રાહુલ ગાંધીના ગળે મળવા પર પહેલીવાર બોલ્યા PM મોદી, જાણો શું કહ્યું

PC: LStv

સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ આપ્યા બાદ PM નરેન્દ્ર મોદીની સીટ પર જઈને તેમને ગળે મળ્યા હતા. ઘણા લોકોએ રાહુલના આ વર્તનની પ્રસંશા કરી તો ઘણાએ રાહુલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી. ત્યારે હવે આ અંગે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તે સમયે તો PM મોદીએ આ અંગે કઈ નહોતું કહ્યું, પરંતુ હવે એક ઇન્ટરવ્યુ દરમિયાન PM મોદીએ આ અંગે જવાબ આપ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીની ગળે મળનારી હરકતને ચાઇલ્ડિસ એક્ટ કહી હતી. તેમણે કહ્યું હતું કે, એ તો તમારે નક્કી કરવાનું છે કે આ બચકાની હરકત હતી કે નહીં. જો તમે નિર્ણય લેવામાં અસમર્થ હોવ તો તમે તેમની આંખ મારનારી હરકત જુઓ તમને તેનો જવાબ મળી જશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના સહયોગી JDSના કર્ણાટક અધ્યક્ષે પણ રાહુલ ગાંધી વિશે આવું જ કંઇક કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp