PM મોદીએ જણાવ્યું- કન્યાકુમારીની સાધનાથી શું સંકલ્પ લઈને નીકળ્યા છે

PC: rajasthan.ndtv.in

અંતિમ ચરણના મતદાન અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારીમાં મૌન સાધના કરવા નીકળી ગયા હતા. હવે તેમણે એક લેખ લખીને જણાવ્યું કે સાધના બાદ તેમણે દેશ માટે શું સંકલ્પ લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ પાસેથી જૂના વિચાર અને માન્યતાઓનું પુનર્મૂલ્યાંકન અને વ્યવસાયી નિરાશાવાદીઓના દબાવથી સમાજને મુક્ત’ કરવાનું આહ્વાન કરતા કહ્યું કે, ભારતની વસ્તીના શતાબ્દી વર્ષના 25 વર્ષોમાં વિકસિત ભારતનો પાયો નિશ્ચિત રાખવો જોઈએ.

તેમણે લેખમાં કહ્યું કે, 21મી સદીનું વિશ્વ, અનેક આશાઓ સાથે ભારતને જોઈ રહ્યું છે અને વૈશ્વિક પરિદૃશ્યમાં આગળ વધવા માટે આપણે ઘણા બદલાવ કરવા પડશે. આપણે સુધારના સંબંધમાં પોતાના પારંપરિક વિચારને પણ બદલવાની જરૂરિયાત છે. ભારત સુધારાઓને માત્ર આર્થિક સુધારાઓ સુધી સીમિત નહીં રાખી શકે. વડાપ્રધાને આ લેખ 1 જૂને કન્યાકુમારીથી દિલ્હીની હવાઈ યાત્રા દરમિયાન લખ્યો હતો. લોકસભાની ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા બાદ તેઓ 30 મેના રોજ આધ્યાત્મિક પ્રવાસ પર કન્યાકુમારી પહોંચ્યા હતા.

વડાપ્રધાન મોદીએ લોકોને જીવનના દરેક પહેલુમાં સુધારની આશામાં આગળ વધવાનું આહ્વાન કર્યું હતું. સોમવારે ઘણા અખબારોમાં પ્રકાશિત લેખમાં મોદીએ કહ્યું કે, ભારતના સુધાર વર્ષ 2047 સુધી ‘વિકસિત ભારત’ની આશંકાઓના રૂપમાં જોવા જોઈએ. સુધાર કોઈ પણ દેશ માટે ક્યારેય પણ એક આયામી પ્રક્રિયા નહીં હોય શકે. એટલે મેં દેશ માટે રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફૉર્મ (સુધાર, નિષ્પાદન અને પરિવર્તન)નો દૃષ્ટિકોણ રાખ્યો છે. સુધારાની જવાબદારી નેતૃત્વની છે. તેના આધાર પર આપણી નોકરશાહી કામ કરે છે અને જ્યારે લોકો જનભાગીદારીની ભાવના સાથે જોડાય છે તો આપણે બદલાવ થતા જોઈએ છીએ.

આ લેખ લોકસભાની ચૂંટણીની મતગણતરીના એક દિવસ અગાઉ પ્રકાશિત થયો છે. અંતિમ ચરણના મતદાન બાદ એક્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભાજપ ભારે બહુમત સાથે ફરીથી સત્તામાં આવી રહી છે અને મોદી સતત ત્રીજી વખત દેશની સત્તા સંભાળશે. ફરીથી સત્તામાં આવવા પર પોતાની સરકારના એજન્ડાની સ્પષ્ટ રૂપરેખા પ્રસ્તુત કરતા તેમણે કહ્યું કે, આપણે પોતાના દેશને વિકસિત ભારત બનાવવા માટે ઉત્કૃષ્ટતાના મૂળ સિદ્ધાંત બનાવવા જોઈએ.

આપણે બધી ચાર દિશાઓ એટલે કે સ્પીડ, સ્કેલ, સ્કોપ અને સ્ટાન્ડર્ડમાં તેજીથી કામ કરવાની જરૂરિયાત છે. વિનિર્માણ સાથે સાથે આપણે ગુણવત્તા પર પણ ધ્યાન આપવું જોઈએ અને ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ (શૂન્ય દોષ, શૂન્ય પ્રભાવ)ના મંત્રનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે, એક રાષ્ટ્રના રૂપમાં આપણે જૂના વિચાર અને વિશ્વાસોનું પુનર્મૂલ્યાંકન કરવાની પણ આવશ્યકતા છે. આપણે પોતાના સમાજને વ્યવસાયી નિરાશાવાદીઓના દબાવથી મુક્ત કરવાની જરૂરિયાત છે. આપણે યાદ રાખવું જોઈએ કે નકારાત્મકતાથી મુક્તિ સફળતા પ્રાપ્ત કરવાની દિશામાં પહેલું પગલું છે. સફળતા સકારાત્મકતાના ખોળામાં ખીલે છે.

વડાપ્રધાન મોદીએ કન્યાકુમારીમાં સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવેલા સ્મારક રોક મેમોરિયલમાં ધ્યાન લગાવ્યું હતું. મોદીએ કહ્યું કે, ભારતનું શાસન મોડલ દુનિયા બહારના ઘણા દેશો માટે એક ઉદાહરણ બની ગયું છે કેમ કે માત્ર 10 વર્ષોમાં 25 કરોડ લોકો ગરીબીથી બહાર નીકળ્યા છે જે પોતાની જાતમાં અભૂતપૂર્વ છે. આજે વિશ્વ સ્તર પર જન હિતેચ્છુ સુશાસન, આકાંક્ષી જિલ્લા અને આકાંક્ષી બ્લોક જેવી અભિનવ પ્રથાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.

તેમણે દાવો કર્યો કે, તેમની સરકારના પ્રયાસોએ સમાજના અંતિમ પદ પર ઉભા વ્યક્તિઓની પ્રાથમિકતા આપીને દુનિયાને પ્રેરિત કરી છે. ડિજિટલ ઈન્ડિયા અભિયાન હવે આખી દુનિયા માટે એક ઉદાહરણ છે જે એ દેખાડે છે કે લોકો ગરીબોને સશક્ત બનાવવા, પારદર્શિતા લાવવા અને પોતાના અધિકારો સુનિશ્ચિત કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે. તેમણે કહ્યું કે, સસ્તો ડેટા ગરીબોને સૂચના અને સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરીને સામાજિક સમાન્યતાનું સાધન બની રહ્યા છે.

આખી દુનિયા ટેક્નોલોજીના લોકતાંત્રિકરણને જોઈ રહી છે અને તેની સ્ટડી કરી રહી છે અને પ્રમુખ વૈશ્વિક સંસ્થા ઘણા દેશોને આપણા મોડલથી મુખ્ય વસ્તુઓને આપવાની સલાહ આપી રહી છે. આજે ભારતની પ્રગતિ અને ઉત્થાન ન માત્ર ભારત માટે એક મહત્ત્વપૂર્ણ અવસર છે, પરંતુ દુનિયાભરમાં આપણા બધા પાર્ટનર દેશો માટે પણ એક ઐતિહાસિક અવસર છે. G20ની સફળતા બાદ દુનિયા ભારત માટે મોટી ભૂમિકાની કલ્પના કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp