બન્ની ભેંસની એવી શું છે વિશેષતા, પોતે PM મોદીએ દુનિયા સામે કર્યા વખાણ

PC: khabarchhe.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હી નજીક ગ્રેટર નોએડામાં ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ડેરી સેક્ટરની વિશેષતા બતાવી અને દુનિયાને ભારતમાં પશુપાલનની સંસ્કૃતિ બાબતે જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિશ્વના અન્ય વિકસિત દેશોમાંથી અલગ અલગ ભારતમાં ડેરી સેક્ટરની અસલી તાકત નાના ખેડૂત છે. આજે ભારતમાં ડેરી કો-ઓપરેટિવનું એક એવું વિશાળ નેટવર્ક છે, જેનું ઉદાહરણ આખી દુનિયામાં મુશ્કેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખી દુનિયામાંથી આવેલા મહેમાનો સામે ગુજરાતના કચ્છમાં જોવા મળતી બન્ની ભેંસની વિશેષતા પણ બતાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં ડેરી સેક્ટરની એક વિશેષતા પણ બતાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતમાં ડેરી સેક્ટરની વિશેષતા ગાયો અને ભેંસોની સ્થાનિક પ્રજાતિઓ છે, જે મુશ્કેલમાં મુશ્કેલ હવામાનમાં પણ જીવિત રહેવા માટે જાણીતી છે. હું તમને ગુજરાતની બન્ની ભેંસનું ઉદાહરણ આપીશ, જે કચ્છના રણ અને ત્યાંની પરિસ્થિતિઓમાં એવી હળીમળી ગઈ છે કે જોઈને હેરાની થાય છે.

દિવસે ભયંકર ગરમી હોય છે, ખૂબ તડકો હોય છે એટલે આ બન્ની ભેંસ રાત્રે ચરવા માટે નીકળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની વિશેષતાઓ બતાવતા કહ્યું કે, ‘વિદેશથી આવેલા અમારા સાથી એ જાણીને પણ ચોંકી જશે કે એ સમયે બન્ની ભેંસ સાથે કોઈ તેનો પાલક કે ખેડૂત હોતો નથી. તે ગામની પાસે બનેલા ગૌચરમાં પોતે જાય છે. રણમાં પાણી ઓછું હોય છે, એટલે ખૂબ ઓછા પાણીમાં બન્ની ભેંસનું કામ ચાલી જાય છે. બન્ની ભેંસ રાત્રે 10-15 કિલોમીટર દૂર સુધી ગયા બાદ પણ સવારે પોતાની જાતે જતી રહે છે.

એવું ઘણું ઓછું સાંભળવા મળે છે કે કોઇની બન્ની ભેંસ ખોવાઈ ગઈ હોય કે બીજા ઘરમાં જતી રહી હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મેં માત્ર બન્ની ભેંસનું ઉદાહરણ આપ્યું છે, પરંતુ ભારતમાં મુર્રા, જાફરાવાદી, નીલી રવિ, પંડરપુરી જેવી અનેક પ્રજાતિઓ પોત પોતાની રીતે વિકસિત થઈ રહી છે. આ પ્રકારે ગીર ગાય, સેવાળ, રાઠી, કાંકરેટ, ધારપારકર, હરિયાણા એવી કેટલીય ગાયોની પ્રજાતિઓ છે જે ભારતના ડેરી સેક્ટરને યુનિક બનાવે છે. ભારતીય પ્રજાતિના મોટા ભાગના પશુ હવામાનને અનુકૂળ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp