PM ઉભા હતા, RO બેઠા હતા, જાણો કેમ ઉમેદવાર સામે રિટર્નિંગ ઓફિસર ઉભા નથી રહેતા?

PC: tv9hindi.com

PM નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યું. PM નરેન્દ્ર મોદી ત્રીજી વખત વારાણસીથી લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે.

આ પહેલા PM નરેન્દ્ર મોદીએ દશાશ્વમેધ ઘાટ પર કાલ ભૈરવના દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી. PM નરેન્દ્ર મોદી જ્યારે નોમિનેશન ભરવા આવ્યા ત્યારે તેમની સાથે ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને CM યોગી આદિત્યનાથ સહિત ઘણા મોટા નેતાઓ પણ હાજર હતા.

પરંતુ શું તમે આ તસવીર પર ધ્યાન આપ્યું કે, ઉમેદવારી પત્ર ભરતી વખતે PM મોદી ઉભા હતા, પરંતુ રિટર્નિંગ ઓફિસર ખુરશી પર બેઠા હતા. જોકે, માત્ર PM નરેન્દ્ર મોદી જ નહીં, પરંતુ કોઈપણ ઉમેદવાર હોય રિટર્નિંગ ઓફિસર ખુરસી પર બેઠેલા જ રહે છે. ખરેખર, આ એક પ્રોટોકોલ હોય છે. નોમિનેશન ભરવા માટે ગમે તેટલો મોટો નેતા પણ કેમ ન આવે પણ રિટર્નિંગ ઓફિસર તેમના સન્માનમાં ઊભા થઇ શકતા નથી.

ચૂંટણી દરમિયાન રિટર્નિંગ ઓફિસર જે તે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી હોય છે અને ઉમેદવાર તરીકે નોમિનેશન ભરવા આવેલી કોઈપણ વ્યક્તિ, ભલે તે PM કેમ ન હોય, તેથી રિટર્નિંગ ઓફિસર ખુરસી પર બેઠેલા રહે છે.

રિટર્નિંગ ઓફિસર એકમાત્ર 'કાનૂની સત્તા' છે અને તેમને કોઈ આદેશ આપી શકે નહીં. પ્રોટોકોલને કારણે, રિટર્નિંગ ઓફિસર નોમિનેશન પ્રક્રિયા દરમિયાન તેમની ખુરશી પર બેઠા રહે છે.

આ બરાબર એ જ રીતે થાય છે, જે રીતે કોર્ટમાં થાય છે. કોર્ટમાં ગમે તેટલો મોટો નેતા કે મંત્રી તેની તારીખ દરમિયાન હાજર હોય તો પણ, ન્યાયાધીશ પોતાની ખુરશી પરથી ઉભા થતા નથી. એ જ રીતે રિટર્નિંગ ઓફિસર પણ ઉમેદવારના નોમિનેશન સમયે ક્યારેય ઊભા થતા નથી.

જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 21 અને 22 હેઠળ, ચૂંટણી પંચ દરેક બેઠક માટે એક રિટર્નિંગ ઓફિસર અને એક મદદનીશ રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરે છે.

રિટર્નિંગ ઓફિસર એ અધિકારી છે, જે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવાથી લઈને પરિણામ જાહેર થયા પછી વિજેતા ઉમેદવારને પ્રમાણપત્ર આપવા સુધીની દરેક બાબતો માટે જવાબદાર હોય છે.

સામાન્ય રીતે તમામ રિટર્નિંગ ઓફિસર કલેક્ટર અથવા મેજિસ્ટ્રેટ હોય છે. તે રિટર્નિંગ ઓફિસર છે જે સ્પર્ધક ઉમેદવારોને ચૂંટણી પ્રતીકો ફાળવે છે, તેમના સોગંદનામા પ્રકાશિત કરે છે, મતદાન માટે EVM અને VVPAT તૈયાર કરાવે છે, મતોની ગણતરી કરાવે છે અને પરિણામો જાહેર કરે છે.

એકંદરે, તે રિટર્નિંગ ઓફિસર જ હોય છે, જેની મદદથી ચૂંટણી પંચ સારી રીતે ચૂંટણી યોજવામાં સક્ષમ છે. તેમની નિમણૂક ત્રણ વર્ષ માટે કરવામાં આવે છે.

ચૂંટણી સમયે રિટર્નિંગ ઓફિસર પાસે ખૂબ જ શક્તિશાળી સત્તા હોય છે. તેમની સમક્ષ સવારે 11 થી લઈને બપોરે 3 વાગ્યા સુધી જ નામાંકન પત્ર દાખલ કરી શકાય છે. રિટર્નિંગ ઓફિસર સવારે 11 વાગ્યા પહેલા અને બપોરે 3 વાગ્યા પછી કોઈપણ ઉમેદવારનું નોમિનેશન લેતા નથી.

વારાણસી લોકસભા સીટ માટે છેલ્લા તબક્કામાં 1 જૂને મતદાન થશે. PM નરેન્દ્ર મોદીએ 2014માં પહેલીવાર વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી હતી. ત્યારે તેમની સામે આમ આદમી પાર્ટીના વડા CM અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના અજય રાય હતા. તે ચૂંટણીમાં CM કેજરીવાલને 2.09 લાખ અને અજય રાયને 75 હજાર વોટ મળ્યા હતા.

ત્યાર પછી, 2019માં, PM નરેન્દ્ર મોદીએ અહીંથી બીજી વખત ચૂંટણી લડી. ત્યારે તેમને 6.74 લાખથી વધુ વોટ મળ્યા. સમાજવાદી પાર્ટીની શાલિની યાદવ 1.95 લાખ મતો સાથે બીજા સ્થાને રહ્યા હતા. કોંગ્રેસના અજય રાયને 1.52 લાખ મત મળ્યા હતા.

આ વખતે PM નરેન્દ્ર મોદી અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે ફરી એકવાર PM નરેન્દ્ર મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે. માયાવતીની BSPએ અતહર જમાલ લારીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp