હું પણ Deepfakeનો ભોગ બન્યો છું, આ અશાંતિ અને અરાજકતા ફેલાવશે: PM મોદી

PC: facebook.com/narendramodi

ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના આ યુગમાં કોઈપણ ચિત્ર, વીડિયોયો અને ઑડિયોને મેન્યુપ્લેટ અથવા છેડછાડ કરીને બિલકુલ અલગ બનાવી શકાય છે. તાજેતકમાં AI બેઝ્ડ ટૂલ્સનો ઉપયોગ કરીને બોલિવુડ અભિનેત્રી રશ્મિકા મંદાનાનો Deepfakeનો વીડિયો વાયરલ થયો ત્યારે બધા ચોંકી ઉઠ્યા હતા.

હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે Deepfake અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે Deepfake સમાજમાં ભારે અશાંતિ પેદા કરી શકે છે. PM મોદીએ કહ્યું કે એક લાઇનનો ફેરફાર પણ હંગામો મચાવી શકે છે. તેમણે કહ્યું કે AI દ્વારા બનાવવામાં આવેલા ફોટોગ્રાફ્સ અથવા વીડિયોમાં સ્પષ્ટ ડિસ્કલેમર હોવું જોઈએ કે આ ડીપફેકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, લોકો અને મીડિયાએ Deepfake અંગે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે.તેમણે કહ્યું કે, હું બાળપણથી ગરબા ન રમ્યા હોવા છતાં મારો ગરબા કરતો વીડિયો જોયો હતો અને તે ખૂબ જ વાસ્તવિક લાગતો હતો.

ગયા મહિને સૌશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગરબા કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.એક વ્યકિત કેટલીક મહિલાઓ સાથે ગરબા રમી રહ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે નવરાત્રમાં ગરબા રમતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ વીડિયો છે. ટ્વિટર પર આ વીડિયો જબરદસ્ત વાયરલ થયો હતો. જો કે આ વીડિયોમાં ગરબા રમતા PM મોદી નહોતા, પરંતુ અભિનેતા વિકાસ મહંતેનો વીડિયો હતો.

થોડા દિવસો પહેલા રશ્મિકા મંદાનાના Deepfake વીડિયોએ ભારે હંગામો મચી ગયો હતો. એ પછી ટાઇગર-3ની કેટરીના કૈફની ફેક ફોટો અને તાજેતરમાં સચિન તેંદુલકરની પુત્રી સારા અને શુભમન ગિલનો મોર્ફ કરેલો ફોટો વાયરલ થયો હતો.પહેલાં પણ Deepfakeનો પ્રયોગ થતો રહેતો હતો, પરંતુ AI પછી આવા કિસ્સા વધવા માંડ્યા છે.

Deepfake એટલે શું તે તમને સમજાવીએ. આજકાલ, ટેક્નોલોજી અને AIની મદદથી, કોઈપણ ચિત્ર, વીડિયો અને ઑડિયો સાથે છેડછાડ કરીને તેને સંપૂર્ણપણે અલગ બનાવી શકાય છે. ઉદાહરણ તરીકે, કોઈ નેતા, અભિનેતા અથવા સેલિબ્રિટીના ભાષણને પસંદ કરી શકાય છે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સંપૂર્ણપણે બદલી શકાય છે. પરંતુ સાંભળનાર અને જોનાર વ્યક્તિ તેને સાચું માની લેશે. આને Deepfake કહેવામાં આવે છે.

પહેલા ફોટોશોપ અને અન્ય સાધનોની મદદથી લોકોના ફોટા મોર્ફ કરવામાં આવતા હતા, પરંતુ, Deepfakeમાં નકલી વીડિયોને એટલી નજીકથી એડિટ કરવામાં આવે છે કે તે વાસ્તવિક દેખાવા લાગે છે. આ માટે, તે વ્યક્તિના ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટા અને વીડિયો દ્વારા એક અલ્ગોરિધમને ટ્રેઇન કરવામાં આવે છે, જેને ડીપ લર્નિંગ કહેવામાં આવે છે. આ પછી, બીજા વિડિયોમાં આ અલ્ગોરિધમની મદદથી કોઈપણ એક ભાગને મોર્ફ કરવામાં આવે છે. તેની મદદથી એડિટ કરવામાં આવેલ વિડિયો સંપૂર્ણ રીતે વાસ્તવિક લાગે છે.આ માટે વોઈસ ક્લોનિંગનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp