નીતિ આયોગની બેઠકમાંથી ગરમ થઈને નીકળી ગયા દીદી, બોલ્યા-‘મને 5 મિનિટ અને બીજાને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 9મી બેઠક ચાલી રહી છે. બેઠકમાં સામેલ થવા પહોંચેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મોટો આરોપ લગાવતા બેઠક વચ્ચે જ છોડીને નીકળી આવ્યા. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે તેમને બોલવાનો અવસર ન આપવામાં આવ્યો અને 5 મિનિટમાં તેમને સ્ટોપ કરી દેવામાં આવ્યા. રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં થઇ રહેલી બેઠકથી નીકળ્યા બાદ મમતા બેનર્જીએ કહ્યું કે, મેં બેઠકનો બહિષ્કાર કર્યો.
તેમણે કહ્યું કે, ચંદ્રબાબુ નાયડુને બોલવા 20 મિનિટ આપવામાં આવી. આસામ, ગોવા, છત્તીસગઢના મુખ્યમંત્રીએ 10-12 મિનિટ સુધી વાત કરી. મને માત્ર 5 મિનિટ બાદ બોલતા રોકી દેવામાં આવી. એ ખોટું છે. વિપક્ષ તરફથી માત્ર હું અહી પ્રતિનિધિત્વ કરી રહી છું અને આ બેઠકમાં એટલે ભાગ લઇ રહી છું કેમ કે સહકારી સંઘવાદને મજબૂત કરવામાં મારી વધારે રુચિ છે. નીતિ આયોગ પાસે કોઇ નાણાકીય શક્તિ નથી. એ કેવી રીતે કામ કરશે? તેને નાણાકીય તાકત આપો કે યોજના આયોગને પાછા લાવો. મેં પોતાનો વિરોધ નોંધાવ્યો અને હું બહાર આવી ગઇ.
મમતા બેનર્જીએ કહ્યું કે, મેં કહ્યું યોજના આયોગને પાછા લાવો. મેં કહ્યું બંગાળને ફંડ આપો અને તમે ભેદભાવ ન કરો. મે કહ્યું કે, જ્યારે કેન્દ્ર સરકાર ચલાવો છો તો બધા રાજ્યોનું વિચારવું જોઇએ. હું સેન્ટ્રલ ફંડ બાબતે બતાવી રહી હતી કે તેને પશ્ચિમ બંગાળને આપવામાં આવી રહ્યું નથી. ત્યાંરે તેમણે મારો માઇક મ્યૂટ કરી દીધો. મેં કહ્યું કે, વિપક્ષથી હું જ બેઠકમાં ભાગ લઇ રહી છું. તમારે ખુશ થવું જોઇએ. તેની જગ્યાએ તમે પોતાની પાર્ટી અને સરકારને વધુ મહત્ત્વ આપી રહ્યા છો. એ ન માત્ર બંગાળનું અપમાન છે, પરંતુ બધી ક્ષેત્રીય પાર્ટીઓનું પણ અપમાન છે. એ તો મારું પણ અપમાન છે.
INDIA ગઠબંધનના ઘણા મુખ્યમંત્રીઓએ આ બેઠકનો બહિષ્કાર કર્યો છે. આ દરમિયાન તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, કેરળના મુખ્યમંત્રી અને CPIM) નેતા પિનરાઇ વિજયન, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને બધા 3 કોંગ્રેસના મુખ્યમંત્રીઓ કર્ણાટકના સિદ્ધારમૈયા, હિમાચલ પ્રદેશના સુખવિંદર સિંહ સુક્ખૂ અને તેલંગાણા મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સહિત ઘણા વિપક્ષી મુખ્યમંત્રીઓએ નીતિ આયોગની મહત્ત્વની બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. એ સિવાય NDAના સહયોગી નીતિશ કુમાર પણ બેઠકમાં પહોંચ્યા નથી અને તેનું કારણ અત્યારે સામે આવ્યું નથી.
નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ભારતને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની ભાગીદારી અને સહયોગના માધ્યમથી ગામો અને શહેરોમાં રહેતી જનતાની ક્વાલિટી ઓફ લાઇફમાં સુધાર લાવવા માટે ડિલિવરી મેકેનિઝ્મ તૈયાર કરવા પર ચર્ચા કરવામાં આવશે. નીતિ આયોગે એક નિવેદનમાં કહ્યું કે, ભારત 5 ટ્રિલિયન ડૉલરની GDP સાથે દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના માર્ગ પર છે અને દેશ 2047 સુધી 30 ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું લક્ષ્ય હાંસલ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp