અમેરિકન મીડિયાને PM મોદીનો સણસણતો જવાબ, કહ્યું- અહીં બધા ધર્મના લોકો ખુશ છે

PC: facebook.com/narendramodi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી છે, ભારત-પાકિસ્તાન, ભારત-ચીન વચ્ચેના સંબધો વિશે પણ તેમણે જણાવ્યું છે. અમેકિન મીડિયાએ સવાલ કર્યો હતો કે ભારતમાં લઘુમતી સાથે ભેદભાવ થાય છે? જેના જવાબમાં પ્રધાનમંત્રીએ સણસણતો જવાબ આપ્યો હતો કે ભારતમાં બધા ધર્મના લોકો ખુશ છે.

અમેરિકાના ન્યૂઝ મેગેઝીન ન્યૂઝવીકને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભારતમાં લઘુમતી સાથે ભેદભાવને લઇને સવાલ પુછવામાં આવ્યો હતો.જેના જવાબમાં PM મોદીએ કહ્યું કે, ભારતમાં બધા ધર્મના લોકો ખુશ છે અને સંપન્ન થઇ રહ્યા છે. પછી ભલે તે મુસ્લિમ હોય, બૌદ્ધ હોય, ખ્રિસ્તી હોય, શીખ હોય કે પારસી હોય. તેમણે આગળ કહ્યું કે, કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ પોતાના દાયરાની બહારના લોકોને મળવાની તસ્દી લેતા નથી.

PM મોદીએકહ્યું કે, જ્યારે યોજના અને ઇનોવેશનની વાત આવે છે, ત્યારે સરકાર અલગ અભિગમ સાથે કામ કરે છે. આ યોજનાઓ કોઈ ચોક્કસ સમુદાય અથવા કોઈપણ સ્થળ સુધી મર્યાદિત હોતી નથી. તે તમામ લોકો માટે ઉપલબ્ધ છે. આ એવી રીતે બનાવવામાં આવ્યા છે કે કોઈની સાથે ભેદભાવ ન કરી શકાય. તેમણે કહ્યું કે, સરકારે ઘર, શૌચાલય, પાણી કનેક્શન, ગેસ સિલિન્ડર અને આરોગ્ય વીમા યોજના સમાજ અને ધર્મની પરવા કર્યા વગર બધા લોકો સુધી પહોંચાડી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે શાંતિપૂર્ણ સંબંધ આખા ક્ષેત્ર અને દુનિયા માટે જરૂરી છે. તેમણે કહ્યું કે એના માટે સકારાત્મક પ્રયાસો કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સરહદો પર લાંબા સમયથી ચાલી રહેલી સ્થિતિ પર તાત્કાલિક ચર્ચા કરવાની જરૂરત છે, જેથી મતભેદો ખતમ કરી શકાય.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાકિસ્તાન સાથેના ભારતના સંબંધ વિશે પણ સવાલ પુછવામાં આવ્યો હતો. PM મોદીએ પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, ભારત હમેં આતંક અને હિંસાથી મૂક્ત માહોલમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધીને વધારવાના સમર્થનમાં રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને જેલમાં મોકલવાના સવાલ પર PM મોદીએ કહ્યું કે, એ પાકિસ્તાનના આંતરિક મામલો છે, જેની પર હું ટીપ્પણી નહીં કરું.

ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ રામ મંદિર પર પણ વાત કરી, તેમણે કહ્યું કે, ભગવાન શ્રી રામનું નામ અમારી રાષ્ટ્રીય ચેતનામાં નોંધાયેલું છે. તેમના જીવને અમારી સભ્યતામાં વિચારોમાં અને મૂલ્યોની રૂપરેખા નક્કી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp