PM નરેન્દ્ર મોદી પાસે કેટલા જોડી છે કપડાં?થઈ ગયો ખુલાસો,
પોતાના પહેરવેશને લઈને મોટા ભાગે વિપક્ષના નિશાન પર રહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમના રાજનીતિક કરિયરમાં તેમના પર સૌથી મોટો આરોપ એવો હતો કે 250 જોડી કપડાં છે. આ આરોપ કોંગ્રેસ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ લગાવ્યો હતો અને તેમણે એક જનસભામાં તેનો જવાબ આપ્યો હતો. મોદીએ કહ્યું, ‘મેં લોકોને પૂછ્યું કે શું તેઓ એવા મુખ્યમંત્રી ઈચ્છે છે, જેમણે 250 કરોડ રૂપિયા ચોર્યા હોય, કે એવા મુખ્યમંત્રી જેમની પાસે 250 જોડી કપડાં હોય.
ગુજરાતના લોકોએ એક સ્વરમાં જવાબ આપ્યો હતો કે 250 જોડી કપડાવાળા મુખ્યમંત્રી સારા રહેશે. ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં પોતાના કાર્યકાળ દરમિયાનની ઘટનાને યાદ કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમણે એક જનસભામાં ચૌધરીના આરોપોને સ્વીકારી લીધા હતા, પરંતુ પૂર્વ મુખ્યમંત્રીના આંકડા ખોટા બતાવ્યા હતા. મોદીએ કહ્યું કે, એ દિવસે મારી એક જનસભા હતી, જ્યાં મેં કહ્યું કે, હું આ આરોપોને સ્વીકારું છું, પણ તેમાં અથવા તો (250માંથી) શૂન્ય ખોટો છે કે સંખ્યા બે ખોટી છે. છતા હું આરોપ સ્વીકારું છું.
છેલ્લા એક દશકમાં વિપક્ષે વડાપ્રધાનના પહેરવેશને લઈને નિંદા કરી છે. હાલમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીના કપડાઓને લઈને કટાક્ષ કરતા દાવો કર્યો હતો કે, તેઓ દર મહિને 1.6 લાખ રૂપિયાની સેલેરી લે છે, પરંતુ મોંઘા વસ્ત્ર પહેરે છે. જ્યારે વડાપ્રધાનને બ્રાંડ મોદી બાબતે પૂછવામાં આવ્યું, તેમણે કહ્યું કે, મને ખબર નથી કે બ્રાન્ડ શું છે અને એ કેવી રીતે કામ કરે છે. લોકો મોદીના જીવન અને તેમના કામને જુએ છે.
એક વ્યક્તિ જેણે 13 વર્ષ સુધી એક રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં અને 10 વર્ષ સુધી વડાપ્રધાનના રૂપમાં કામ કર્યું હોય અને તેમના 100 વર્ષના માતા પોતાનો અંતિમ દિવસ સરકારી હૉસ્પિટલમાં વિતાવે છે તો એ દેશને બ્રાન્ડની જરૂરિયાત નથી. દેશ સમજી શકે છે કે મારું જીવન કંઈક અલગ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp