15-20 વર્ષ જૂના વાહનો ભંગારમાં જશે, નવી વ્હીકલ સ્ક્રેપ પોલિસીની જાણો તમામ વિગત

PC: indiatoday.in

PM મોદીએ આજે નેશનલ ઓટોમોબાઈલ સ્ક્રેપિંગ પોલીસીને લોન્ચ કરી દીધી છે. PM મોદીએ આ અંગે વાત કરતા કહ્યું હતું કે, કેવી રીતે સ્ક્રેપિંગ પોલિસી ભારત માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, તેમાં ન માત્ર ઓટો અને મેટલ ઈન્ડ્સ્ટ્રીને બુસ્ટ મળશે પરંતુ કામદારોને પણ ઘણો ફાયદો થશે. પીએમ મોદીએ દેશા યુવાનો અને સ્ટાર્ટ અપને આ પ્રોગ્રામની સાથે જોડાવાનું પણ આહવાન કર્યું છે.

PM મોદીએ કહ્યું છે કે છેલ્લા વર્ષે આશરે 23 હજાર કરોડ રૂપિયાનું સ્ક્રેપ સ્ટીલ ભારતે આયાત કરવું પડ્યું હતું. ભારતમાં જે સ્ક્રેપિંગ અત્યાર સુધી થતું હતું તે પ્રોડક્ટીવ નહીં હતું, જેનાથી ન તો બરાબર એનર્જી રિકવરી થતી હતી. કિંમતી મેટલ રિકવરી હાલના સમયમાં નથી થઈ શકતી, તેવામાં સાયન્ટીફીક ટેકનોલોજી પર આધારિત સ્ક્રેપિંગથી ફાયદો થશે. નેશનલ સ્ક્રેપિંગ પોલિસીને લોન્ચ કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે તેનાથી આત્મનિર્ભર ભારતને પણ મજબૂતી મળશે. તેમણે કહ્યું કે ઓટો મેન્યુફેક્ચરીંગ સાથે જોડાયેલી વેલ્યુ ચેન માટે ઓછામાં ઓછું ઈમ્પોર્ટ પર નિર્ભર રહેવાની જરૂર છે.

તેવામાં કંપનીઓની પાસે આવનારા 25 વર્ષોનો આખો રોડમેપ હોવો જોઈએ. જૂની પ્રેક્ટિસને બદલવી પડશે અને આવું કરવામાં સરકાર તરફથી ઓટોમોબાઈલ કંપનીઓને દરેક સંભવિત મદદ કરશે. નવી પોલિસી હેઠળ સ્ક્રેપિંગ સર્ટિફિકેટ દેખાડવા પર નવી ગાડી ખરીદતી વખતે 5 ટકાની છૂટ આપવામાં આવશે. ગાડી સ્ક્રેપ કરાવવા પર કિંમતના 4-6 ટકા માલિકને આપવા પડશે. તેની સાથે જ નવી ગાડીના રજીસ્ટ્રેશન વખતે રજીસ્ટ્રેશન ફી માફ કરી દેવામાં આવશે.

નવી સ્ક્રેપ પોલિસી હેઠળ નવી ગાડી લેવા પર રોડ ટેક્સમાં 3 વર્ષ માટે 25 ટકા સુધીની છૂટ આપવાની પણ વાત કરવામાં આવી છે. રાજ્ય સરકારો પ્રાઈવેટ ગાડીઓ પર 25 ટકા અને કમર્શિયલ ગાડીઓ પર 15 ટકાની છૂટ આપી શકે છે. નવી સ્ક્રેપ પોલિસીમાં ડિઝલ અને પેટ્રોલના પ્રાઈવેટ વાહનો માટે 20 વર્ષ સુધી ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. 20 વર્ષથી અધિકર જૂના પ્રાઈવેટ વેહીકલ જો ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં ફેઈલ થાય છે અથવા રજીસ્ટ્રેશન સર્ટિફેકેટ રિન્યુ નથી કરાવતા તો 1 જૂન 2024થી જાતે જ રજીસ્ટ્રેશન ખતમ થઈ જશે.

ફિટનેસમાં ફેઈલ થવા પર ગાડી સ્ક્રેપમાં જશે. જોકે પ્રાઈવેટ વેહીકલને સુધાર કરવાની એક તક આપવામાં આવશે. તેના પછી પણ જો તે ફિટનેસ ટેસ્ટમાં ફેઈલ થાય છે તો ગાડી સ્ક્રેપ કરવી પડશે. 1 એપ્રિલ 2023થી 15 વર્ષ જૂના કમર્શિયલ વાહનોનું રજીસ્ટ્રેશન ખતમ થઈ જશે. નવી પોલિસીમાં વિન્ટેજ કારનો સમાવશે નહીં થાય. આ પોલિસીના દાયરામાં 20 વર્ષથી વધારે લગભગ 51 લાખ લાઈટ મોટર વાહન અને 15 વર્ષથી વધુ જૂના 34 લાખ અન્ય એલએમવી આવશે. તેના હેઠળ 15 લાખ મીડિયમ અને હેવી મોટર પણ આવશે જે 15 વર્ષથી જૂના છે અને હાલમાં તેમની પાસે સર્ટિફિકેટ નથી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp