નાલંદા યુનિવર્સિટી કેમ છે ખાસ? 1600 વર્ષનો ઇતિહાસ, જાણો હવે શું શું મળશે સુવિધા

PC: x.com/narendramodi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના રાજગીરમાં નાલંદા યુનિટીવર્સિટીના નવા પરિસરનું ઉદ્વઘાટન કરી દીધું છે. કેમ્પસના ઉદ્વઘાટન માટે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં એસ. જયશંકર અને 17 દેશના રાજદૂત સામેલ થયા. આવો હવે જાણીએ આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે શું શું સુવિધાઓ મળશે અને આ કેમ્પસમાં શું ખાસ છે. યુનિવર્સિટીનું નવું કેમ્પસ નાલંદાની પ્રાચીન ખંડેરોની નજીક જ છે. નાલંદા એક સમયે દુનિયાનું શિક્ષણ કેન્દ્ર રહેતી હતી. દુનિયાભરના વિદ્યાર્થી અહી રહેતા હતા. લગભગ 800 વર્ષો સુધી આ પ્રાચીન યુનિવર્સિટીએ ન જાણે કેટલાય વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું છે, પરંતુ આક્રમણકારીઓએ તેને તબાહ કરી દીધી.

હવે 815 વર્ષોના લાંબા ઇંતજાર બાદ એ ફરીથી પોતાના જૂના સ્વરૂપમાં ફરી રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. APJ અબ્દુલ કલાંના સપનાઓની નાલંદા યુનિવર્સિટી હવે સાકાર રૂપ લઈ રહી છે. આ યુનિવર્સિટીનો ઇતિહાસ આજ-કાલનો નથી, ખૂબ જૂનો છે. લગભગ 1600 વર્ષ અગાઉ તો એ દુનિયાભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઇ. અહી એક 10 હજારથી વધારે વિદ્યાર્થી ભણે છે. 1500 કરતા વધારે શિક્ષક તેમને ભણાવવાનું કામ કરતા હતા. નાલંદા યુનિવર્સિટીને દુનિયાની પહેલી આવાસીય યુનિવર્સિટી કહેવાય છે.

વિદ્યાર્થીઓને શું શું મળશે સુવિધાઓ?

હવે સૌથી મોટી વાત એ છે કે, આ નાલંદા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની સુવિધાઓ મળશે. નાલંદા યુનિવર્સિટીમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ભૂટાન, કંબોડિયા, ચીન, ઈન્ડોનેશિયા, લાઓસ, મોરીશસ સહિત 17 દેશોની ભાગીદારી છે. એ સિવાય આગામી સેશનમાં P.hdમાં એડમિશન લેવા માટે ઘણા વિદ્યાર્થીઓએ પોતાની અરજી કરી છે. વિદેશી વિદ્યાર્થીઓ માટે નાલંદા યુનિવર્સિટીમાં લગભગ 137 પ્રકારની તો સ્કોલરશીપ રાખવામાં આવી છે.

એટલું જ નહીં ફિલોસોફી, ઇતિહાસ અને મેનેજમેન્ટના અભ્યાસ માટે અલગ અલગ સ્કૂલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. નાલંદા યુનિવર્સિટીમાં 2 અકાદમીક બ્લોક છે. તેમાં લગભગ 40 ક્લાસરૂમ છે. અહી 1900થી વધુ બાળકોની બેસવાની સુવિધાઓ છે. યુનિવર્સિટીમાં 2 ઓડિટોરિયમ પણ બનાવવામાં આવ્યા છે. તેમાં લગભગ 300 સીટો છે. એ સિવાય બીજી સુવિધાઓની વાત કરીએ તો એમ્ફિથિયેટર પણ બનાવવામાં આવ્યું છે.

અહી પણ લગભગ 2000 કરતા વધારે લોકો બેસી શકે છે. વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટી ક્લબ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ બનાવવામાં આવ્યા છે. નાલંદા યુનિવર્સિટીનું કેમ્પસ નેટ ઝીરો કેમ્પસ છે. જો સરળ શબ્દોમાં કહીએ તો અહી પર્યાવરણને અનુકૂળ એક્ટિવિટી અને અભ્યાસ થશે. કેમ્પસમાં પાણીની પણ ખૂબ સારી સુવિધાઓ છે. પાણીને રી-સાઇકલ કરવા માટે પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે, તેમાં ઘણી બધી સુવિધાઓ તો પર્યાવરણના હિસાબની જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp