રામ મંદિર મામલે PM મોદીએ મંત્રીઓને એવી સલાહ આપી કે જે ભગવાન રામને પણ ગમશે
અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને નિવેદનબાજીન લઈને સાવચેત રહેવા કહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠકમાં મંગળવારે મંત્રીઓને નિવેદનબાજીથી બચવાના નિર્દેશ આપ્યા અને કહ્યું કે પ્રભુ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને સાવધાન રહો. તેમણે સ્પષ્ટ રૂપે કહ્યું કે, આસ્થા દેખાડો, પણ અગ્રેશન નહીં. કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને નિર્દેશ આપ્યા કે બધા નિવેદનબાજીથી બચે અને મર્યાદાનો ખ્યાલ રાખે.
તેમણે કહ્યું કે, પોત પોતાના ક્ષેત્રમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન કોઈ પણ પ્રકારની ગરબડી ન થાય, તેનું ધ્યાન રાખો. પોતાના વિસ્તારના લોકોને 22 જાન્યુઆરી બાદ રામલલાના દર્શન કરાવવા લાવો. વધુમાં વધુ લોકોને પ્રભુ શ્રીરામના આશીર્વાદ અપાવો. આ અગાઉ મોદી સરકારની કેન્દ્રીય મંત્રી મંડળે અયોધ્યા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ કરવાના પ્રસ્તાવને શુક્રવારે મંજૂરી આપી દીધી હતી.
એ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી મંત્રી મંડળની બેઠકમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બર 2023ના રોજ એરપોર્ટનું ઉદ્વઘાટન કર્યું હતું. એક સત્તાવાર નિવેદન મુજબ એરપોર્ટનું મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ’ નામ મહર્ષિ વાલ્મીકિને શ્રદ્ધાંજલિ આપે છે, જેમણે રામાયણ મહાકાવ્યની રચના કરી હતી. આ નામથી એરપોર્ટની ઓળખમાં એક સાંસ્કૃતિક ભાવ પણ જોડાઈ ગયો છે.
અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ થવાની છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે શુભ મુહૂર્તની ક્ષણ 84 સેકન્ડની છે જે 12 વાગીને 29 મિનિટ 8 સેકન્ડથી 12 વાગીને 30 મિનિટ 32 સેકન્ડ સુધી હશે. ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે થશે. આ દરમિયાન ગર્ભ ગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય 4 લોકો ઉપસ્થિત રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp