1992મા PM મોદીએ અયોધ્યામાં લીધેલો સંકલ્પ, ફોટોગ્રાફરે સંભળાવી કહાની

PC: aajtak.in

અયોધ્યાના નવનિર્મિત ભવ્ય મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. તેની તૈયારીઓ જોરો પર છે. આ ભવ્ય કાર્યક્રમના આયોજનના સમયે ગર્ભગૃહમાં માત્ર 5 લોકો જ સામેલ હશે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સંઘ પ્રમુખ મોહન ભાગવત અને મંદિરના મુખ્ય પૂજારી ઉપસ્થિત રહેશે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેટલીક જૂની તસવીરો અને તેમના એક સંકલ્પની કહાની પણ સામે આવી છે.

ફોટોગ્રાફર મહેન્દ્ર ત્રિપાઠી બાબરી ઢાંચાની અંદર પોતાનો ફોટો સ્ટૂડિયો ચલાવતા હતા. તેમણે બાબરી ઢાંચાની અંદરના એ તમામ મહત્ત્વના ફોટોગ્રાફ્સ લીધા, જે પછી પુરાવા અને દસ્તાવેજ બની ગયા. આ તસવીરો એટલી મહત્ત્વની બની કે ન માત્ર મહેન્દ્ર ત્રિપાઠી, બાબરી વિધ્વંસ કેસમાં CBIની સાક્ષી રહી, પરંતુ એ જ દરમિયાન ખોદકામની તસવીરોને પણ પુરાવા તરીકે ASIએ રજૂ કરી.

મહેન્દ્ર ત્રિપાઠી કહે છે કે, આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 જાન્યુઆરી 1992ના રોજ રામભક્તના રૂપમાં અયોધ્યા આવ્યા હતા. બાબરી ઢાંચાની અંદર તેમણે મુરલી મનોહર જોશી સાથે રામલલાના દર્શન કર્યા હતા. તેઓ રામલલાની મૂર્તિને કંઈક એવી રીતે ધારી ધારીને જોઈ રહ્યા હતા, જેમ કે કંઈક વાત કરી રહ્યા હોય. તેમને મેં સવાલ કર્યો હતો કે પાછા ક્યારે આવશો? તો તેમણે કહ્યું કે, જ્યારે રામ મંદિરનું નિર્માણ થશે ત્યારે આવીશ.

ત્યારબાદ જ્યારે મંદિરની આધારશિલા રાખવામાં આવી, ત્યારે તેઓ આવ્યા. ત્યારબાદ તેઓ હવે ફરી એક વખત રામભક્તના રૂપમાં આવી રહ્યા છે. આ એક ફિલ્મની સ્ટોરી જેવું છે. જે તેમણે સંકલ્પ લીધો હતો, તે હવે પૂરો થવાનો છે. તેની સાથે જ મંદિર આંદોલનના સમયે જ્યારે અયોધ્યા પૂરી રીતે કર્ફ્યૂમાં બંધ હતી, ત્યારે ઉમા ભારતી મુંડન કરાવીને અયોધ્યા પહોંચ્યા હતા. એ તસવીર પણ અયોધ્યા આંદોલનની કહાની રજૂ કરે છે.

એ સમયની એક તસવીર એવી છે જે શિવસેનાના તત્કાલીન ધારાસભ્ય પવન પાંડેની છે. જ્યારે બાબરીનું વિધ્વંસ થયું તો મીર બાકીનો પથ્થર, જેના પર બાબરીનો ઇતિહાસ લખ્યો હતો, તેને ઉખેડી દીધો. તો આ વાતો બેશક ઇતિહાસ થઈ ગઈ, પરંતુ એક ફોટોગ્રાફરના કેમેરામાં કેદ થયેલી ત્યારની ક્ષણ ખૂબ જ મહત્ત્વની છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તો ખાસ હશે. કેમ કે વર્ષ 1992ની તસવીરોથી લઈને વર્ષ 2024ની શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠાની તસવીર એક ચક્ર પૂરું કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp