UPમાં BJP ધારાસભ્યએ પોતાની જ સરકારની પોલીસ વિરુદ્ધ ખોલ્યો મોરચો, કમિશ્નરેટને...
ઉત્તર પ્રદેશના આગ્રા કેન્ટથી ધારાસભ્ય જી.એસ. ધર્મેશે પોતાની જ સરકારની પોલીસ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. ધારાસભ્યએ કહ્યું કે, આગ્રામાં પોલીસ કમિશ્નરેટ નહીં, પરંતુ કમિશન રેટ છે. તેમણે મુખ્યમંત્રી યોગીને પત્ર લખીને આ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે લખ્યું કે, અધિકારીથી લઈને પોલીસકર્મી સુધી મુખ્યમંત્રીના ગુના પ્રત્યે ઝીરો ટોલરેન્સની નીતિનો ફાલુદો કરી રહ્યા છે. ભાજપના ધારાસભ્યનું કહેવું છે કે ભૂમાફિયાઓ અને ગુનેગારોને સંરક્ષણ આપવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું કે, છત્તા પોલીસ સ્ટેશનમાં એક ગેર-જામીની વૉરંટવાળા ગુનેગારને પકડ્યો અને 2 કલાક બાદ પોલીસ સ્ટેશનથી જ છોડી દેવામાં આવ્યો. ધારાસભ્યએ ઇન્સ્પેક્ટર પર સવાલ ઊભા કરતા કહ્યું કે, આખરે કોના આદેશ પર ગુનેગારને છોડી દેવામાં આવ્યો? તેઓ જલદી જ મુખ્યમંત્રીને મળીને પુરાવાઓના આધાર પર આગ્રા પોલીસના કારનામાઓને બતાવશે. ધારાસભ્ય જી.એસ. ધર્મેશની આ ચિઠ્ઠી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે આ મામલે ટ્વીટ કરતા કહ્યું કે, ભાજપ રાજ્યમાં ‘કમિશ્નરેટ’ વાસ્તવમાં ‘કરપ્શનરેટ’ બની ગયા છે. કમિશ્નરેટ વસૂલીનું વિકેન્દ્રીકરણ છે.
उप्र के माननीय मुख्यमंत्री जी कम-से-कम अब तो अपने शासन-प्रशासन के कुशासन को स्वीकार कर लीजिए क्योंकि अब तो आपके ही विधायक पुलिस ‘कमिश्नरेट’ को ‘कमीशन-रेट’ की उपाधि से सुशोभित कर रहे हैं।
— Akhilesh Yadav (@yadavakhilesh) September 24, 2024
अब क्या इस आलोचना के बाद आप उन पर भी एफ़आइआर लिखवाएंगे या बुलडोज़र का डर दिखलाएंगे।
भाजपा… pic.twitter.com/jDsWUkffKO
આખીલેશે પોસ્ટમાં એમ પણ લખ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ઓછામાં ઓછા હવે તો પોતાના શાસન-પ્રશાસનના કુશાસનને સ્વીકારી લો કેમ કે હવે તો તમારા જ ધારાસભ્ય પોલીસ કમિશ્નરેટને કમિશન રેટની ઉપાધિથી સુશોભિત કરી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રીએ કટાક્ષ કરતા લખ્યું કે, હવે શું આ નિંદા બાદ તમે તેમના પર પણ FIR લખાવશો કે બુલડોઝરનો ડર દેખાડશો. ઉલ્લેખનીય છે કે ભાજપના ધારસભ્યએ ચિઠ્ઠીના માધ્યમથી એમ પણ કહ્યું કે, પોલીસની ખરાબ પેરાવીના કારણે ગુનેગાર, બળાત્કારી અને ભૂ-માફિયા મોટા ભાગે છૂટી જાય છે. કોર્ટ પાસે ગેર-જામીની વૉટન્ટવાળા ગુનેગારોની ધરપકડ કર્યા બાદ તેમને છોડવામાં આવી રહ્યા છે. સરકારની સ્વચ્છ છબી કલંકિત થઈ રહી છે.
અખિલેશે કહ્યું કે, મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર, બજેટની લૂંટ, નિર્દોષો પર ખોટા કેસ, નકલી ઘર્ષણ, વધતા ગુનાથી રાજ્યની છબી ખરાબ થઈ રહી છે. પોલીસ પ્રશાસન મનમાની પર ઉતરી આવી છે. ભાજપ સરકરે પોતાના 7 વર્ષના શાસનકાળમાં એવો માહોલ બનાવી દીધો છે કે આજે કોઈ પણ પોતાને સુરક્ષિત અનુભવી રહ્યું નથી. ઉત્તર પ્રદેશમાં ગુના અને ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સનો ભાજપનો દાવો ખોટો છે. ભાજપના નેતા, ધારાસભ્ય પોતે માને છે કે રાજ્યમાં ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે. સરકાર અને પ્રશાસન ગળે સુધી ભ્રષ્ટાચારમાં ડૂબ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp