PM મોદીનો 70મો જન્મદિનઃ 17 વર્ષની વયે ગૃહત્યાગ, જાણો અત થી ઇતિ...

PC: twitter.com

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિન છે. સ્વભાવે કડક પણ અંદરથી મૃદુ એવા નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદે બીજી ટર્મ ચાલી રહી છે. તેમના બોલ્ડ નિર્ણયો આજે પણ લોકો યાદ કરે છે. તેમને જેટલા રાજકીય મિત્રો છે તેટલા રાજકીય દુશ્મનો પણ છે. નેગેટીવ પબ્લિસિટી લેવામાં માહિર એવા નરેન્દ્ર મોદીને આજે વિશ્વના તમામ દેશોમાં લોકો જાણે છે.બહું ઓછા લોકો જાણે છે કે મોદીનું હુલામણું નામ એનડી હતું, તેઓ ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યાં છે. ઇન્દિરા ગાંધીએ જ્યારે કટોકટી લાદી હતી ત્યારે તેઓ ભૂગર્ભમાં રહ્યાં હતા. આ સમયે તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેઓ ધાર્મિક છે અને બાળપણથી જ મહાદેવના મંદિરે જતા હતા. તેમણે 17 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો હતો. તે સમયે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં રહી ચૂક્યાં છે.

પ્રાથમિક પરિચય:

નરેન્દ્ર દામોદરદાસ મોદી

પાર્ટી: ભારતીય જનતા પાર્ટી

મત વિસ્તાર: વારાણસી

જન્મ: 17મી સપ્ટેમ્બર, 1950, વડનગર, જિલ્લો-મહેસાણા

વ્યવસાય: સમાજસેવા

રાષ્ટ્રીયતા: ભારતીય

ધર્મ: હિન્દુ

ફેમિલી:

પિતા – સ્વ.દામોદરદાસ મુલચંદ મોદી

માતા – હિરાબહેન

ભાઇ – સોમાભાઇ, અમૃતભાઇ, પ્રહલાદભાઇ, પંકજભાઇ

બહેન – વાંસતીબહેન 

અભ્યાસ:

માસ્ટર ડીગ્રી ઇન પોલિટીકલ સાયન્સ, ગુજરાત યુનિવર્સિટી (1968), યુનિવર્સિટી ઓફ દિલ્હીમાં સ્કૂલ ઓફ ઓપન લર્નિંગ (1978)

સ્લોગન – સૌનો સાથ સૌનો વિકાસ

સ્વપ્ન – હિન્દુસ્તાન થકી વિશ્વના દેશોનો વિકાસ

કમિટમેન્ટ –ઉંચા સપના જોવા અને તેને સમયબદ્ધ પુરાં કરવા

સંસદીય કારકિર્દી:

10મી વિધાનસભાના સભ્ય, 2002 (પેટા ચૂંટણી રાજકોટ-2 મત વિભાગ)

11મી વિધાનસભાના સભ્ય 2002-0007 (મણિનગર મત વિસ્તાર)

12મી વિધાનસભાના સભ્ય 2007-2012 (મણિનગર મત વિસ્તાર)

13મી વિધાનસભાના સભ્ય 2012-2017 (મણિનગર મત વિસ્તાર)

લોકસભાના સભ્ય 2014-2019 (વારાણસી મતવિસ્તાર)

લોકસભાના સભ્ય 2019 થી ચાલુ... (વારાણસી મતવિસ્તાર)

મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય:

10મી વિધાનસભા: 7મી ઓક્ટોબર 2001 થી 21મી ડિસેમ્બર 2002 સુધી 11મી વિધાનસભા: 22મી ડિસેમ્બર 2002 થી 22મી ડિસેમ્બર 2007 સુધી 12મી વિધાનસભા: 23મી ડિસેમ્બર 2007 થી 20 ડિસેમ્બર 2012 સુધી

13મી વિધાનસભા:  20 ડિસેમ્બર 2012 થી 22 મે 2014

ભારતના વડાપ્રધાન:

પ્રથમ ટર્મ --- 26 મે 2014 થી 30 મે 2019

બીજી ટર્મ --- 30 મે 2019 થી ચાલુ....

સક્રિય ભૂમિકા ભજવી:

1972 – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા

1974 – નવનિર્માણ આંદોલન અને એન્ટી કરપ્શન મુવમેન્ટમાં સક્રિય

1975 – લોક સંઘર્ષ સમિતિ, ગુજરાતના જનરલ સેક્રેટરી

1984 – આરએસએસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ડેપ્યુટ કરાયા

1988 – ગુજરાત ભાજપના જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત, પાર્ટીના રાષ્ટ્રીય નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીની સોમનાથ થી અયોધ્યાની રથયાત્રાનું નેતૃત્વ, ડો. મુરલી મનોહર જોષીની કન્યા કુમારી થી કાશ્મિરની એકતા યાત્રાની આગેવાની લીધી

1989-1995 – ભાજપ ચૂંટણી કેમ્પેઇનનો ચાર્જ, 1995માં ભાજપને બહુમતિ સાથે વિજયી બનાવવામાં ભાગીદારી

2001 – 7મી સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રીપદે વરણી

2002 – પેટા ચૂંટણીમાં રાજકોટમાંથી વિજયી બન્યા.

2002 - વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપને 127 બેઠકો અપાવી

2007- વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 117 બેઠકો અપાવી

2012 - વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 115 બેઠકો અપાવી

2014 – લોકસભામાં એનડીએની સરકારની રચના કરી

2019 – લોકસભામાં બીજીવાર વિક્રમી બહુમતિથી સરકાર બનાવી

મુખ્યમંત્રીની ખાસિયત:

સોશ્યલ નેટવર્કિંગનો વિશાળ ઉપયોગ કરે છે જેમાં બ્લોગ, ટ્વિટર, ફેસબુક, યુ-ટ્યુબ, વિડિયો કોન્ફરન્સિંગ, ગુગલ હેન્ગઆઉટનો સમાવેશ થાય છે. ભારતમાં પ્રથમવાર 2012ની ચૂંટણીમાં થ્રી-ડી માધ્યમથી ચૂંટણી પ્રચાર. સ્વામી વિવેકાનંદના વિચારો સાથે ગુજરાત સહિત યુવા ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપવાની તમન્ના.

એ મેન વીથ મિશન........

એ લિડર વીથ કન્વિક્શન........

એન એક્ઝિક્યુટીવ વીથ વિઝન.........

ગુડ ગવર્નન્સના પ્રણેતા.....

મેન ઓફ ડેવલપમેન્ટ......

પ્રવૃત્તિઓ:

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે રહીને સામાજીક, સાંસ્કૃતિક તેમજ વિદ્યાર્થી પ્રવૃત્તિ કરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માધ્યમથી રાષ્ટ્રસેવા ખાતર સંપૂર્ણ સમય સમાજ અને દેશને સમર્પિત કર્યો. દેશના અનેક પ્રદેશોમાં કાર્ય કરવાનો બહોળો અનુભવ છે. આતંકવાદ થી પ્રભાવિત એવા પંજાબ, જમ્મુ-કાશ્મિરમાં વિશેષ કામગીરી કરી બતાવી છે. 7મી ઓક્ટોબર 2001માં મુખ્યમંત્રી બન્યા પછી સતત ત્રણ ટર્મથી ચૂંટણીમાં વિજતા રહીને કુલ ચાર વખત મુખ્યમંત્રી બનવાનો વિક્રમ સ્થાપ્યો છે. સૌથી લાંબા સમય સુધી ગુજરાતનું શાસન સંભાળવાનો વિક્રમ છે. 40 વર્ષ સુધી ગુજરાતના ગામડાઓનો પ્રવાસ કર્યો છે. ગુજરાતમાંથી દિલ્હી ગયા પછી બીજી ટર્મ માટે વડાપ્રધાન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

શાસનની સિદ્ધિઓ:

ગુજરાતમાં સતત 12 વર્ષ 277 દિવસ સુધીનું શાસન કરવાનો વિક્રમ નરેન્દ્ર મોદીના નામે નોંધાયો છે. તેઓ ગુજરાતના 14મા મુખ્યમંત્રી હતા અને સતત ત્રણ ટર્મથી વિજેતા બનીને ચાર વખત મુખ્યમંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. અનેક અવરોધ અને વિરોધ વચ્ચે પંચશક્તિ (જ્ઞાન, જળ, રક્ષા, જન, ઉર્જા) થી ગુજરાતનું પોષણ કરીને વિશ્વભરમાં ગુજરાતનું નામ ગૌરવવંતુ કરવાનું ગૌરવ મેળવનાર મુખ્યમંત્રીએ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં છેલ્લી ત્રણ ટર્મથી ભારે બહુમતિએ વિજય અપાવ્યો છે. હવે લોકસભામાં ભાજપને બહુમતિ અપાવીને મે 2014થી વડાપ્રધાન તરીકે કાર્યરત છે. તેમની આ યશકલગી વિશ્વભરમાં મશહૂર બની છે.

સાહિત્યિક પ્રવૃત્તિ:

ભારતીય તથા વિશ્વ સાહિત્યમાં ઉંડો રસ તથા સૂઝ ધરાવે છે. તેમના દ્વારા લિખિત-અનુવાદિત ‘સંઘર્ષમાં ગુજરાત’, ‘દબદબો એક દાયકાનો’, ‘સામાજીક સમરસતા’, ‘પ્રેમતીર્થ’, એક્ઝામ વોરિયર્સ, ‘આપાતકાલમાં ગુજરાત’, ‘એજ્યુકેશન ઇન એમ્પાવરમેન્ટ’, ‘પત્રરૂપ ગુરુજી’, ‘સેતુબંધ’, ‘આંખ આ ધન્ય છે’, ‘કેળવે તે કેળવણી’, ‘આચાર્યધર્મ’, ‘જ્યોતિપુંજ’, ‘કન્વિનિયન્ટ એકશન’ જેવા પુસ્તકો પ્રકાશિત થયાં છે. ગીતો અને કાવ્યોની રચના કરી છે. સ્વામી વિવેકાનંદની પરિકલ્પનાને ભારતભરમાં સાકાર કરવાનો દ્રઢ સંકલ્પ.

શોખ:

સામાજીક, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વિષયોનો અભ્યાસ, લોકકલ્યાણ, લેખન, વાંચન, ચિંતન, સોશ્યલ સાઇટ, બ્લોગ અને વેબ અપડેશન, યોગ અને મેડિટેશન.

વિદેશ પ્રવાસ:

અમેરિકા, બ્રિટન, ચાઇના, ઓસ્ટ્રેલિયા, જાપાન, ન્યૂઝિલેન્ડ, રશિયા, સ્વિત્ઝર્લેન્ડ, ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, હોલેન્ડ, નેપાળ, મેક્સિકો, ગિયાના, જમૈકા, તાઇવાન, સાઉથ આફ્રિકા, સિંગાપુર, થાઇલેન્ડ, સાઉથ કોરિયા, નેધરલેન્ડ............

હાલનું સરનામું:

7, લોક કલ્યાણ માર્ગ (રેસકોર્સ રોડ), નવી દિલ્હી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp