નવી દુકાન ખોલી, પાર્ટી કરવા આવેલા મિત્રોએ કિડનેપ કરી લીધો પછી....

PC: aajtak.in

બિહારના મુઝફ્ફરપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ નવી દુકાન ખોલવાની ખુશીમાં પોતાના મિત્રોને પાર્ટી આપી. એજ પાર્ટીમાં મિત્રોએ તે વ્યક્તિને કિડનેપ કરી લીધો અને તેના પરિવાર પાસેથી 20 લાખ રૂપિયાની માગણી કરી. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી. ત્યાર પછી માત્ર 3 કલાકમાં પોલીસે અપહરણ કરેલા વ્યવસાયીના દીકરાને શોધી કાઢ્યો.

સરાફા કારોબારી મનોજ કુમારના 25 વર્ષીય દીકરા અંશુ કુમારે પોતાની દુકાન ખોલી હતી. દુકાન ખોલવાની ખુશીમાં અંશુએ તેના મિત્રો રાહુલ અને અન્યોએ પાર્ટી માગી. જ્યારે અંશુએ તેના મિત્રો માટે પાર્ટીનું આયોજન કર્યું તો રાહુલે જ તેને કિડનેપ કરી લીધો. દીકરાનું અપહરણ કરવાને લઇ જ્વેલરીનો બિઝનેસ કરનારા વેપારી મનોજ કુમારે પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી.

તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું કે, તેમનો દીકરો અંશુ દુકાન બંધ કરી રવિવારે સાંજે 7 વાગ્યે ઘર માટે નિકળ્યો પણ 8 વાગ્યા સુધી પણ તે ઘરે પરત ન આવ્યો તો તેની તપાસ શરૂ કરી. આ દરમિયાન તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો.

મિત્રોએ જ માગી ખંડણી

પરિવાર જ્યારે દીકરાને શોધવામાં લાગ્યા હતા તે દરમિયાન તેમને એક ફોન આવ્યો, જેમાં પૈસાની માગ કરવામાં આવી. આરોપીએ તેમના દીકરાને છોડવાના બદલામાં પૈસાની માગણી કરી હતી. ખંડણીના રૂપમાં 20 લાખ રૂપિયાની માગ કરવામાં આવી. આરોપીએ ધમકી આપી કે જો ખંડણીના રૂપિયા ન મળ્યા તો તેમના દીકરાની હત્યા કરી દેવામાં આવશે. ઘણી આજીજી કર્યા પછી અપહરણકર્તા 10 લાખ રૂપિયા અને સોનાના દાગીના લેવા પર સંમત થયા. ત્યાર પછી પરિવારે તરત આની જાણકારી પોલીસને આપી.

પોલીસે મોબાઈલ લોકેશનના આધારે અંશુને અનંત કરજાની એક ચપ્પલ ફેક્ટરીમાંથી શોધી કાઢ્યો. મોબાઈલ લોકેશનના આધારે પોલીસે આરોપીઓને પણ કરજા ચોકની પાસેથી જ પકડી લીધા. ત્યાર પછી ધરપકડ કરવામાં આવેલા યુવક સાથે પૂછપરછ કર્યા પછી પોલીસે અન્ય બે આરોપીઓને પણ કસ્ટડીમાં લઇ લીધા.

આ ઘટનાને લઇ ડીએસપી આશીષ આનંદે જણાવ્યું કે, અંશુ કુમારના અપહરણની સૂચના મળી હતી. ત્યાર પછી પોલીસે તેની શોધ શરૂ કરી. જે મોબાઈલ દ્વારા ખંડણીની માગ કરવામાં આવી હતી તે મોબાઈલને જપ્ત કરી લેવામાં આવ્યો. તપાસ દરમિયાન જાણ થઇ કે કિડનેપ કરનારા અને પીડિત ચારેય મિત્રો હતા અને પાર્ટી માટે ભેગા થયા હતા. બે મિત્રો ખાઈ પીઇને પહેલાથી જ બહાર નીકળી ગયા હતા. અંદર અંશુ અને મુખ્ય આરોપી જ હતા. ત્યાર પછી અંશુના પરિવારને ફોન કરી 20 લાખ રૂપિયાની માગ કરવામાં આવી હતી. ત્યાર પછી ખંડણીની રકમ બદલવામાં આવી. પોલીસે આશંકા વ્યક્ત કરી કે આમાં અંશુની પણ સંલિપ્તતા હોઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp