પ્રશાંત કિશોર એમ શા માટે બોલ્યા કે- હું ભાજપનો ઝંડો લઇને ફરીશ જો તમે...

PC: indiatoday.in

બિહારમાં પોતાની અલગ રાજનીતિ શરૂ કરવાનો પ્રયત્ન કરવામાં લાગેલા પ્રશાંત કિશોર સતત જમીન પર જનતા વચ્ચે પોતાનું અભિયાન ચલાવી રહ્યા છે. તેમની તરફથી ક્યારેક વર્તમાન મહાગઠબંધન સરકારને આડે હાથ લેવામાં આવે છે તો ક્યારેક કેન્દ્ર સરકાર પર પણ તેઓ પ્રહાર કરી રહ્યા છે. હવે આ અનુસંધાને બિહારના વિકાસને લઇને પ્રશાંત કિશોરે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. તેમણે ભાર આપીને કહ્યું કે, બિહારના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક વખત પણ બેઠક બોલાવવામાં આવી નથી.

પ્રશાંત કિશોરે કહ્યું કે, તમે કહી દો, જો મોદીજીએ બિહારના વિકાસ માટે એક બેઠક પણ કરી હોય, તો હું ભાજપનો ઝંડો લઇને ફરવા માટે તૈયાર છું. અહીં ઉપસ્થિત ઘણા લોકોએ ભાજપને વોટ આપ્યો હતો, અમે પણ વર્ષ 2014માં ભાજપ માટે કામ કર્યું હતું. જ્યારે પણ કોઇ ઉત્તરપ્રદેશ-બિહારમાં મોદીજીનું નામ પણ જાણતું નહોતું, ત્યારે અમે મોદીજીનું અભિયાન ચલાવ્યું. 9 વર્ષથી મોદીજી દેશના વડાપ્રધાન છે, પરંતુ બિહાર માટે કેટલું કામ થયું છે એ બધાને ખબર છે.

પ્રશાંત કિશોરે કહ્યું કે, મારો ખુલ્લો દાવો છે કે મોદીજીએ બિહારને લઇને છેલ્લા 9 વર્ષમાં એક પણ બેઠક કરી હોય તો હું ભાજપનો ઝંડો લઇને ફરવા માટે તૈયાર છું. બિહારે 40માંથી 39 સાંસદ મોદીજીને જીતીને મોકલ્યા છે અને આપણાં લોકોને વિકાસ માટે એક બેઠક પણ નસીબ થઇ નથી. ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોર બિહારમાં જન સુરાજ પદયાત્રા કાઢી રહ્યા છે. આ યાત્રાને હવે 110 દિવસ પૂરા થઇ ચૂક્યા છે. બિહારના ઘણા જિલ્લાઓથી થઇને નીકળેલી આ યાત્રા દરમિયાન પ્રશાંત કિશોરે એક તરફ જનતાના મુદ્દાઓને ઉઠાવ્યા તો ઘણી વખત મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પણ નિશાનો સાધ્યો.

ક્યારેક કહ્યું કે, નીતિશ કુમાર કોઇને સગા નથી, તો ક્યારેક કહ્યું કે, દિલ્હીમાં નેતાઓને મળવાથી કોઇ વડાપ્રધાન બની જતા નથી. તેમણે કહ્યું કે, માર્ચ 2022માં વડાપ્રધાન નીતિશ કુમાર મને દિલ્હીમાં મળ્યા હતા, જ્યાં લાંબી વાતચીત થઇ હતી. તેના પર પ્રશાંત કિશોરે કહ્યું કે નીતિશ કુમાર મહાગઠબંધનમાં એટલે સામેલ થયા કેમ કે તેમને ક્યાંક ડર અને વિશ્વાસ બંને હતા કે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીમાં ભાજપ જીતી જશે. હવે આ જ અનુસંધાને તેમની તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇને સવાલ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp