સાર્વજનિક સ્થળે તમારો મોબાઈલ ફોન ચાર્જ ન કરો, પોલીસે આ કારણે આપ્યું એલર્ટ

PC: newstrack.com

અમે અને તમે ઘણીવાર આપણાં સ્માર્ટફોનની બેટરીને કોઈપણ જગ્યાએ ચાર્જ કરવા માટે મૂકીએ છીએ જ્યારે બેટરી ખતમ થઈ જાય છે, પરંતુ જો તમે આવું કરો છો તો હવે સાવધાન થઈ જાવ કારણ કે તમારા ફોનને ગમે ત્યાં ચાર્જ કરવો તમને મોંઘો પડી શકે છે.

દેશમાં સાયબર ક્રાઈમના કેસ સતત વધી રહ્યા છે. ઓડિશામાં પણ સાયબર ક્રાઈમના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. આને ધ્યાનમાં રાખીને ઓડિશા પોલીસે પબ્લિક ચાર્જિંગ સ્ટેશનમાં મોબાઈલ ફોન ચાર્જ ન કરવાની સલાહ આપી છે. ઓડિશા પોલીસનું કહેવું છે કે પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો પર મોબાઈલ ચાર્જ થવાને કારણે ફોનમાં માલવેર ઈન્સ્ટોલ થવાનું જોખમ રહેલું છે. ઓડિશા પોલીસે એક જાહેર સૂચના બહાર પાડી છે.

પોલીસે સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશનો પર આધુનિક ગેજેટ્સ દ્વારા મોબાઈલ ફોનથી ચોરી થવાની શક્યતાઓ ઘણી છે અને આ જ કારણ છે કે ઓડિશા પોલીસે સામાન્ય લોકો માટે આ એડવાઈઝરી જારી કરી છે.

ઓડિશા પોલીસે ટ્વિટર પોસ્ટમાં કહ્યું, 'તમારા મોબાઈલને સાર્વજનિક સ્થળો જેમ કે મોબાઈલ ચાર્જિંગ સ્ટેશન, USB પાવર સ્ટેશન વગેરે પર ચાર્જ કરશો નહીં. સાયબર છેતરપિંડી કરનારાઓ મોબાઈલમાંથી તમારી અંગત માહિતી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને તમારા ફોનમાં માલવેર ઈન્સ્ટોલ કરી રહ્યાં છે.'

સાયબર એક્સપર્ટ્સનું કહેવું છે કે, મોબાઈલમાંથી આવી ચોરી 'Juice Jacking' દ્વારા શક્ય છે. તેઓ કહે છે કે, સાયબર છેતરપિંડી કરનારાઓ સાર્વજનિક USB ચાર્જિંગ સ્ટેશનમાં માલવેર લોડ કરી શકે છે જેથી કરીને તેઓ ચાર્જિંગ દરમિયાન ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ઍક્સેસ મેળવી શકે અને તેના કારણે ડેટા લીક થવાની સંભાવના છે કારણ કે તમે જે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની મદદથી તમારો સ્માર્ટફોન ચાર્જ કરો છો, તે જ કોડનો ઉપયોગ એક ફોનથી બીજા ફોનમાં ડેટા મોકલવા માટે થાય છે, તેવી જ રીતે હેકર્સ પણ તમારા સ્માર્ટફોનને ચાર્જિંગમાં મૂકતાની સાથે જ તમારી બધી માહિતી ચોરી કરે છે.

પોલીસનું કહેવું છે કે કેટલાક લોકો ચાર્જિંગ માટે તેમના ચાર્જર અથવા પાવર બેંકનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણા લોકો બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મોલ અને અન્ય સ્થળોએ પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો પર આધાર રાખે છે.

અગાઉ 4 સપ્ટેમ્બરે ઓડિશા પોલીસે લોકોને સાવધાની રાખવા કહ્યું હતું. પોલીસનું કહેવું છે કે હંમેશા સાવધાન રહો, કારણ કે આ છેતરપિંડી કરનારાઓ તમારું સિમ કાર્ડ એક્સેસ કરી શકે છે અથવા તેની નકલ કરી શકે છે.

પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે, 'આ ફ્રોડ મોટાભાગે તમારી સાથે મોબાઈલ કંપનીના કર્મચારી તરીકે વાત કરે છે અને તમને સિમ અપગ્રેડ કરવા અથવા તેના ફાયદા માટે સમજાવે છે. તેથી જાગૃત રહો અને સાયબર_સલામત બનો.'

જણાવી દઈએ કે, વર્ષ 2021માં ભુવનેશ્વર શહેરી પોલીસ જિલ્લામાં લગભગ 146 સાયબર ગુનાઓ નોંધાયા હતા. જ્યારે 2020માં તેમની સંખ્યા 108 હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp