PM મહારાષ્ટ્ર 11 લાખ નવી લખપતિ દીદીઓને સન્માનિત કરશે
PM નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટનાં રોજ મહારાષ્ટ્રમાં જલગાંવ અને રાજસ્થાનનાં જોધપુરની મુલાકાત લેશે. PM સવારે 11:15 વાગ્યે લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેશે. PM સાંજે 4:30 વાગ્યે જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી સમારંભના સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
PM લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેવા જલગાંવની મુલાકાત લેશે. તેઓ એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાન તાજેતરમાં જ લખપતિ બનેલા 11 લાખ નવા લખપતિ દીદીઓને પ્રમાણપત્રો આપશે અને તેમનું સન્માન કરશે. PM સમગ્ર દેશમાંથી લખપતિ દીદીઓ સાથે વાતચીત પણ કરશે.
PM 2,500 કરોડ રૂપિયાનું રિવોલ્વિંગ ફંડ બહાર પાડશે, જેનો લાભ 4.3 લાખ સ્વસહાય જૂથો (એસએચજી)નાં આશરે 48 લાખ સભ્યોને મળશે. તેઓ 5,000 કરોડ રૂપિયાની બેંક લોનનું વિતરણ પણ કરશે, જેનો લાભ 2.35 લાખ એસએચજીનાં 25.8 લાખ સભ્યોને મળશે.
લખપતિ દીદી યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે. સરકારે 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
PM રાજસ્થાન હાઈકોર્ટનાં પ્લેટિનમ જ્યુબિલી સમારંભનાં સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે, જે જોધપુરનાં હાઈ કોર્ટ કેમ્પસમાં યોજાશે. PM રાજસ્થાન હાઈકોર્ટ મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp