'ઘર બનાવવું, બાળકોના લગ્ન અને..', PM મોદીએ બતાવી મધ્યમ વર્ગની 3 જરૂરિયાતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે, વર્તમાનમાં દેશનો દરેક ગરીબ મોદીની ગેરંટી પર વિશ્વાસ કરે છે. એ તો કંઇ પણ નથી, પર અત્યારે હજુ આગળ જવાનું છે. રાઈઝિંગ ભારત સમિટમાં પહોંચેલા વડાપ્રધાન મોદીએ દેશના મધ્યમ વર્ગને લઈને પોતાની વાત રાખી હતી. તેમણે કહ્યું કે, મધ્યમ વર્ગ મુશ્કેલીઓથી લડીને હવે આગળ આવી ગયો છે. મધ્યમ વર્ગ સામે ટેક્સની જંજાળ હતી. દરેક નાના કામ માટે તેઓ સરકારી ઓફિસની ચક્કર લગાવતા હતા. જીવનના દરેક દાયરામાં સમસ્યા જ સમસ્યા હતી.

પહેલું ઘર બનાવવું, બીજું બાળકોના લગ્ન કરવા અને ત્રીજું એ કે તેમની નોકરી લાગી જાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જે લોકો પાસે બેંક ખાતું ખોલવાની ગેરંટી માગવામાં આવી હતી, મોદીએ એ બધા લોકોની ગેરંટી લીધી અને તેના કારણે મુદ્રા યોજના અસ્તિત્વમાં આવી. અમારી પાસે ગરીબ યુવાઓ માટે 30 લાખ કરોડ રૂપિયા છે. આજે મોદીની ગેરંટીનો સકારાત્મક પ્રભાવ છે. તેના માટે કોઈ જાહેરાતની જરૂરિયાત નથી. આ એ ગેરંટી છે, જે મોદીએ ગરીબો પાસેથી લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મધ્યમ વર્ગને ગત સરકારે નજરઅંદાજ કર્યો. છેલ્લા 10 વર્ષોમાં અમે ઘણું બધુ બદલી દીધું છે. આજે 7 લાખની આવક કર મુક્ત છે. પહેલા 2 લાખની આવક કર યોગ્ય હતી. અમે હોમ લોનના વ્યાજ દરો ઓછા કરી દીધા છે. છેલ્લા 10 વર્ષોમાં રોજ 2 નવી કૉલેજ અને દર અઠવાડિયે એક યુનિવર્સિટી બનાવી છે. ગરીબોએ પોતાના ભાગ્યને પ્રભાવિત કર્યું છે અને જીવનના દરેક પગલે મુશ્કેલીઓ સહન કરવી પડી છે. મેં આ જીવન જીવ્યું છે. તેમણે આગળ કહ્યું કે, અમારી દરેક યોજના ગરીબોની જરૂરિયાત પૂરી કરે છે. જેમને કોઈએ ન પૂછ્યા, તેમને મોદીએ પૂજ્યા છે (જેમની કોઈએ ચિંતા ન કરે, એ જ મોદીના પૂજનીય છે).

તેમણે આગળ કહ્યું કે, સરકારી ઓફિસ સેવના કેન્દ્ર બની ગઇ છે. પહેલા ઓફિસ પાવર સેન્ટર બની ગયા હતા. દરેક કામ માટે સરકારી ઓફિસ બની ગઇ. સરકારની વધારે ખરીદી ઓનલાઇન થાય છે. 2G ખરીદ પર કેટલો મોટો કૌભાંડ થયો હતો. સરકારી કર્મચારી, કોંગ્રેસ5 સાંસદોના ઘરથી નોટોના ઢગ નીકળી રહ્યા છે. ચારેય તરફ બોખલાટ નજરે પડે છે. અગાઉ એક PMએ કહ્યું હતું કે, દિલ્હીથી 1 રૂપિયો મોકલું છું તો 15 પૈસા લોકો સુધી પહોંચે છે. પૈસા તો નીકળતા હતા, પરંતુ લોકો સુધી પહોંચતા નહોતા. જો પહેલાવાળી સમસ્યા થતી તો 27-28 લાખ કરોડ ગરીબો સુધી પહોંચતા જ નહીં.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.