસદ આગામી સંસદ સત્રમાં પણ આ મુદ્દાને ઉઠાવી શકે છે.
તમને જણાવી દઈએ કે, PM મોદી અને શેખ હસીનાએ સંયુક્ત નિર્ણય લીધો હતો કે, બાંગ્લાદેશ તરફથી તીસ્તા નદીના સંરક્ષણ માટે એક ટેક્નિકલ ટીમ રંગપુર જશે. ભારત ઢાકામાં ડેમ બનાવવા માટે મદદ કરશે. પશ્ચિમ બંગાળના CMનું કહેવું છે કે, અમે બાંગ્લાદેશના વિરોધમાં નથી. ઢાકા સાથે વ્યક્તિગત સંબંધ પણ સારા છે, પરંતુ હું પશ્ચિમ બંગાળની CM છું. મારે બંગાળના હિતોની રક્ષા કરવી છે. તીસ્તા નદી એક છે. તમે બાંગ્લાદેશમાં જળ ભંડાર પર નિર્ણય લઈ રહ્યા છો, પરંતુ પશ્ચિમ બંગાળ સરકારને માહિતી આપ્યા વગર, શું સંઘીય એકતા છે?
તમને જણાવી દઈએ કે શેખ હસીનાએ ટુંકા ગાળામાં ત્રણ વાર પ્રવાસ કર્યો છે. G-20 શિખર સંમેલનમાં મતદાન પહેલા, બાંગ્લાદેશ એક સ્પેશિયલ ઈન્વાઇટ દેશ હતો, જેમાં PM હસીના આવ્યા હતા, પછી તેઓ શપથ ગ્રહણ સમારોહના પૂર્વ સંધ્યા પર મતદાન બાદ આવ્યા હતા અને ત્યાર બાદ આ દ્વિપક્ષીય મુલાકાત થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp