PM મોદીએ કોંગ્રેસને ગણાવી SC, ST, OBC વિરોધી, ઉદાહરણ પણ આપ્યા
2024ની લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ પાર્ટીના નેતા હાથોમાં સંવિધાન લઈને નજરે પડી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી સતત મોદી સરકાર પર અનામત અને દલિત વિરોધી હોવાનો આરોપ લગાવી રહી છે. બુધવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરતી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કોંગ્રેસ પાર્ટીની માનસિકતા જ SC, ST, OBC વિરોધી છે.
રાજ્યસભામાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ચૂંટણી પરિણામોથી કેપિટલ માર્કેટમાં ઉછાળ નજરે પડી રહ્યો છે. દુનિયામાં પણ ઉમંગનો માહોલ છે, પરંતુ આ દરમિયાન આપણાં કોંગ્રેસના લોકો પણ ખુશીમાં મગન છે. તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, હું તેમની ખુશીનું કારણ સમજુ છું. શું આ ખુશી હારની હેટ્રિક પર છે? શું આ ખુશી નર્વસ 90ના શિકાર થવા પર છે? શું આ ખુશી વધુ એક નિષ્ફળ લોન્ચની છે? હું જોઈ રહ્યો હતો કે ઉત્સાહ, ઉમંગથી ખરગેજી પણ ભરેલા નજરે પડી રહ્યા હતા.
તેમણે વધુમાં કહ્યું કે, ખરગેજીએ તેમની પાર્ટીની ખૂબ સેવા કરી છે કેમ કે આ હારનો ઠીકરો જેમના પર ફૂટવાનો હતો, તેમને બચાવી લીધા અને પોતે દીવાલ બનીને ઊભા રહી ગયા. કોંગ્રેસનું વલણ એવું રહ્યું છે જ્યારે જ્યારે એવી સ્થિતિ આવે છે તો દલિત કે પછાતોએ જ માર ઝીલવો પડે છે અને એ પરિવાર બચીને નીકળી જાય છે. તેમાં પણ આ જ નજરે પડે છે. હાલના દિવસોમાં તમે લોકસભાં જોયું હશે, સ્પીકરની ચૂંટણીનો મામલો થયો, તેમાં પણ હાર થઈ હતી, પરંતુ આગળ કોને કર્યા એક દલિતને. તેમને ખબર હતી કે તેઓ હારવાના છે, પરંતુ તેમને જ આગળ કર્યા.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી થવાની હતી. તેમાં પણ તેમણે સુશીલ કુમાર શિંદેજીને આગળ કર્યા, તેમને મરાવી દીધા, દલિત મરે તેમનું કંઇ જતું નથી. 2017માં હાર નક્કી હતી, તો તેમણે મીરા કુમારને લડાવી દીધા, તેમને હાર ઝીલવી પડી. કોંગ્રેસની SC, ST, OBC વિરોધી માનસિકતા છે, જેના કારણે તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દનું અપમાન કરતા રહ્યા. આ જ માનસિકતાના કારણે તેમણે દેશના પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિને અપમાન કરવા અને વિરોધ કરવામાં કોઈ કમી ન છોડી અને એવા શબ્દોનો ઉપયોગ કર્યો, જે કોઈ નહીં કરી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp