અયોધ્યામાં મીરા માંઝીએ પીવડાવેલી ચા, હવે PM મોદીએ મોકલી ગિફ્ટ્સ, ચિઠ્ઠી લખીને...
અયોધ્યા એરપોર્ટ સહિત તમામ પ્રોજેક્ટ્સનું ઉદ્વઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત દિવસોમાં અયોધ્યા ગયા હતા. અહી તેમણે મહિલા મીરા માંઝીના ઘરની અચાનક મુલાકાત લીધી હતી, જ્યાં મહિલાએ તેમને ચા પીવાડી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીરાને ચિઠ્ઠી લખતા કેટલીક ગિફ્ટ્સ મોકલી છે. તેમણે કહ્યું કે ચા પીયને ખૂબ ખુશી થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીરા માંઝી અને તેમના પરિવારને ગિફ્ટ્સ મોકલી છે, તેમાં ચા સેટ, ડ્રોઈંગ બુક, કલર્સ અને અન્ય વસ્તુ સામેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિઠ્ઠીના માધ્યમથી નવા વર્ષની શુભેચ્છા આપતા લખ્યું કે, પ્રભુ શ્રીરામની પાવન નાગરી અયોધ્યામાં તમે અને તમારા પરિવારના સભ્યો સાથે મુલાકાત અને તમારા દ્વારા બનાવવામાં આવેલી ચા પીયને ખૂબ ખુશી થઈ. અયોધ્યા આવ્યા બાદ મેં ઘણી ચેનલો પર તમારું ઇન્ટરવ્યૂ જોયું. તેમાં તમારો અને પરિવારના અન્ય સભ્યોનો આત્મવિશ્વાસ અને જેટલા સરળ અને સહજ ઢંગે તમે લોકોએ પોતાના અનુભવો શેર કર્યા, એ જોઈને સારું લાગ્યું.
તેમને કહ્યું કે, તમારા જેવા મારા કરોડો પરિવારજનોના ચહેરાનું હાસ્ય જ મારી પૂંજી છે. સૌથી મોટો સંતોષ છે જે મને દેશ માટે ખૂબ કાર્ય કરવાની નવી ઉર્જા આપે છે. મીરાને લખેલી ચિઠ્ઠીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે, તમારો ઉજ્જવલા યોજનાના 10 કરોડમાં લાભાર્થી બનવાનો એક આંકડો જ નથી, પરંતુ હું તેને કરોડો દેશવાસીઓના મોટા મોટા સપના અને સંકલ્પો પૂરા થવાની એક કડીના રૂપમાં જોઉ છું.
મને પૂરો વિશ્વાસ છે કે અમૃતકાળમાં તમારા જેવા આકાંક્ષાથી પરિપૂર્ણ કરોડો દેશવાસીઓની જીવટતા અને ઉત્સાહ એક ભવ્ય અને વિકસિત ભારતના નિર્માણના અમારા લક્ષ્યને સિદ્ધ કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે. બાળકોને પ્રેમ અને પરિવારના સારા સ્વસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યની કામના સહિત.’
મીરા માંઝીના ઘરે ચા પીવા અને વાતચીત કરવાનો વીડિયો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X અકાઉન્ટ પર શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે અયોધ્યામાં ઉજ્જવલા યોજનાના 10 કરોડમાં લાભાર્થી બહેન મીરાજીના ઘરે તેમના પરિવારજનો સાથે ‘ચાય પે ચર્ચા’ થઈ. આ દરમિયાન જાણીને મનને ખૂબ સંતોષ થયો કે કેવી રીતે સરકારી યોજનાઓથી આખા પરિવારનું જીવન સરળ થયું છે.
મીરના હાથની ચા પીધા બાદ વડાપ્રધાને વખાણ કરતા કહ્યું હતું કે ચા ખૂબ સારી બનાવી છે અને હું ચાવાળો છું એટલે ખબર છે કે ચા કેવી બને છે. તો વાતચીત દરમિયાન મીરાએ જણાવ્યું કે, તેમને સરકાર તરફથી તમામ યોજનાઓનો લાભ મળ્યો છે. મીરાએ વડાપ્રધાન મોદીને જવાબ આપ્યો કે મને નિઃશુલ્ક ગેસ અને આવાસ મળી ગયા છે. તે બોલી પહેલા મારું કાચું ઘર હતું, હવે પાકુ થઈ ચૂક્યું છે. તમે ઘરે આવ્યા એટલે ખૂબ ખુશી થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp