આ પોલીસ લોકોની સુરક્ષાને બદલે ભેંસનો તબેલો કેમ સંભાળી રહી છે? કારણ ચોંકાવનારુ છે
મધ્ય પ્રદેશના એક પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ 17 ભેંસોની દેખભાળ કરી રહ્યા છે. ભેંસોને પાણી આપવાનું, ચારા ખવડાવવાનું અને ગોબર ઉઠાવવાનું કામ પણ પોલીસ કરી રહી છે. તમને આશ્ચર્ય થશે કે વળી, પોલીસને ભેંસનો તબેલો રાખવાની શું જરૂર પડી? કાયદો એવો છે કે, મજબુરીને કારણે પોલીસે આ બધી ભેંસોને સંભાળ રાખવી પડી રહી છે અને રોજના 5,000 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. આનું કારણ પણ ચોંકાવનારું છે.
આ તસ્વીર તમને આશ્ચર્યમાં મુકી દે તેવી છે. લોકોની સુરક્ષા કરતી પોલીસ ચોકીમાં ગાય-ભેંસની દેખરેખ કેમ રાખી રહી છે? પોલીસ ચોકીને તબેલો કેમ બનાવી દેવામાં આવ્યો છે? આનું કારણ ચોંકાવનારું છે અને પોલીસ સ્ટેશન મધ્ય પ્રદેશના ખંડવામાં આવેલું છે.
સામાન્ય માણસનું રક્ષણ કરતી અને જરૂરિયાતમંદોને મદદ કરતી પોલીસ હવે તેમના પોલીસ સ્ટેશનમાં ભેંસોનું રક્ષણ અને સંભાળ લઈ રહી છે. મધ્યપ્રદેશના ખંડવામાં આવું જોવા મળી રહ્યું છે. જોવા મળ્યું હતું, પોલીસ લોકોની સુરક્ષા માટે છે, પરંતુ આ દિવસોમાં ખંડવાના જવાર પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ ભેંસ માટે માત્ર ચારાની જ વ્યવસ્થા નથી કરી રહી, પરંતુ ભેંસોને સમય સમય પર પાણી આપવાનું અને ગોબરની સફાઇ કરવામાં પણ કર્મચારીઓ લાગેલા છે.
જવાર પોલીસ સ્ટેશન અત્યારે રીતસરનું તબેલામાં પરિવર્તિત થઇ ગયું છે. તેનું કાર એવું છે કે, 31 જાન્યુઆરીએ પોલીસને રાત્રે માહિતી મળી હતી કે એક વાહનમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરફેર કરવામાં આવી રહી છે. જેના આધારે પોલીસને શંકાસ્પદ વાહનમાંથી 17 ભેંસો મળી આવી હતી. ભેંસોની સાથે વાહનમાં 70 લીટર ગેરકાયદેસર દારૂની હેરાફેરી પણ કરવામાં આવી રહી હતી. પોલીસે વાહન સહિત તમામ ભેંસ અને દારૂ કબજે કર્યો હતો. આ સાથે 4 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ કાર્યવાહી બાદએ તમામ 17 ભેંસો છેલ્લા ચાર દિવસથી પોલીસ સ્ટેશનની સેવામાં લાગેલી છે. ગાયને પકડી લીધા બાદ તેને ગૌશાળામાં લઈ જવામાં આવે છે. પરંતુ, ભેંસોને ગૌશાળામાં લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી. હવે જ્યાં સુધી કોર્ટમાંથી તેમના વિશે કોઈ આદેશ નહીં આવે ત્યાં સુધી આ ભેંસ પોલીસની દેખરેખમાં રહેશે. હાલ સ્ટેશન ઈન્ચાર્જને રોજનો 4 થી 5 હજાર રૂપિયાનો ખર્ચ ઉઠાવવો પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp