સરકારની નવી યોજનાઃ 55 રૂપિયામાં મળશે મહિને 3000 રૂપિયા, 15 ફેબ્રુઆરીથી શરૂ

PC: financialbuzz.co.uk

પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન પેન્શન સ્કીમ આવતીકાલ એટલે કે 15 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે. આ સ્કીમ અંતર્ગત કોઇપણ અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલો વ્યક્તિ જેની ઉંમર 40 વર્ષથી ઓછી હોય અને કોઇપણ સરકારી સ્કીમનો ફાયદો ન લઇ રહ્યો હોય, તે આ સ્કીમનો લાભ ઉઠાવી શકશે. અસંગઠિત ક્ષેત્ર સાથે જોડેયેલા કામદારો, ઘરોમાં કામ કરતા નોકર, ડ્રાઇવર, રિક્શા ચાલક, નિર્માણ કાર્ય કરનાર મજૂર, કચરો વીણનાર, બીડી બનાવવાનું કામ કરનાર આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.

જે લોકો પહેલેથી જ નેશનલ પેન્શન સ્કીમનો ફાયદો ઉઠાવી રહ્યા છે, તેઓ આ યોજના માટે આવેદન કરી શકશે નહીં. પતિ, પત્ની બેમાંથી જેને પેન્શન મળી રહ્યું છે, જો તેનું મૃત્યુ થાય તો તેના બાળકોને તેમનું પેન્શન નહીં મળે. આ સ્કીમ માટે આવેદન કરનાર વ્યક્તિની માસિક આવક 15000 રૂપિયાથી ઓછી હોવી જોઇએ.

સરકાર આ સ્કીમને લેનારને 3 હજાર રૂપિયા માસિક પેન્શન આપશે. સરકાર અને પેન્શન લેનારા એકસમાન અમાઉન્ટ પેન્શન માટે આપશે.

અરજી કરવા માટે વ્યક્તિ પાસે સેવિંગ બેંક અકાઉન્ટ અને આધાર કાર્ડ હોવું જરૂરી છે. વ્યક્તિની ઉંમર 18થી 40 વર્ષ વચ્ચે હોવી જોઇએ.

જો કોઇ 18 વર્ષની ઉંમરે આ સ્કીમને ચાલુ કરે તો તેને દર મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે, જે વ્યક્તિ 40ની ઉંમરે આ સ્કીમ ચાલુ કરશે, તેને દર મહિને 200 રૂપિયા ચૂકવવા પડશે. 60 વર્ષ પૂરા થયા બાદ તમને દર મહિને 3000 રૂપિયા મળવાની શરૂઆત થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp