રાહુલે શેર બજારના 30 લાખ કરોડના નુકસાન માટે PM-HMને જવાબદાર ગણાવ્યા

PC: x.com/RahulGandhi

મંગળવારે ચૂંટણી પરિણામોના દિવસે શેરબજારમાં આવેલી તબાહીને કારણે રોકાણકારોને લગભગ 30 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. હવે રાહુલ ગાંધીએ આ મામલે PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે ચૂંટણી પરિણામના દિવસે આવેલી સુનામીને લઈને શેરબજાર પર પ્રહારો કર્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, ભારતીય શેરબજારના ઈતિહાસમાં આ સૌથી મોટું કૌભાંડ છે. તેમણે આ મામલે JPCની માંગણી કરી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, અગાઉ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, જ્યારે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે ત્યારે શેરબજાર ગગનચુંબી થશે. આ પછી તરત જ PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, શેરબજારમાં રેકોર્ડ વધારાની વાત કહીને લોકોને શેર ખરીદવાની સલાહ આપી હતી અને તેના પછી તરત જ નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ શેરબજારમાં જોરદાર ઉછાળાની વાત કરી હતી.

તેમણે કહ્યું કે, PM મોદી, અમિત શાહ અને નિર્મલા સીતારમણને પહેલાથી જ અંદાજ હતો કે, આ વખતે તેમને લગભગ 220 બેઠકો મળશે, પરંતુ નકલી એક્ઝિટ પોલ દ્વારા લોકોમાં જૂઠ ફેલાવવામાં આવ્યું. આ પછી, એક્ઝિટ પોલના અંદાજ પછી તરત જ, શેરબજારે એવો ઉછાળો માર્યો કે, તેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા, પરંતુ બીજા જ દિવસે 4 જૂને શેરબજારમાં ભારે ઘટાડો થયો.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ચૂંટણી પરિણામો પહેલા શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી, પરંતુ લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે, ભારે ઘટાડાથી રોકાણકારોને રૂ. 30 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. આ નાણાં 5 કરોડ રિટેલ રોકાણકારોના છે. તેમણે કહ્યું કે તેની તપાસ થવી જોઈએ.

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ સવાલો કર્યા હતા. જેમાં તેમણે સ્ટોક માર્કેટ ક્રેશને ગુનાહિત કૃત્ય ગણાવ્યું હતું અને પૂછ્યું હતું કે PM નરેન્દ્ર મોદીએ દેશના લોકોને રોકાણ કરવાની સલાહ કેમ આપી? શા માટે 5 કરોડ પરિવારોને સ્ટોક ખરીદવાનું કહેવામાં આવ્યું?

અહીં તમને જણાવી દઈએ કે, 3 જૂને શેરબજારમાં જોરદાર ઉછાળો આવ્યો હતો અને રોકાણકારોએ 13.7 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. લગભગ તમામ એક્ઝિટ પોલમાં BJPની બમ્પર જીત બતાવવામાં આવી હતી. પરંતુ બીજા દિવસે એટલે કે, 4 જૂને બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. કારણ કે, પરિણામો એક્ઝિટ પોલ મુજબ આવ્યા ન હતા અને BJP પોતે જાતે બહુમતીથી દૂર રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp