PM મોદીએ ‘મન કી બાત’માં વિદેશ જઇને લગ્ન કરનારાઓ માટે શું કહ્યું?, ભારતને નુકશાન

PC: abplive.com

પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમના પોતાના 107માં એપિસોડમાં 26/11ના હુમલામાં જીવ ગુમાવનાર લોકોને શ્રધ્ધાંજલી આપી હતી. PMએ સાથે વિદેશ જઇને ડેસ્ટિનેશન વેડીંગ કરનારા લોકો સામે પણ નિશાન સાધ્યું હતું. તેમણે પ્રોજેક્ટ સુરતના વખાણ કર્યા હતા.

પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને બંધારણ દિવસની પણ શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે અપણે આજનો દિવસ 26 નવેમ્બર ક્યારેય ભૂલી શકીશું નહીં. આ દિવસે જ દેશમાં સૌથી જઘન્ય આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ મુંબઈ અને સમગ્ર દેશને ભયભીત કરી દીધો હતો, પરંતુ તે ભારતની તાકાત છે કે આપણે તે હુમલામાંથી બહાર આવ્યા અને હવે પૂરી હિંમતથી આતંકવાદને કચડી રહ્યા છીએ. હું મુંબઈ હુમલામાં જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતીય ઉત્પાદનો પ્રત્યેની આ લાગણી માત્ર તહેવારો સુધી મર્યાદિત ન હોવી જોઈએ. લગ્નની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. કેટલાક વેપારી સંગઠનોનું અનુમાન છે કે લગ્નની આ સિઝનમાં લગભગ 5 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થઈ શકે છે. લગ્ન સંબંધિત ખરીદીઓમાં પણ, તમે બધા ભારતમા બનેલા ઉત્પાદનોને મહત્ત્વ આપો. અને હા, લગ્નનો વિષય નિકળ્યો છે તો ત્યારે એક વાત મને ઘણા સમયથી પીડા આપી રહી છે.હું મારા દિલની વેદના મારા પરિવારના સભ્યોને નહીં કહું તો કોને કહીશ?

વડા પ્રધાને કહ્યું કે જરા વિચારો, આ દિવસોમાં કેટલાક પરિવારો માટે વિદેશ જઈને લગ્ન કરવા માટે નવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. શું આ જરૂરી છે? જો આપણે ભારતની ધરતી પર, ભારતના લોકો વચ્ચે લગ્ન ઉજવીએ તો દેશનો પૈસો દેશમાં જ રહેશે. તમારા લગ્નમાં દેશની જનતાને થોડી સેવા કરવાની તક મળશે, નાના ગરીબ લોકો પણ તેમના બાળકોને તમારા લગ્ન વિશે જણાવશે. તેમણે ‘વોકલ ફોર લોકલ’નો પણ ઉલ્લેખ કર્યો હતો. 

'મન કી બાત'માં સ્વચ્છ ભારત અભિયાનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેનાથી સ્વચ્છતા અને જાહેર સ્વચ્છતા અંગે લોકોની વિચારસરણી બદલાઈ ગઈ છે. આજે આ પહેલ રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક બની ગઈ છે, જેણે કરોડો દેશવાસીઓનું જીવન સુધાર્યું છે. આ અભિયાને જીવનના વિવિધ ક્ષેત્રના લોકોને, ખાસ કરીને યુવાનોને સામૂહિક ભાગીદારી માટે પણ પ્રેરણા આપી છે. તેમણે સુરતમાં સ્વચ્છતા માટે યુવાનોના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો.

PM મોદીએ કહ્યું, સુરતમાં પ્રશંસનીય પ્રયાસ જોવા મળ્યો છે. યુવાનોની ટીમે પ્રોજેક્ટ સુરતની શરૂઆત કરી છે તેનો ઉદ્દેશ્ય સુરતને એક મોડેલ સિટી બનાવવાનો છે જે સ્વચ્છતા અને ટકાઉ વિકાસનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp