મેળામાં 100-100ની નકલી નોટ વાપરતા હતા યુવકો, 6000મા 20000ની નકલી નોટ લાવેલા પણ..

PC: jagran.com

નકલી નોટ લઇને રામલીલા મેળામાં પહોંચેલા બરેલીના બે યુવકોની મીરાનપુર કટરા પોલીસે ધરપકડ કરી છે. બંને પાસે 15 હજાર 200 રૂપિયાની નકલી નોટ જપ્ત કરવામાં આવી. બંનેએ બરેલીના સોનૂ નામના યુવક પાસેથી ખરીદી લાવવાનું સ્વીકાર્યું છે. પોલીસ ગેંગના અન્ય સભ્યોની તપાસમાં બરેલી ગઇ છે. કટરામાં રામલીલાનો મેળો ચાલી રહ્યો છે. શનિવારે બરેલીના ભૂતા ક્ષેત્રના ફેઝનગર ગામના રહેવાસી અકીલ અને ઇરફાન હુસેન 100-100 રૂપિયાની નકલી નોટ લઇને પહોંચી ગયા હતા.

એક દુકાન પાસેથી મીઠાઇ અને પાન મસાલા ખરીદી રહ્યા હતા. વેપારીને જ્યારે નકલી નોટ હોવાની શંકા ગઇ તો તેણે પોલીસને જાણકારી આપી દીધી. પોલીસે ઘેરાબંદી કરીને બંનેને પકડી લીધા. તપાસ કરવામાં આવતા 15 હજાર રૂપિયાની નકલી નોટ જપ્ત કરવામાં આવી. પૂછપરછમાં બંનેએ જણાવ્યું કે, બરેલીના સેટેલાઇટથી સોનૂ નામના યુવક પાસેથી 6 હજાર રૂપિયામાં નકલી નોટ ખરીદીને લાવ્યા હતા. કહેવામાં આવે છે કે, 6 હજાર રૂપિયામાં 20 હજાર રૂપિયાની નકલી નોટ ખરીદી હતી, જેમાં 4 હજાર 800 રૂપિયાનો ભીડભાડવાળા ક્ષેત્રોમાં જઇને સામાન ખરીદી લીધો હતો.

પ્રભારી નિરીક્ષક પવન પાંડેએ જણાવ્યું કે, ‘નકલી નોટ છાપનારી ગેંગના માસ્ટરમાઇન્ડ અને તેના અન્ય સભ્યોને પકડવા માટે પોલીસ છાપેમારી કરી રહી છે. જલદી જ બધાની ધરપકડ કરી લેવામાં આવશે. પોલીસે નકલી નોટ પકડાયા બાદ સ્ટ્રીટ લાઇટમાં ઓળખવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ ગૂગલ એપના માધ્યમથી અસલી અને નકલી નોટોની ઓળખ નાખીને મેળ કરવામાં આવ્યો. જપ્ત થયેલી નોટ RBIના માનાંકોને પૂરા કરી રહી નહોતી. આરોપીઓએ નકલી નોટ આપનારા સોનૂનો મોબાઇલ નંબર પોલીસને બતાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 1 એપ્રિલ 2023ના રોજ SOG દ્વારા સહરામઉ દક્ષિણીમાં 3 લોકોની નકલી નોટો સાથે ધરપકડ કરવામાં આવી હતી. એ ત્રણેય પાસેથી 49 હજાર રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. એ ઉપરાંત 7 મે 2022ના રોજ રામચંદ્ર મિશન પોલીસે ક્ષેત્રના પંથવારી ગામના ટ્રાઇએંગલ પાસે 500-500 રૂપિયાની નકલી નોટ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. એ પ્રકારે ઘણા અન્ય ક્ષેત્રોમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp